
ઇબ્ને તૈમીયા જેવી શંકાશીલ વ્યક્તિઓ, જેઓ શિઆઓની મજાક ઉડાવે છે કે તેઓ એક એવા ઈમામ પર ઈમાન રાખે છે જે તેમના વચ્ચે (એક ઓળખાતી શખ્સિયત તરીકે) રહેતા નથી અને દેખીતી રીતે તેનું અનુસરણ કરનારાઓને કોઈ ફાયદો નથી પહોચાડતા.
પવિત્ર પયગંબર (સ.અવ.)એ પહેલેથી જ મુસ્લિમોને ખબર આપી હતી કે છુપાયેલા ઈમામ (ગાયબ ઈમામ) તેઓને મદદ કરશે જેવી રીતે સૂરજ વાદળોથી ઢંકાયેલો હોવા છતાં પૃથ્વીને ફાયદો આપતો રહે છે. છતાંપણ શંકાસ્પદ લોકો આવી હદીસોની મજાક ઉડાવે છે, કારણ કે તેઓ નકારાત્મકતા ધરાવે છે અને ઈમાન ઓછું રાખે છે.
જવાબ
- ગાએબ ઈમામ અને જાહેર ઈમામમાં સમાનતા
મખ્લુંકને અલ્લાહની રહેમત અને ફાયદો પહોંચાડવાની બાબતે, ગાએબ ઈમામ અને જાહેર ઈમામ વચ્ચે કોઈ ફરક નથી.
વધુ સ્પષ્ટતા સાથે જણાવીએ તો ગૈબતમાં રહેલા ઈમામ એવા નથી કે જેમ કોઈ વ્યક્તિ કોઈ શેલ્ટરમાં, ગુફામાં કે અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાઈ જાય. ગાએબ ઈમામ લોકોની નજર સામે હોય છે, પરંતુ લોકો તેમને ઓળખી શકતા નથી જ્યાં સુધી ઈમામ પોતે પોતાની ઓળખ ન કરાવે.
ગૈબત (અદૃશ્યતા) આપણી કમઝોરી છે, ઈમામ માટે નહીં. જેમ પયગંબર યુસુફ (અ.સ.)એ પોતે ઓળખાયા વગર પણ મિસરીઓની મદદ ચાલુ રાખી હતી, જો કે તેમની હસ્તી તેઓથી ઓળખાયેલી ન હતી. તેમણે પોતાના ભાઈઓને મદદ કરી હતી જોકે તેઓ તેમને ઓળખી ન શક્યા. એ જ રીતે, ઈમામની રહેમત, માર્ગદર્શન અને અન્ય લાભો તેમના ગાએબ અથવા ઓળખાયેલા ન હોવાના કારણે ઘટતા નથી.
જો શંકાસ્પદ લોકો આ શંકા કરે કે કેવી રીતે એક જ જગ્યાએ રહેલા ઈમામ એ અલ્લાહે સર્જેલા તમામ વિશ્વોમાં પોતાની કૃપા, રહેમત અને માર્ગદર્શન આપી શકે, તો તેનો સ્પષ્ટ જવાબ આ કુરઆની આયતમાં છે:
وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ
અમે તમને નથી મોકલ્યા સિવાય કે દુન્યાવાળાઓ માટે રેહમત બનાવીને
(સૂરે અંબિયા (21): 107)
જેમ પવિત્ર પયગંબર (સ.અ.વ) પોતે આખું જીવન હેજાઝમાં (અરબસ્તાન) નિવાસ કરતા હતા છતાં પણ તેઓ તમામ દુનિયાઓ માટે ઇલાહી રહેમત અને ફઝલના કેન્દ્ર હતા, તે જ રીતે તેમના પ્રપૌત્ર ઈમામ મહદી (અ.ત.ફ.શ) પણ તમામ દુનિયાઓ માટે ઇલાહી રહેમત અને ફઝલના કેન્દ્ર છે જેમ કે હદીસે લવ્હમાં વર્ણવવામાં આવ્યું છે
(અલ કાફી, ભાગ-૧, પેજ-૫૨૭-૫૨૮).
અને આ કોઈ મુશ્કેલ નથી કારણકે ઈમામ મહેંદી (અ.ત.ફ.શ.)ની ગૈબત કોઈ વિસ્તાર કે દેશ પુરતી મર્યાદિત નથી. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાના ઘણા બધા ભાગોમાં જરૂરતમંદ લોકોને ઈમામ મહદી (અ.ત.ફ.શ) થી મદદ મળી હોવાના અસંખ્ય ઉદાહરણો મૌજુદ છે જે સ્પષ્ટપણે ગૈબતથી ઈમામ મહદી (અ.ત.ફ.શ) થી લોકો સીધો ફાયદો અને ફઝલ મેળવવાને સ્પષ્ટ કરે છે.
- શિર્ક અને બે-દીનીથી બચાવ
“જ્યારે ઇમામ લોકોથી ગયબતમાં હોય ત્યારે પણ તેમના પર ઈમાન લાવવું અને તેમની બયઅત કરવી, જેહાલત અને દીનથી દૂર થવાથી બચાવે છે અને તે વ્યક્તિના ઇમાનની હિફાઝત કરે છે.”
આ બાબતે ઘણી બધી હદીસો મૌજુદ છે જેના લખાણ અને તેની ભરોસાપાત્રતા અને તેના વિષય બાબતે ઇસ્લામના બન્ને ફિરકાઓ તસ્લીમ કરે છે અને તેને સ્વીકારે છે, આ હદીસો સાબિત કરે છે કે કયામતના દિવસ સુધી દરેક ઝમાનામાં(યુગમાં) એક ઈમામનું અસ્તિત્વ હોવું અનિવાર્ય અને જરૂરી છે જેમની ઇતાઅતથી ઈમાન સલામત રહે છે અને મુસલમાન દિનથી દૂર થવાથી બચે છે અને નીફાકથી બચે છે.
રસુલેખુદા (સ.અ.વ)એ એક મશહૂર અને માંઅરુફ રીવાયતમાં ફરમાવ્યું છે:
مَنْ مَاتَ وَ لَمْ يَعْرِفْ اِمَامَ زَمَانِهٖ مَاتَ مِيْتَةً جَاهِلِيَّة
જે શખ્સ પોતાના ઝમાંનાના ઈમામની માઅરેફત વગર ગુજરી જાય તે જાહેલિયતની મૌત મરે છે.
(એટલે કે કુફ્રની હાલતમાં મરે છે.)
- સહીહ મુસ્લિમ હ. 1851
- મુસ્નદે અહેમદ હ. 16434
- મુસ્નદે અબી દાઉદ અલ અયાલિસી પા. 259
- મૌજમ એ કબીર હ.910
- શર્હે મકાસિદ ભાગ 4, પાનું 239
- શર્હ અલ્ ફિકહ અલ અકબર પાનું 179
આ હદીસ અલગ અંદાઝમાં આ રીતે પણ બયાન થઈ છે:
مَنْ مَاتَ وَ لَيْسَ لَهٗ اِمَامٌ مَاتَ مِيْتَةً جَاهِلِيَّة
જે કોઈપણ ઈમામ વગર ગુજરી જાય (મરી જાય)તે જાહેલીય્ય્તની મૌતે મરે છે
સહીહ ઈબ્ને હબ્બાન હદીસ નં ૪૫૭૩
ઈબ્ને હબ્બાનને અમુક લોકો બે સહીહ -બુખારી અને મુસ્લિમ-પછી સૌથી ભરોસાપાત્ર માનવામાં આવે છે.આ હદીસો જાહેર ઇમામ અને પરદામાં (ગૈબતમાં)રહેલા ઇમામ વચ્ચે કોઈ ફરક કરતી નથી. અર્થાત, ચાહે ઇમામ જાહેરમાં હોય કે, ગૈબતમાં પરંતુ મુસલમાનો માટે જરૂરી છે કે દરેક ઝમાનામાં તેની ઇતાઅત કરે જેથી પોતાના ઇમાનને કુફ્ર અને બેદીનીથી બચાવી શકે.
આથી શંકાકરનારાઓ માટે ગાએબ ઈમામથી એક મહત્વનો ફાયદો એ છે કે તેઓ પોતાના અનુયાયીઓને ઇસ્લામ પૂર્વેના જાહેલીય્યતના ઝમાનાની નાસ્તિકતાથી બચાવે.
- મુસ્લિમ ઉમ્મત ઇલાહી અઝાબથી બચે છે
જ્યાં સુધી પયગંબર મોહમ્મદ (સ.અ.વ.)અને તેમના વંશજોમાંથી કોઈપણ એક માસુમ હુજ્જત (અલ્લાહ તરફથી નિયુક્ત ઈમામ) મુસ્લિમ ઉમ્મતમાં હાજર છે, ત્યાં સુધી મુસ્લિમો એવા ઇલાહી અઝાબથી સુરક્ષિત રહે છે, જે નૂહ, મૂસા અને ઈસા (અલૈહિમુસ્સલામ) જેવી અગાઉની કૌમો પર અઝાબ આવી ચૂક્યો હતો.
રાવીએ ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ને પૂછ્યું: પયગંબર (સ.અ.વ.) અથવા ઈમામની જરૂર શેના માટે હોય છે?
ઇમામ (અ.સ.) એ જવાબ આપ્યો: દુનિયાને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવા માટે, કારણ કે જ્યાં સુધી પયગંબર (સ.અ.વ.) અથવા ઈમામ હાજર છે, ત્યાં સુધી અલ્લાહે પૃથ્વી પર અઝાબ ઉતારવાનું રોકી દીધું છે. જેમ કે અલ્લાહ પવિત્ર કુરઆનમાં ફરમાવે છે :
وَ ما كانَ اللَّهُ لِيُعَذِّبَهُمْ وَ أَنْتَ فِيهِم
અને અલ્લાહ તેમને અઝાબ નહીં કરે જયાં સુધી તું તેમના વચ્ચે હાજર છે.
(સૂરહ અન્ફાલ (8): 33)
અને પયગંબર (સ.અ.વ.)એ ઈર્શાદ ફરમાવ્યું:
જે રીતે સિતારાઓ આસ્માન અને તેના રહેવાસીઓ માટે અમાન છે તેવી રીતે મારી એહલેબેત(અ.મુ.સ) ધરતી અને તેના રહેવાસીઓ માટે અમાન છે જેથી જ્યારે તારાઓ અદૃશ્ય થાય છે ત્યારે આકાશના રહેવાસીઓ પર એવું કંઈક આવે છે જે તેમને નાપસંદ હોય છે; અને જ્યારે મારા અહેલેબૈત (અ.મુ.સ.) વિદાય લે છે, ત્યારે ધરતીના રહેવાસીઓ પર એવું આવે છે જે તેમને નાપસંદ હોય છે.
– બેહારૂલ-અનવાર, ભાગ 23, પાના 19
સ્પષ્ટ છે કે ઈમામ પર ઈમાન રાખવું ચાહે તે ગાએબ હોય કે જાહેર અનેક ફાયદાઓ પહોચાડે છે, જેમ કે અલ્લાહની રહેમત, ફઝલ અને માર્ગદર્શન. આ ફાયદાઓ એટલા બધા છે કે ફક્ત મુસ્લિમોને જ નહીં, પણ ઈમામોમાં ઈમાન ન ધરાવનારા લોકો સુધી પણ પહોંચે છે. ખાસ કરીને મુસ્લિમો માટે, ગાએબ ઈમામમાં પણ ઈમાન રાખવું તેમને જાહિલીયતની શિર્કની માન્યતાથી અને ઇલાહી અઝાબથી બચાવે છે.
Be the first to comment