અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતના બારામાં અમૂક સવાલો.

વાંચવાનો સમય: 4 મિનિટ

અમીરૂલ મોઅમેનીન (..)ની શહાદતના બારામાં અમૂક સવાલો.

ઈતિહાસમાં વર્ણન થયા મુજબ અને શીઆ અને એહલે તસન્નુંનની ઘણી બધી કિતાબોમાં નકલ થયા મુજબ, એ તારણ નીકળે છે કે અલી (અ.સ.)ની શહાદતનું ષડયંત્ર ‘ખવારીજ’ દ્વારા ઘડવામાં આવ્યું હતું.

રિવાયતોમાં થોડા તફાવત સાથે તારીખે તબરી, તારીખે યાકુબી, શૈખે મુફીદ (અ.ર.)ની ઈરશાદ અને ઈબ્ને સાદની તબકાતમાં આનું વર્ણન થયું છે. બાલાઝારી અને વાકેદીએ પણ આને નકલ કર્યું છે.

બધી રિવાયતોનો સારાંશ એ આવે છે કે જ્યારે નહેરવાનની ખૂંખાર જંગનો અંત આવ્યો, થોડાક ખવારીજો કત્લ થયેલાઓ ઉપર રડવા માટે જમા થયા.

તેઓએ ત્રણ લોકોને તેમના ગમના જવાબદાર ગણાવ્યા:

1) ઈમામ અલી (અ.સ.)

2) અમ્રે આસ અને

3) મોઆવીયા ઈબ્ને અબી સુફીયાન

તેઓએ ધાર્યુ કે જ્યાં સુધી આ ત્રણેય હયાત છે ત્યાં સુધી મુસલમાન ઉમ્મત ફરી સ્થાપિત નહિ થાય.

તેથી, ત્રણ લોકોએ ઈમામ અલી (અ.સ.), અમ્રે આસ અને મોઆવીયાને કત્લ કરવાની જવાબદારી પોતાના શીરે લીધી.

1) અબ્દુર રહમાન ઈબ્ને મુલ્જીમએ ઈમામ અલી (અ.સ.)ને શહીદ કરવાની જવાબદારી લીધી.

2) બર્ક ઈબ્ને અબ્દુલ્લાહે મોઆવીયાને કત્લ કરવાની જવાબદારી લીધી.

3) અમ્ર ઈબ્ને બર્ક અલ તમીમીએ અમ્ર ઈબ્ને આસથી છૂટકારો મેળવવાની જવાબદારી લીધી.

તેઓએ વિચાર્યું, ‘આ ષડયંત્રને પૂરૂ પાડવા માટે માહે મુબારકે રમઝાનને પસંદ કરવો જોઈએ કારણકે આ ત્રણેય વ્યક્તિઓ આ મહીનામાં મસ્જીદમાં હાજર હોય છે.’

જે તારીખો નક્કી થઈ તે આ મુજબ હતી 11 મી રાત, 13 મી રાત અથવા 17 મી રાત. શીઆઓના મુજબ 19મી રાતને પસંદ કરવામાં આવી હતી. આ રાત્રીઓ પસંદ કરવાનું કારણ એ હતું કે આ રાત્રીઓ દરમ્યાન આ ત્રણેય વ્યક્તિઓ મસ્જીદમાં હાજર રહે તેવી અપેક્ષા હતી.

જે પણ હોય, જે વ્યક્તિએ અમ્રે આસને કત્લ કરવાની જવાબદારી લીધી હતી તેણે  તે વ્યક્તિનું કત્લ કરી નાખ્યું જે નમાઝ પડાવવા આવ્યો હતો.

જે શખ્સે મોઆવીયાને કત્લ કરવાની જવાબદારી લીધી હતી તેની તલ્વાર મોઆવીયાના સાથળ ઉપર વાગી. મોઆવીયા ઈજાગ્રસ્ત થયો પરંતુ દવા કર્યા પછી થોડા સમયમાં ફરી સાજો થઈ ગયો.

ફકત ઈબ્ને મુલ્જીમ હતો જે પોતાના બદતરીન ઈરાદામાં કામ્યાબ થયો.

શું આ કત્લનો વાકેઓ હકીકત છે કે પછી બીજું કંઈ છે?

બીજા શબ્દોમાં, શું હઝરત અલી (અ.સ.)ની શહાદતના બારામાં આ વાત હકીકતમાં સાચી છે?

આનો જવાબ એ છે કે ‘આ વાત સાચી નથી’ અને પહેલેથીજ સ્પષ્ટ સંકેત મળી આવે છે કે આ વાર્તા ઘડી કાઢેલી છે.

ઈતિહાસના વિદ્વાનોના મત મુજબ તેઓએ  લખ્યું છે કે આ ત્રણેય માહે રમઝાનમાં મસ્જીદની મુલાકાત લેતા અને તેમનું 19 મી રાતના મસ્જીદમાં આવવું ચોક્કસ હતું.

તેમાં કોઈ શક નથી કે 19 મી માહે રમઝાનની રાત્રે ઈબ્ને મુલ્જીમએ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના સર મુબારક ઉપર વાર કર્યો.

પરંતુ એ કેવી રીતે બને કે જે શખ્સ અમ્રે આસને કત્લ કરવા ગયો તેણે અમ્રે આસના બદલે ખારજાહ નામના શખ્સને કત્લ કરી નાખ્યો?

શું એવું હતું કે જે વ્યક્તિ અમ્રે આસને કત્લ કરવા ગયો હતો તે અમ્રે આસથી અજાણ હતો અથવા તેને ઓળખી ન શકયો? અથવા શા માટે અમ્રે આસ તે રાત્રીએ મસ્જીદમાં ન દેખાણો?

શું તેણે ષડયંત્રના બારામાં ચેતવવામાં અથવા જાણ કરી દેવામાં આવી હતી?

આ બાબતમાં હકીકતો સુધી પહોંચવાની શ્રેષ્ઠ રીત આખા ષડયંત્રને નઝદીકીથી અભ્યાસ કરવું છે કારણકે આ દ્રુષ્ટ ષડયંત્રનું મુળ કુફાથી શામ સુધી છે. જેવી રીતે નકલ થયું છે, મોઆવીયા જાણતો હતો કે જ્યાં સુધી અલી (અ.સ.) હયાત છે, તેના માટે ખિલાફત મેળવવી અશકય છે.

અશ્અશ ઈબ્ને કૈસ સારી રીતે પ્રખ્યાત છે કે તે ઝલીલ મુનાફીક અને અંદરથી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અસંતુષ્ઠ હતો.

ઈબ્ને અબી અલ દુન્યા (વફાત 281 હી.સ.) તેની કિતાબ ‘મકતલે ઈમામ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)’ (એ નોંધનીય છે કે આ કીતાબ તબરી અને યાકુબી કરતા પણ જુની છે) પોતાની રાવીઓની સાંકળથી અબ્દુલ ગફફાર ઈબ્ને કાસીમ અન્સારીથી નકલ કરે છે કે:

‘મેં ઘણા બધા લોકોથી સાંભળ્યું છે કે તે રાત્રીએ (19 મી માહે રમઝાન) ઈબ્ને મુલ્જીમ,અશ્અશની સાથે હતો અને ફજ્રના સમયે તેણે તેને કહ્યું: ‘સવાર પડી ગઈ છે.’

અગર ફકત આ ત્રણેય જ આ ષડયંત્રમાં સામેલ છે તો પછી ઈબ્ને મુલ્જીમ અશ્અશ સાથે મસ્જીદમાં શું કરી રહ્યો હતો? શા માટે તેઓ વાતો કરી રહ્યા હતા?

શું કોઈ માણસ માટે શકય છે કે તે ઈમામ અલી (અ.સ.)ને શહીદ કરવાનો એક છુપુ ષડયંત્ર ધરાવતો હોય અને તે તેના આ છુપા ષડયંત્રને જાહેર કરે અને બીજા વ્યક્તિને માહિતગાર કરે અને તે પણ અશ્અશ જેવી વ્યક્તિને?!!

બાલાઝરી તેની ‘અન્સાબ અલ અશરાફ’ માં નકલ કરે છે:

તેઓ કહે છે કે તે રાત્રીએ ઈબ્ને મુલ્જીમ અશ્અશ બિન કૈસ સાથે હતો. તેઓ છુપી રીતે વાતો કરી રહ્યા હતા ત્યાં સુધી કે અશ્અશએ ઈબ્ને મુલ્જીમને કહ્યું: ‘ઉભો થા, સવાર થઈ રહી છે.’ (જલ્દી કર, લોકો તને દિવસના ઉજાસમાં ઓળખી લેશે). જ્યારે હુજ્ર ઈબ્ને અદીએ આ વાત સાંભળી, તેણે કહ્યું: ‘અય એક આંખવાળા! તે અલી (અ.સ.)ને શહીદ કર્યા છે!(1)

રાવીઓએ એ પણ નકલ કર્યું છે કે જ્યારે ઈબ્ને મુલ્જીમએ ઈમામ અલી (અ.સ.)ના પવિત્ર સર ઉપર પોતાની તલવારથી વાર કર્યો, ત્યારપછી અશ્અશએ પોતાના દિકરાને ઈમામ અલી (અ.સ.)ના ઘરે મોકલ્યો જેથી ઈમામ (અ.સ.)ની હાલતથી માહિતગાર થાય.

તે પાછો આવ્યો અને નકલ કર્યું: તેમની (ઈમામ અલી અ.સ.)ની આંખો અંદર ચાલી ગઈ છે. આ સાંભળી અશ્અશએ કહ્યું: અલ્લાહની કસમ! આંખો બતાવે છે કે ઝહેર તેમના મગજ સુધી પહોંચી ગયું છે.(2)

માસીર અબાઝી, શૈખ સુલૈમાન યુસુફ ઈબ્ને દાઉદ જેવા ઈતિહાસકારો, હું એમ નહિ કહું કે ખવારીજ ઈમામ અલી (અ.સ.)ના દોસ્તો હતા અને તેઓ શહાદતમાં શામીલ ન હતા.

આનું કારણ, બની મુરાદનો કબીલો કે જેમાં ઈબ્ને મુલ્જીમ હતો, જેની ગણતરી ‘ખવારીજ’માં નથી થતી. ઈબ્ને મુલ્જીમ અને બીજા બે નાકામ કાતીલોની વાર્તા ઘડી કાઢેલી હતી અને તેઓને મોઆવીયાના જુઠાણા માટે પૈસા આપવામાં આવ્યા હતા જેથી લોકોને ગુમરાહ કરે અને તેઓથી હકીકતને છુપાવે.

પરંતુ હકીકત એ છે કે અગર કોઈ કહે કે આ પ્રખ્યાત ષડયંત્ર જે ઈમામ અલી (અ.સ.)ની શહાદતના બારામાં છે તે સાચું નથી, તો પછી તેના વિચારોને સચ્ચાઈથી દૂર નથી.

અગર નઝદીકીથી જોવામાં આવે, હું ફરી કહીશ કે એ હકીકત છે કે આ ષડયંત્રનો એક છેડો કુફામાં અશ્અશ બિન કૈસ થી શરૂ થઈ તેનો અંત શામમાં મોઆવીયા સાથે થાય છે.

જેવી રીતે અમોએ પહેલા વર્ણવેલ છે, અશ્અશ ઈમામ અલી (અ.સ.)થી ખુશ ન હતો અને તેને હુકુમતમાંથી કાઢી નાખ્યો હતો અને તેને મુનાફીક અને એક કાફીરનો દિકરો કહ્યો હતો.

શહરસ્તાની, પ્રખ્યાત ઈતિહાસકાર, લખે છે: જેઓએ ઈમામ અલી (અ.સ.) સામે બળવો કર્યો તેમાં અશ્અશ  પ્રથમ હરોળમાં હતો. તે ઉગ્ર અને દીનને છોડી દેનારાઓમાં પ્રથમ હતો.(3)

(1) અન્સાબ અલ અશરાફ, પા. 493

(2) મકતલે ઈમામ અમીરૂલ મોઅમેનીન (અ.સ.), પા. 37, તબકાત ઈબ્ને સાદ, ભાગ 3, પા. 37

(3) અલ મેલલ વલ નેહલ, ભા. 1, પા. 170, અલી અઝ ઝબાન અથવા ઝીંદગી અમીરૂલ મોઅમેનીન (અ.સ.), પા. 157, ડો. સૈયદ જઅફર શહીદી, ખબર ગુઝારી શાબીસ્તાનથી નકલ કરેલ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*