શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?

વાંચવાનો સમય: 2 મિનિટ

ઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની  અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના કારણે હોય શકે છે આપણે અહી ઇતિહાસના અમુક બનાવોનું વર્ણન કરીએ કે જેથી સ્પષ્ટ થઇ જાય કે ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ) એ પણ રુદનને જાએઝ કરાર દીધું છે તો પછી આ રુદન સુન્નત છે બીદઅત નથી

(૧)  મરહુમ પર રડવું

મુસ્લિમો સામાન્ય રીતે મરણ પામેલાઓ પર રડે છે, લાંબા સમય સુધી રડે છે.

અસ્લમી અને બીજાઓએ નોંધ્યું છે કે જયારે અબુ તાલીબ (અ.સ.) વફાત પામ્યા…અને પછી ખદીજા (સ.અ.) વફાત પામ્યા. તેઓની વફાત પર પયગંબર (સ.અ.વ)ને એટલો બધો ગમ થયો કે તેમણે તે વરસને ‘ગમનું વરસ’ જાહેર કર્યું.

·      તબકાત ભાગ ૧, પાનું ૧૦૬.

·      તારીખે ઇબ્ને ક્સીર, ભાગ ૩, પાનું ૧૩૪

·      અલ સિરહ અલ હલબીયા, ભાગ ૧, પાનું ૩૭૩

·      અન્સા અલ મતાલીબ, પાનું ૧૧.

ઇબ્ને અસીર, અહેલે તસન્નુનના પ્રખ્યાત આલિમ, નોંધે છે કે આજ સુધી (ત્રીજી સદી હિજરી), ઔરતો પોતાના સંબંધીઓ પર રડતા પહેલા હઝરત હમ્ઝા (અ.સ.) પર ગમ કરે છે. (જેવું કે હમઝાની શહાદત પર પયગંબર સ.અ.વ.એ સૂચન કર્યું હતું)

  • અસદુલ ગાબા, ભાગ ૨, પાનું ૬૮

મોઆવિયાએ ઉસ્માન ઇબ્ને અફ્ફાનની કપાયેલી આંગળીઓ અને લોહીથી રંગીન ખમીસ મીમ્બર પર ટાંગ્યા અને સીરિયાના લોકોએ તેનું એક વરસ ગમ મનાવ્યુ. આ સમયગાળામાં તેઓએ કસમ ખાધી કે તેઓ પોતાના બિસ્તરોમાં આરામ નહી કરે, ત્યાં સુધી કે ઉસ્માનના કાતીલોનો બદલો લઇ મારી નાખે અથવા (ખુદ) મરી જાય.

  • તારીખે તબરી, ભાગ ૩, પાનું ૭૦
  • અલ કામિલ ફી અલ તારીખ ભાગ ૩, પાનું ૧૬૧

(૨)  માનવજાતના માં-બાપ હઝરત આદમ (અ.સ.) અને તેમની પત્નિ જ. હવ્વા (સ.અ.)પોતાના પુત્ર હાબીલ માટે એટલું રડયા કે ઝરણું વહેવા લાગ્યું.

રવઝતુલ શોહદા, પા. ૩૦ માં તે જ બનાવને મુલ્લા હુસૈન વાએઝ કાશીફીએ આ ઉમેરીને લખ્યું છે:

‘આદમ (અ.સ.)ની જમણી આંખમાંથી દજલા નદીની જેમ આંસુ વહેતા હતા અને ડાબી આંખમાંથી યુક્રેટીસ નદીની જેમ.’

તદઉપરાંત નીચેની હદીસ વધારે સંતોષકારક જવાબ આપે છે જે એહલે સુન્નત કિતાબમાં છે:

રસુલે ખુદા (સ.અ.વ.)ની દફનવિધી પછી, સહાબીઓ મહબુબની જુદાઈમાં ખુબ રડ્યા અને પોતાની ઉપર માટી નાંખતા હતા. ખાસ કરીને હઝરત ફાતેમા (સ.અ.) અત્યંત શોકાતુર હતા. આપ (સ.અ.) પોતાના ફરઝંદો ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ની તરફ જોતા અને તેઓની પોતાની દુર્દશા ઉપર ખુબજ રડતા હતા. હ. આએશા પણ ખુબ રડ્યા અને બુકા કરતા હતા. ઘણા બધા દિવસો અને રાતો સુધી રડવાની અને ગીર્યાની અવાઝ સંભળાતી હતી, જેનાથી આપના ઘરનું નામ ‘બય્તુલ હુઝન’(રડવાનું ઘર) પડી ગયું.

  • (મહારીજ અલ નુબુવ્વત, ભાગ-૨, પા. ૭૫૩-૭૫૪)

મુલ્લા અલી કારી તેમની કિતાબ અલ મીરકાત ફી શર્રહ અલ મીશ્કાતમાં ઈમામ એહમદ ઈબ્ને હમ્બલથી કે તે ઈમામ હુસૈન (અ.સ.)થી વર્ણવે છે:

જે કોઈ મારા દુ:ખ અને ગમને યાદ કરીને રડશે, તો અલ્લાહ તેને જન્નત આપશે.’

  • (અલ મીરકાત ફી શર્રહ અલ મીશ્કાત, તારીખે અહેમદીના સંદર્ભથી, પા. ૨૭૭, કાનપુર પ્રકાશન)

એહલે-સુન્નતની ભરોસાપાત્ર કિતાબ તફસીરે દુર્રે મન્સુર, ભાગ-૪, પા. ૩૧ માં કુરઆનની આ આયતની તફસીરમાં આ હદીસને વિગતવાર જોઈ શકે છે:

‘પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને પુછવામાં આવ્યું: હઝરત યાકુબ (અ.સ.)નું તેના પુત્ર માટે રડયા હતા. પુછવામાં આવ્યું કે તેનો શું બદલો (અજ્ર) મળશે? આપ (સ.અ.વ.) જવાબ આપ્યો: ૧૦૦ શહીદો જેટલો બદલો મળશે.’

  • તફસીરે ખઝાન, ભાગ-૩, પા. ૨૫૩ માં છે કે:

‘યુસુફ (અ.સ.) એ જ. જીબ્રઈલ (અ.સ.)ને પુછયું: શું મારા પિતા ગીર્યા ઉપર જીવી રહ્યા છે? હઝરત જીબ્રઈબલ (અ.સ.)એ કહ્યું: હઝરત યાકુબ (અ.સ.)નું રડવું ૭૦ પુરૂષો અને સ્ત્રીઓ જેવું છે. પછી આપ (અ.સ.) એ પુછયું: આ રડવાનો અજ્ર શું છે? આપ (અ.સ.)એ કહ્યું: તેનો અજ્ર ૧૦૦ શહીદો જેટલો છે.

Be the first to comment

Leave a Reply