શું દુશ્મને ખુદાથી તબર્રા વાજીબ છે?

વાંચવાનો સમય: 2 મિનિટ

એહલેશિયા એ બાબત ઉપર એકમત સાથે અકીદો ધરાવે છે કે વિલાયતે એહલેબેત(અ.મુ.સ)ને કબુલ કર્યા વગર કોઈનું ઈમાન લાવવું અથવા તો કોઈ નેક અમલને અંજામ આપવું કોઈ ફાયદો પોહચાડતું નથી આ બાબત માટે એહલેબેતે અત્હાર(અ.મુ.સ.) તરફથી ઘણી બધી હદીસો નકલ થઈ છે (તે હદીસોનો અહી ઝીક્ર કરવો મુનાસીબ નથી )આ વિષયમાં આમારો હેતુ તવલ્લા બાબતે નહિ પરંતુ તબર્રાના મહત્વ ઉપર ચર્ચા કરવાનો છે. અમુક લોકોના માનવા પ્રમાણે તબર્રાનું મહત્વ તવલ્લા કરતા થોડું ઓછુ છે. થોડા લોકોનો તો એવો વિચાર પણ છે કે તબર્રા વાજીબ જ નથી. તેઓના કેહવા મુજબ કે તવલ્લાથી નજાતની ઝમાનત હાસિલ છે તો તબર્રા એટલે કે દુશ્મને એહલેબેતથી નફરત વ્યક્ત કરવાની શા માટે ઝરૂરત છે? તેમના પ્રશ્નમાં તેમના દિલની સાદગી રહેલી હોવા છતાં તેમની નિય્યત પર શંકા થઈ શકે છે. હવે આવો આ સવાલના જવાબની તરફ નજર કરીએ કે તબર્રા વાજીબ છે કે નથી?

જવાબ:

શિયાઓના બુઝુર્ગ હદીસવેતા શેખ સદુક(ર.અ.)એ આ સવાલનો જવાબ આ રીતે આપ્યો છે :

اعتقادنا فی البراة انھا واجبة- આપણો (એટલે કે શિયાઓનો) અકીદો છે કે તબર્રા વાજીબ છે.

આ ભાગમાં આ સવાલનો જવાબ ઈમામે જાફરે સાદિક (અ.સ)ના આ વાક્યોથી તારવી શકાય છે આપ(અ.સ.) એ દિને ખુદાના દુશ્મનો અને દુશ્મને ખુદાના દોસ્તોથી બરાઅત અને નફરતને વાજીબ કરાર દીધી છે ઈમામ (અ.સ.)ફરમાવે છે :

“من خالف دين الله، وتولى أعداء الله، أو عادى أولياء الله، فالبراءة منه واجبة، كائنا من كان، من أي قبيلة كان”۔

તરજુમો: જે દિને ખુદાનો વિરોધ  કરે અને દુશ્મને ખુદાથી દોસ્તી કરે અથવા ખુદાના દોસ્તોથી દુશ્મની કરે તો તેનાથી બરાઅત અને નફરત વાજીબ છે ભલે તે શખ્સ કોઈ પણ કેમ ન હોય અને કોઈ પણ કબીલાથી સંબંધ ધરાવતો કેમ ન હોય

(અલ એઅતેકાદતો ફી દીનીલ ઈમામીય્યાહ પાનાં.૧૧૧)

ઉપરોક્ત હદીસમાં તબર્રાની સાથે સાથે એ વાત પણ સ્પષ્ટપણે જણાવી છે કે ક્યાં લોકો સાથે તબર્રા વાજીબ છે જે કોઈ પણ શખ્સના અમલ અથવા અકીદામાં ઉપરોક્ત હદીસ મુજબની બાબત મૌજુદ  હોય તો તેનાથી તબર્રા વાજીબ છે ભલે પછી તે શખ્સ કોઈ પણ હોય .

 

આટલુજ નહિ આ વાતની પણ તાકીદ કરી છે કે તબર્રા વગર કોઈ અકીદો સંપૂર્ણ નથી થઈ શકતો.  અલ્લામા મજલીસી(ર.અ.)એ આ બારામાં નકલ કર્યું છે કે

لا يتم الإقرار بالله وبرسوله وبالأئمة إلا بالبراءة من أعدائهم

દુશ્મને એહલેબેત(અ.મુ.સ.)થી બરાઅત કર્યા વગર કોઈનું પણ તોહીદ,નબુવ્વત અને ઇમામતનો અકીદો સંપૂર્ણ નથી થઈ શકતો .

(બેહારુલ અનવાર ભાગ-૮ પાના.૩૬૬)

સારાંશ એ છે કે અગર કોઈના દિલમાં દુશ્મને એહલેબેત(અ.મુ.સ.)ના માટે નફરત નથી અને તે જીભ અને અમલ વડે  ઈઝહાર નથી કરતો તો તેના બધા પાયાના અકાએદ ઉપર ઈમાન લાવવું પુરતું નથી. આથી ન માત્ર એટલું કે તબર્રા વાજીબ છે પરંતુ બીજા પાયાના અકાએદની સલામતી અને સંપૂર્ણતાના માટે એહલેબેત(અ.મુ.સ.)ના દુશમનોથી નફરત જરૂરી છે .

Be the first to comment

Leave a Reply