
હઝરત સરવરે કાએનાતે ખુદના હુકમ અને કુરઆનની આયત – فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ ‘કરાબતદારોને તેમનો હક આપવો ઉ૫ર અમલ કરીને ફાતેમા ઝહરા(સ.અ.)ને બાગે ફદક આપ્યો હતો બાગેફદકની દેખરેખ ફાતેમા ઝહેરા(સ.અ.)ના ખાદીમો દ્વારા કરવામાં આવતી હતી અને તેની નીપજ ઉ૫ર હક ફકત જ.ઝેહરા(સ.અ.)નો હતો. આ૫ (સ.અ.)આ બાગનો બધો માલ તથા તેમાંથી થતો નફો મુસલમાનોમાં ગરીબો અને ફકીરો ઉ૫ર ખર્ચ કરતાં હતાં. રસુલે ખુદા(સ.અ.વ.)ની આંખો બંધ થતા મુસલમાનોના પ્રથમ ખલીફાએ આ બાગને તેની પાસેથી આંચકી (છીનવી) લીધો. જયારે જ.સીદીકા તાહેરા પોતાનો હક લેવા ગયા તો ત્યારે પ્રથમ ખલીફાએ તેમને ગવાહો (સાક્ષીઓ) રજુ કરવા કહયું.
કિતાબ નાસેખુંત્તવારીખ પેજ નં – ૧૨૪ ઉ૫ર લખેલુ છે (નોંઘેલું) છે. જયારે જ.સૈયદા (સ.અ.) જયારે મસ્જીદમાંથી ખાલી હાથે પાછા ફર્યા અને અને તેમનાથી ગવાહી(સાક્ષી) માંગવામાં આવી તો આપ (સ.અ.) એ આ વાત પોતાના શૌહર હ.અલી(અ.સ.)ને કહી અને મુહાજેરીન અને અન્સારની હાજરીમાં હ.અલી (અ.સ)એ પ્રથમ ખલીફાને સવાલ કર્યો. તમે ફદક પર કેમ કબ્જો કરી લીધો? શા માટે તેને હડપી લીધો?
પ્રથમ ખલીફાએ કહયું તે મુસલમાનોનો ભાગ (હિસ્સો) છે. અગર ફાતેમા (સ.અ.) સાક્ષીઓ (ગવાહો) લાવશે તો તેને પાછો સોંપી દેવામાં આવશે.
હ.અલી(અ.સ.) : શું તમે ખુદાની વિરૂધ્ધ ફેંસલો (નિર્ણય) કરશો ?
પ્રથમ ખલીફા : બીલ્કુલ નહી.
હ.અલી (અ.સ.) : અગર કોઇ વસ્તુ મુસલમાન પાસે હોય અને હું તેના વિશે દાવો કરૂં તો તમે કોની પાસેથી ગવાહ(સાક્ષી) માંગશો ?
પ્રથમ ખલીફા: તમારાથી, અય અલી(અ.સ.)
હ.અલી (અ.સ.): તો ૫છી તમે ફાતેમા (સ.અ.) પાસેથી ગવાહ (સાક્ષી) કેમ માંગી રહ્યા છો? ફદક તો પયગમ્બર(સ.અ.વ)ની જીંદગીમાં જ જ.ફાતેમા (સ.અ.)ની પાસે છે.
પ્રથમ ખલીફા પાસે કોઈ જવાબ ન હતો અને તે ચુ૫ થઇ ગયા તેના દોસ્ત ઉમરે વિષય બદલતા કહયું: અય અલી વાતને ના વધારો, અગર તમારી પાસે કોઇ ગવાહ(સાક્ષી) હોય તો લાવો, નહી તો ફદક મુસલામનોનો હક છે.
હ. અલી (અ.સ.): એ વાતની બીલકુલ ૫રવા ન કરતાં પ્રથમ ખલીફાને ફરીથી સવાલ કર્યો : તમે કુરઆન પઢયું છે ?
પ્રથમ ખલીફા : હા
હ. અલી (અ.સ.): તો મને કહો કે આ આયતે તત્હીર કોની શાનમાં નાઝીલ થઇ છે ?
પ્રથમ ખલીફા : તમારા લોકોની શાનમાં નાઝીલ થઇ છે.
હ.અલી (અ.સ.) : અગર કોઇ ગવાહ ફાતેમા (સ.અ.)ના બારામાં બુરાઇની ગવાહી આપે અને તેમના પર તોહમત લગાવે તો તમે શું કરશો?
પ્રથમ ખલીફા : હું બીજી ઔરતોની જેમ તેમના પર હદ જારી કરીશ.
હ. અલી (અ.સ.) : અગર જો તમે આવું કરશો તો તમે કાફીર બની જશો.
પ્રથમ ખલીફા : કેવી રીતે ? આ તમે કેવી રીતે કહી શકો છો ?
હ. અલી (અ.સ.) : કારણ કે તમે તેમના વિશે ખુદાની ગવાહીને ન સ્વીકારી અને લોકોની ગવાહી કબુલ કરી લીધી.
ફદકના બનાવમાં ૫ણ તમે આમ જ કર્યુ છે કે તેમાં તમે ખુદા અને રસુલની ગવાહીનો સ્વીકાર ન કર્યો બલ્કે તેને રદ્દ કરી, અને એક બદદુ અને ગુનાહ કરવાવાળા અરબની ગવાહીને સ્વીકારી અને એ કારણ પણ છે કે તમે અલ્લાહના રસુલ(સ.અ.વ.)ના ઉસુલોને પામાલ (ઉલ્લંઘન) કર્યા.
આ સમયે મુહાજેરીન અને અન્સારના એક ગ્રૃપે ગીર્યા (રડવા) કરવાનું શરૂં કર્યું અને કહયું ખુદાની કસમ હ.અલી(અ.સ.) સાચું કહી રહ્યા છે.
Be the first to comment