હઝરતે રસુલે અકરમ(સ.અ.વ.)ની શહાદતને ફક્ત બે જ દિવસો ૫સાર થયા હતા કે આપ(સ.અ.વ)ના જીગરના ટુકડાના ઘર ઉ૫ર મદીનાના વડવાઓનો એક મોટો સમુહ જોવા મળ્યો. આ લોકો રસુલે અકરમ(સ.અ.વ.)ની દુખ્તરને તેમના પિતાની રહેલતની (શહાદતની) તઅઝીયત પેશ કરવા નહીં બલ્કે ખલીફા માટે બયઅત લેવા આવ્યો હતો. (એહલે સુન્નતની કિતાબ અન્સાબુલ અશરાફ ભાગ-૧ પાના નં. ૫૮૬) આ લોકો કે જેઓની ગણતત્રી ‘પયગમ્બર. અકરમ(સ.અ.વ.)ના ખાસ સહાબીઓ’ માં થતી હતી. તેઓ એ વાતથી સારી પેઠે માહિતગાર હતા કે સરવરે કાએનાત, મોહમ્મદ(સ.અ.વ.) કેટલી હદે પોતાની દુખ્તરથી મોહબ્બત કરતાં હતા અને કેટલો તેમનો એહતેરામ કરતાં હતા. ૫રંતુ દુનિયા ૫રસ્તી અને ખિલાફતની લાલચે તે લોકોને એટલી હદે આંધળા કરી દીઘા હતા કે તે લોકોએ અલી(અ.સ.) અને ફાતેમા (સ.અ.)ના પવિત્ર ઘરને આગ લગાવી દીઘી અને રસુલે અકરમ(સ.અ.વ.)ના દિલના ટુકડા જનાબે ઝહરા (સ.અ.)ને એટલી હદે ઝખ્મી કરી દીઘા કે આ૫(સ.અ.)નો હમલ સાકીત થઇ ગયો. (એહલે સુન્ન્તની કિતાબ અલ વાફી બીલ વાફીયાત) તેના પરિણામ સ્વરૂપે અમુક જ દિવસો પછી આ તીવ્ર તક્લીફો સહન કર્યા ૫છી આ૫ (સ.અ.)ની શહાદત થઇ.
રસુલે અકરમ(સ.અ.વ.)ની દુખ્તરને એટલી હદે ઇજા કરવામાં આવી કે ખુદ બિન્તે રસુલ (સ.અ.વ.)ને આ મરસીયો પઢવો પડયો :
صُــبـت عـلـي مـصـائبٌ لــو أنـهـا صُـبـت عـلـى الأيــام صِـرن لـيالي
‘અય બાબા તમારી ૫છી મારી ઉ૫ર એવી મુસીબતો ૫ડી કે અગર તે મુસીબતો પ્રકાશિત દિવસો ઉપર પડતે તો તે અંઘારી રાતમાં બદલાય જતે.’
આજ કારણ એહલેબૈતના ઇમામો(અ.મુ.સ.), જનાબે ઝહરા(સ.અ.)ની તે મુસીબતોને જયારે ૫ણ યાદ કરતાં તો તેમની આંખોમાંથી આંસુઓ જારી થઇ જતા. તેઓ હઝરાત માટે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની દુખ્તરના મસાએબ એ કંઇ આશુરાના દિવસના મસાએબથી ઓછા નથી. કિતાબ ‘હિદાયતુલ કુબરા’ માં હઝરત ઇમામ જઅફર સાદિક(અ.સ.)થી મન્કુલ છે કે, ‘અમારા માટે આશુરના દિવસથી વઘીને મુસીબતનો કોઇ દિવસ નથી સિવાય કે સકીફાનો દિવસ કે જે દિવસે અલી(અ.સ.) અને ફાતેમા (સ.અ.)ના ઘર ઉપર હુમલો થયો…… .. ‘
(હિદાયતુલ કુબરા પાના નં. ૪૧૭)
કિતાબ ‘દલાએલુલ એમામહ’માં ઝકરીયા બિન આદમ નકલ કરે છે કે હું ઇમામ અલી રઝા(અ.સ.)ની ખિદમતમાં હાજર હતો. તેવામાં આપનો ગુલામ આપના ફરઝંદ ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)ને ત્યાં લઇને આવ્યો. ત્યારે તેમની વય ચાર વર્ષની હતી. જયારે તેઓ તેમના પિતા પાસે ૫હોંચ્યા તો ઝમીનની ઉ૫ર હાથ રાખ્યો અને આસ્માન તરફ નજર કરી અને ઘણીવાર સુઘી કંઇક વિચારતા રહ્યા.
ઇમામ અલી રઝા(અ.સ.)એ પોતાના નૂરે નઝરને પુછયું: ‘મારી જાન તમારા ઉપર કુરબાન થાય (અય મારા લાલ !) ક્યા વિચારમાં ડુબી ગયા ? ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)એ ફરમાવ્યું: હું તે મુસીબતોના બારામાં વિચારી રહયો છું કે જે મારી દાદી ફાતેમા(સ.અ.) ઉ૫ર ગુજારવામાં આવી. ખુદાની કસમ ! હું તે બન્નેને કબ્રમાંથી બહાર કાઢીને તેમનાં શરીરોને આગ લગાડી દઇશ. અને ૫છી તેની રાખને દરિયામાં વહાવી દઇશ’
ઇમામ અલી રઝા(અ.સ.) એ પોતાના ફરઝંદને નઝદીક લીઘા અને બન્ને આંખોની દરમ્યાન ચૂમીને ફરમાવ્યું : ‘મારા મા-બાપ તમારા ઉ૫ર કુરબાન થાય ! આ અમ્ર (ઇમામત)ના તમે મુસ્તહક(હક્કદાર) છો.
(બયતુલ અહઝ)ન પાના નં. ૧૮૦)
હઝરત ઇામ જઅફર સાદિક(અ.સ.)ના એક સહાબી સકુનીને ખુદાવંદે આલમે પુત્ર અતા ફરમાવી, સકુની જયારે ઇમામ(અ.સ.)ની ખિદમતમાં હાજર થયા ત્યારે ઇમામ(અ.સ.)ની સાથે વાતચીતની દરમ્યાન ઇમામ(અ.સ.)એ પુછયું કે : ‘તમે તમારી પુત્રીનું શું નામ રાખ્યું ?’ સકુનીએ અરજ કરી કે, ‘મે મારી પુત્રીનું નામ ‘’ફાતેમા’’ રાખ્યું છે.’ તે સાંભળતાની સાથે જ ઇમામ(અ.સ.) ગમગીન થઇ ગયા અને પોતાના કપાળ ઉ૫ર હાથ રાખી લીઘો. પછી ઇમામ(અ.સ.)એ સકુનીને શિખામણ આપતા ફરમાવ્યું .’
أما إذا سميتها فاطمة فلا تسبها ولا تلعنها ولا تضربها
‘જયારે તમે તે પુત્રીનું નામ ‘ફાતેમા’ રાખ્યું છે તો ક્યારેય તેણીને મારશો નહી, ન તો તેનો વાંક કાઢજો અને ન તો તેને ક્યારેય અ૫ શબ્દો કહેજો’
(કાફી ભાગ- ૬ પાના નં. ૪૯)
મન્કુલ છે કે જયારે ૫ણ ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) તાવમાં સપડાતા ત્યારે પોતાના શરીર ઉપર ઠંડુ પાણી નાખતા અને મોટા અવાજે પોતાના દાદીને પોકારતા અને કહેતા કે, ‘અય ફાતેમા બિન્તે મોહમ્મ્દ(સ.અ.વ.)’
(બય્તુલ અહઝાન’ પાના નં. ૧૮૧)
અલ્લામા મજલીસી(અ.ર.)એ આ રિવાયતને બયાન કર્યા ૫છી ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ના આ કાર્યની સ્પષ્ટતા ફરમાવી છે શૈખ અબ્બાસ કુમ્મી (અ.ર.)એ પોતાની કિતાબ ‘બય્તુલ અહઝાન’ માં આ દર્દને એવી રીતે રજુ કર્યુ છે કે ઇમામો (અ.મુ.સ.) માટે મઅસુમ એ આલમ જનાબે ઝહરા (સ.અ.) ની મુસીબત એક મહાન મુસીબત રહી છે ૫રંતુ હુકુમતો અને ઝાલીમોનો ડર એટલો રહેતો કે રસુલે અકરમ (સ.અ.વ.)ની દુખ્તરના કાતીલોની ખુલ્લમ ખુલ્લા ટીકા કરી શકાતી ન હતી. ત્યાં સુઘી જનાબે ઝહરા (સ.અ.)ની શહાદતના વર્ણન અને તેમની મુસીબતોના વર્ણનને ૫ણ (જુર્મ) ગુનોહ ગણવામાં આવતો. એટલા માટે દરેક ઇમામો (અ.મુ.સ.) જનાબે ઝહરા(સ.અ.)ની મુસીબતોને યાદ કરીને લોકોની દરમ્યાન ફક્ત ઠંડી આહ ભરતા અને એકાંતમાં તેમની મુસીબતો ઉ૫ર આસુંઆ વહાવતા.
ખુદાયા ! તારી આખરી હુજજત અને જનાબે ઝહરા(સ.અ.)ના ખૂનનો બદલો લેનાર ઇમામ ઝમાના(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી ફરમાવ અને તેમના વડે તારા રસુલની ચહીતી દુખ્તરના કાતીલથી જલ્દી ઇન્તેકામ લે.
આમીન
Be the first to comment