શું ઝરી મુબારકને ચૂમવું એ શિર્ક (એક થી વધારે ખુદામાં માનવું) છે?

વાંચવાનો સમય: 2 મિનિટ

અમુક નામથી મુસલમાનો શિયા કૌમ પર ઝરી મુબારક ને પથ્થરને પુજવાની તોહમત લગાવે છે. તે લોકો અઈમ્મા (અ.મુ.સ.)ની પવિત્ર ઝરી મુબારકની ઝિયારતને શીર્ક માને છે અને શિયાઓ પર શીર્ક કરવાની તોહમત લગાવે છે.

જવાબ:-

આ તોહમત એ લોકો દ્વારા સમસ્ત મુસલમાન કૌમ્ પર પવિત્ર કાબાની ઝિયારત અને તવાફને મૂર્તિપૂજા ગણવાની તોહમત જેવી જ છે.

આ તોહમત પાયા વિહોણી છે અને દર્શાવે છે કે મુસલમાનોને સાચી તૌહિદ અને શીર્ક વિશે જરા પણ માહિતી અને સમજણ નથી.

તે લોકો પોતાના આ વિચારોને ઇસ્લામના અધૂરા જ્ઞાન અને ટૂંકી અને ખોટી સમજણથી રજૂ કરે છે. જો આ લોકો નબી આદમ (અ.સ.) અને નબી યાકુબ (અ.સ.)ના ઝમાનામાં હોત તો તેઓએ નબીઓને પણ અલ્લાહ સામે સજદો કરવા બદલ વખોડ્યા હોત!

આ વિશે એક સાઉદી રાજા અને એક શિયા આલિમે દિન વચ્ચે નો કિસ્સો મળે છે.

સય્યદ શરફ અલ – દિન એક જાણીતા શિયા આલીમ અને અલ – મુરજેઆત અને અલ – નાસ વ ઇજતેહાદ જેવી કિતાબોના લેખક હતા. તેઓ પવિત્ર કાબાની ઝિયારત માટે સાઉદી રાજા અબ્દુલ અઝીઝ ના સમયે ગયા.

તેઓ એ આલીમોમાં શામિલ હતા જેઓ ઈદુલ અઝહાની ત્યાના રિત- રિવાજો પ્રમાણે ઉજવણી માટે મહેલમાં આમંત્રિત હતા. જ્યારે તેમનો રાજા સાથે હાથ મિલાવવાનો વારો આવ્યો ત્યારે સય્યદ શરાફ અલ – દિને રાજા ને ચામડાના કવર વાળું કુરાન આપ્યું. રાજા એ કુરાન હાથમાં લીધું, પોતાના કપાળ પર રાખ્યું અને અકીદત થી ચૂમ્યું.

સય્યદ શરાફ અલ – દિન એ રાજા ને પૂછ્યું કે તેમણે તે ચામડા ના કવર ને શુકામ આટલી અકીદતથી ચુમ્યું જે ફક્ત બકરા ના ચામડાથી બનેલું છે ?

રાજા એ જવાબ આપ્યો મે કુરાન ને માન આપ્યું છે ચામડા ને નહિ.

સય્યદ શરાફ અલ – દિને જવાબ આપ્યો અમે પણ એજ કરીએ છે જ્યારે અમે રસૂલે ખુદા (સ.અ.વ.) ની પવિત્ર ઝરી મુબારકનો બોસો લઈએ છે. અમને ખબર છે આ ઝરી લોખંડ અને લાકડાની બનેલી છે અને અમને કંઈ નફો નુકસાન નહિ આપે પણ અમારી અકિદત અને સન્માન એના માટે છે કે જે આ લોખંડ અને લાકડાની બનેલી ઝરીની પાછળ છે. અમારો હેતુ અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ને માન આપવાનો છે એવીજ રીતે જેવી રીતે તમે ચામડાની પાછળ રહેલા કુરાનને માન આપ્યું.

સય્યદ ના જવાબથી ત્યાં હાજર રહેલા લોકો અચંબિત થઈ ગયા અને કહ્યું કે તમે સાચા છો.

પછી રાજાએ મજબૂરીમાં ઝાએરીનને પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની ઝરી મુબારકથી રેહમત મેળવવાની પરવાનગી આપી ત્યાં સુધી કે તેની બાદ આવેલા રાજાએ આ પરવાનગીને નાબૂદ કરી દીધી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*