ઈમામ સાદિક (અ.સ.)નો મરતબો એહલે તસન્નુન ‘ઈમામો’ની નઝરમાં

વાંચવાનો સમય: 2 મિનિટ

એહલે તસન્નુનના સત્તાધીકારીઓ એહલેબૈત (અ.મુ.સ.)ના મઅસુમ ઈમામો (અ.મુ.સ.)ને માનનીય જાણે છે. તેઓના આલીમો અને સરદારો (ઈમામો)એ મઅસુમ ઈમામો (અ.મુ.સ.)ની ફઝીલતને સ્વિકારી છે.

આ રીતે એહલે તસન્નુનના ‘ઈમામો’ ઈમામ સાદિક (અ.સ.)ને તેમના ઈલ્મ, ઈબાદત, તકવા અને બીજી ફઝીલતો માટે માન આપ્યું છે.

1) અબુ હનીફા કહે છે: મેં જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.)થી વધીને કોઈ ફકીહ નથી જોયા.

  • જામેઅ મસાનીદ અબી હનીફા, ભા. 1, પા. 222
  • તઝકેરહુલ હુફફાઝ, ભા. 1, પા. 157

2) અબુ હનીફા કહે છે: ઈમામ સાદિક (અ.સ.)ની તઅલીમના તે બે વર્ષ ન હોત તો ચોક્કસ નોઅમાન (અબુ હનીફા) હલાક થઈ જાત.

  • – મુખ્તસર તોહફએ ઈસ્ના અશરીય્યાહ, પા. 9

3) માલીક ઈબ્ને અનસ (માલીકી ફીર્કાના ઈમામ) કહે છે: આંખોએ નથી જોયા, કાનોએ નથી સાંભળ્યા, દીલોએ નથી વિચાર્યું, ઈલ્મ, ઈબાદત અને તકવામાં જઅફર ઈબ્ને મોહમ્મદ અસ્સાદિક (અ.સ.) કરતા વધુ કોઈ શખ્સના બારામાં.

  • – અસ્ના અલ મતાલીબ, પા. 55

4) માલીક ઈબ્ને અનસ કહે છે: હું જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.)ની હાજરીમાં રહેતો અને તેમને ઘણી વખત સ્મિત કરતા જોતો અને જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)નું નામ તેમની સમક્ષ લેવામાં આવતું તો આપનો અંદાઝ બદલાઈ જતો. મેં કયારેય આપને વઝુ વગર રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસ નકલ કરતા નથી જોયા.

  • – તેહઝીબુત્તેહઝીબ, ભા. 2, પા. 102

5) હમ્બલી ફીર્કાના ઈમામ – એહમદ બિન હમ્બલ ઈમામ અલી રેઝા (અ.સ.)થી નકલ સિલસિલતુઝ ઝહબની હદીસના કે જેની રાવીઓની સાંકળમાં એક ઈમામ સાદિક (અ.સ.) છે, તેના બારામાં કહે છે કે અગર આ રાવીઓની સાંકળ કોઈ પાગલ શખ્સની સામે બયાન કરી દેવામાં આવે તો તે શખ્સ સાજો થઈ જાય.

  • – સવાએકુલ મોહર્રેકા, પા. 310

આવી અઝીમ ફઝીલતો અને આપનું ઈલ્મ, અખ્લાક અને ઈબાદત પછી પણ આશ્ર્ચર્ય છે કે કેવી રીતે મોટાભાગના મુસલમાનો ઈમામ સાદિક (અ.સ.)ની ફઝીલતથી અજાણ છે. ન ફકત તેઓ ઈમામ સાદિક (અ.સ.)થી અજાણ છે પરંતુ તેઓની અજ્ઞાનતામાં તેઓ શીઆઓને ઈમામ સાદિક (અ.સ.)ની તઅલીમના કારણે વખોડે છે. શીઆઓએ ઈમામ સાદિક (અ.સ.)ને છોડીને કોની પૈરવી કરવી જોઈએ? કે જેમણે પ્રત્યેક્ષ અથવા પરોક્ષ રીતે એહલે તસન્નુનના ચારેય ‘ઈમામો’ને તઅલીમ આપી.

‘શું તે કે જે સીધા રસ્તા તરફ હિદાયત કરે તે અનુસરવાને વધુ લાયક છે કે તે કે જે પોતે ત્યાં સુધી હિદાયત નથી પામી શકતો જ્યાં સુધી તેની હિદાયત કરવામાં ન આવે? પછી તમારી સાથે કઈ બાબત છે, તમે કેવી રીતે ફેંસલો કરો છો?’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*