જે કંઈ નબી (સ.અ.વ.) માટે છે તે અલી (અ.સ) માટે

વાંચવાનો સમય: 2 મિનિટ

અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નફ્સે રસુલ (સ.અ.વ.) છે. આ હકીકતને બધા મુસલમાનો તેમના અકાએદના વલણ અને પૂર્વધારણાઓની પરવા કર્યા વગર સ્વીકારે છે

કારણકે  પવિત્ર કુરઆને આનું એલાન સુ. આલે ઇમરાન ૩(૬૧)માં કર્યું છે:

“તથાપિ તે (ઈસા) વિષે જે જ્ઞાન તને મળી ચૂકયું છે તે પછી પણ જે કોઈ તારી સાથે તે (ઈસા)ના સબંધમાં તકરાર કરે તો તું કહે કે આવો અમે અમારા પુત્રોને બોલાવીએ અને તમે તમારા પુત્રોને બોલાવો અને અમે અમારી બેટીઓને બોલાવીએ અને તમે તમારી બેટીઓને (બોલાવો) અને અમે પોતાના નફસોને બોલાવીએ તથા તમે તમારા નફસોને બોલાવો……”

પયગંબર (સ.અ.વ.)ના ‘નફસ’ હોવાના આધાર પર, અમીરુલ મોઅમેનીન (અ.સ.) તે ખાસિયતો  અને વિશેષતાઓ ધરાવે છે કે જે પયગંબર (સ.અ.વ..)માટે ખાસ છે. આ બાબતે ઘણી હદીસો છે, જેમાંથી થોડીક અમે સંદર્ભ માટે ફરી વર્ણવીએ છીએ.

એક દિવસ પયગંબર (સ.અ.વ.) એક સવારી પર સવાર થઈને આવ્યા, અલી (અ.સ.) તેમની બાજુમાં ચાલતા હતા.

પયગંબર (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને ફરમાવ્યું

“તમે સવારી પર સવાર થાવ અથવા પાછા જાવ. અલ્લાહે મને હુકમ કર્યો છે કે જયારે હું સવારી કરું ત્યારે તમે પણ સવારી કરો અને જયારે હું ચાલુ ત્યારે તમે પણ ચાલો, અને જયારે હું બેસું ત્યારે તમારે બેસવાનું. આ અલ્લાહની શરતોમાંથી છે અને તમારા માટે ઉભા રહેવા કે બેસવાનો બીજો કોઈ વિકલ્પ નથી.અને અલ્લાહે મને કોઈ ચીજ વડે સન્માનિત નથી કર્યો પણ તમને પણ તેના જેવી (ચીજ) વડે સન્માનિત કર્યા છે. અને તેણે મને નબુવ્વત માટે પસંદ કર્યો છે અને તમને મારા વસી બનાવ્યા છે. તેની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ.)ને નબી બનાવ્યા, જેણે તમારો ઇન્કાર કર્યો તે ઈમાન નથી લાવ્યો. અને તેણે અલ્લાહને નથી માન્યો જેણે તમારા પર ઈમાન ન રાખ્યું. અલ્લાહ તરફથી તમારી શ્રેષ્ઠતા (ફઝીલત) એ મારી શ્રેષ્ઠતા (ફઝીલત)  છે અને મારી શ્રેષ્ઠતા (ફઝીલત)  એ તમારી શ્રેષ્ઠતા (ફઝીલત)  છે

  • અલ-આમલી એ શેખ સદુક (ર.અ.) પાનું ૪૯૪
  • બશારહ અલ મુસ્તુફા, ભાગ ૨, પાનું ૧૭૮-૧૭૯.
  • અલ બુરહાન, ભાગ ૩, પાનાં ૩૫, સુ. યુનુસ (૧૦):૫૮ ની તફસીરમાં

તે જ રીતે બીજી એક હદીસ મુજબ, ઈમામ હસન અસ્કરી (અ.સ.) પણ અલી (અ.સ.)ને રસુલ (સ.અ.વ.)ની સાથે સરખાવે છે.

અલી(અ.સ.) એ રસુલ (સ.અ.વ.)ના ‘નફ્સ’ છે અને અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના મોઅજીઝા અલી (અ.સ.)ના મોઅજીઝા છે અને અલી (અ.સ.)ના મોઅજીઝા નબી (સ.અવ.)ના મોઅજીઝા છે. કોઈ એવો મોઅજીઝો નથી કે જે અલ્લાહે મુસા (અ.સ.)ને આપ્યો હોય અથવા બીજા નબીને આપ્યો હોય, સિવાય કે તેણે તેના જેવો અથવા તેના કરતાં ચઢીયાતો મોહમ્મદ (સ.અ.વ.)ને (અને તેમના નફસને) અતા કર્યો છે.

  • તફ્સીરે ઈમામ હસન અસ્કરી (અ.સ.) પાનું ૪૧૦
  • તફ્સીરે બુરહાન, ભાગ ૨, પાનું ૫૭૩, હ.નં.૩૯૬૭

અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની અદભુત સીફ્તો અને ફઝીલતો હકીકતમાં પયગંબર (સ.અ.વ.)ની સીફ્તો અને ફઝીલતોનો પડછાયો છે.

તેથી એ આશ્ચર્યજનક છે કે બીજાઓની પસંદગીમાં કોમને કેવી રીતે ગુમરાહ કરવામાં આવી, કે  જેમની પાસે તેમની જેવી થોડીક પણ સિફાતો ન હતી. ગદીરના સૌથી વધુ મહત્વના જાહેરનામાના ઇનકારનું આ દેખીતું પરિણામ છે, જેમાં અલી (અ.સ.)ને રસુલ (સ.અ.વ.)ના જાનશીન જાહેર કરાયા હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*