રસુલુલ્લાહ (સ.અ.વ.)નું જનાબે અબુ તાલિબ (અ.સ.) સાથે લાગણી આપના ઈમાન અને ઇસ્લામની દલીલ છે

વાંચવાનો સમય: < 1 મિનિટ

જનાબે અબુ તાલિબ (અ.સ.)ની ઇસ્લામની રાહમાં સતત ખિદમત અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની દીફા કરવા છતા વિરોધીઓ તેમને મુસલમાન નથી માનતા.

અગર વિરોધીઓએ ફકત પવિત્ર કુરઆન તથા કાકા અને ભત્રીજા દરમિયાન મોહબ્બત અને લાગણીની ભાવના તરફ ધ્યાન આપ્યું હોત તો તેઓ ક્યારેય પણ જનાબે અબુ તાલિબ (અ.સ.)ના ઈમાન અને ઇસ્લામમાં શક ન કરત. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની જનાબે અબુ તાલિબ (અ.સ.) માટે મોહબ્બત પ્રખ્યાત અને જાણીતી છે. અગર જનાબે અબુ તાલિબ (અ.સ.) કાફિર હતા (નઉઝોબીલ્લાહ) તો પછી રસુલ (સ.અ.વ.) માટે તેમનાથી મોહબ્બત કરવી જાએઝ ન હતી જેવી રીતે કે અલ્લાહ કહે છે:

‘જે લોકો અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે તેમને તું એવા લોકો સાથે દોસ્તી રાખતા નહિં જૂએ કે જેમણે અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરી હોય, પછી ભલે તેઓ તેમના બાપદાદા હોય અથવા તેમની ઔલાદ હોય અથવા તેમના ભાઇઓ હોય અથવા તેમના સગા સંબંધીઓ હોય…’

(સુરએ મુજાદેલહ (૫૮):૨૨)

  • શર્હે નહજુલ બલાગાહ, ભા. ૧૪, પા. ૬૯-૭૦
  • મિરઅતુલ ઓકુલ, ભા. ૨૬, પા. ૩૭૧
  • બેહારૂલ અન્વાર , ભા. ૩૫, પા. ૧૫૭

વિરોધીઓ પવિત્ર કુરઆન અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નત એટેલે કે આપના કાકા પ્રત્યે આપની મોહબ્બતને નકારવાની કીમતે જેટલી ચાહે તે હઝરત અબુ તાલિબ (અ.સ.)ના ઉપર તોહમત લગાવી શકે છે  (એટલેકે તેઓ કુરઆન અને સુન્ન્તને તેઓ નકારી રહ્યા છે.)

Be the first to comment

Leave a Reply