
અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતનો દિવસ ઈસ્લામી દુન્યામાં ખુબજ સખ્ત મુસીબતનો દિવસ છે. આ એ એવો દર્દનાક બનાવ હતો જેણે ઈસ્લામમાં એવી ખોટ ઉભરી આવી કે જે ક્યારેય ભરાશે નહીં.આ એવી મુસીબત હતી જેણે પહેલાથી છેલ્લા સુધી બધાને દુઃખી કર્યા.જયારે કે આ બનાવ રસુલુલ્લાહ(સ.અ.)ની વફાત પછી બન્યો પરતું તેની ખબરે આપ હઝરત(સ.)ને એટલા દુઃખી કર્યા કે આપ(સ.) તેના ઉપર ખુબજ રુદન કર્યું .
રસુલુલ્લાહ(સ.અ.વ.)એ ઘણા બધા પ્રસંગો ઉપર અલી(અ.સ.)ને શહાદતની ખબર આપી. જયારે જંગે ખંદકમાં અમ્ર ઈબ્ને અબ્દવદે ઈમામને ઝખ્મી કર્યા. રસુલુલ્લાહ(સ.અ.વ.)એ આપના કપાળ(પેશાની)ને બાંધી અને ફરમાવ્યું : એ સમયે હું ક્યાં હોઈશ કે જ્યારે તમારી દાઢી લોહીથી રંગાયેલી હશે
(મનાકીબ , ભાગ-૨ પાનાં.૬૧)
ઓહદની જંગમાં, આપ(અ.સ.)ના શરીર પર સિત્તેર ઝખ્મ લાગ્યા હતા. ઈમામ અલી(અ.સ.)એ આજ ઝખ્મી હાલતમાં ૨૫ વર્ષની વયે રસુલે ખુદા(સ.)ને કહ્યું: હમઝા અને બીજા લોકો શહીદ થઈ ગયા પણ મને શહાદત નસીબ ન થઈ. એ સમયે રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું: અલી તમે પણ શહીદ થશો પરતું તમે શહાદત ઉપર કેવી રીતે સબ્ર કરશો?….
એક બીજી રિવાયતમાં ખુદ અમીરુલ મોઅમેનીન(અ.સ.) ફરમાવે છે કે સરવરે કાએનાત (સ.અ.વ.) માહે રમઝાનની ફઝીલત બ્યાન કરતા કરતા રડવા લાગ્યા. જયારે મોંલા અલી(અ.)એ આપ હઝરત(સ.)ને રોવાનું કારણ પૂછ્યું તો આપ(અ.)એ ફરમાવ્યું:
يَا عَلِيُّ أَبْكِي لِمَا يُسْتَحَلُّ مِنْكَ فِي هَذَا الشَّهْرِ كَأَنِّي بِكَ وَ أَنْتَ تُصَلِّي لِرَبِّكَ وَ قَدِ انْبَعَثَ أَشْقَى الْأَوَّلِينَ وَ الْآخِرِينَ شَقِيقُ عَاقِرِ نَاقَةِ ثَمُودَ فَضَرَبَكَ ضَرْبَةً عَلَى قَرْنِكَ فَخَضَبَ مِنْهَا لِحْيَتَكَ قَالَ أَمِيرُ الْمُؤْمِنِينَ ع فَقُلْتُ يَا رَسُولَ اللَّهِ وَ ذَلِكَ فِي سَلَامَةٍ مِنْ دِينِي فَقَالَ ص فِي سَلَامَةٍ مِنْ دِينِكَ ثُمَّ قَالَ ص يَا عَلِيُّ مَنْ قَتَلَكَ فَقَدْ قَتَلَنِي وَ مَنْ أَبْغَضَكَ فَقَدْ أَبْغَضَنِي وَ مَنْ سَبَّكَ فَقَدْ سَبَّنِي لِأَنَّكَ مِنِّي كَنَفْسِي رُوحُكَ مِنْ رُوحِي وَ طِينَتُكَ مِنْ طِينَتِي إِنَّ اللَّهَ تَبَارَكَ وَ تَعَالَى خَلَقَنِي وَ إِيَّاكَ وَ اصْطَفَانِي وَ إِيَّاكَ وَ اخْتَارَنِي لِلنُّبُوَّةِ وَ اخْتَارَكَ لِلْإِمَامَةِ فَمَنْ أَنْكَرَ إِمَامَتَكَ فَقَدْ أَنْكَرَ نُبُوَّتِي….
અય અલી(અ.)! “હું એ વાત ઉપર રડી રહ્યો છું કારણ કે આ મહિનામાં તમારા પર એક એવો સમય આવશે જ્યારે તમે નમાઝમાં હશો અને પ્રથમથી લઈને આખર સુધીમાંનો સૌથી શકી(ખરાબ) વ્યક્તિ તમારા માથા પર ઝરબત મારશે.”
અમીરુલ મોઅમેનીન(અ.)એ સવાલ કર્યો: અય રસુલુલ્લાહ(સ.) શું એ સમયે મારો દિન સલામત હશે?
આપ હઝરત(સ.)એ જવાબ આપ્યો: હા, તમારો દિન સલામત હશે. આપે આગળ ફરમાવ્યું: અય અલી(અ.)! જેણે તમને કત્લ કર્યા તેણે મને કત્લ કર્યો.જેણે તમારાથી બુગ્ઝ(નફરત) કરી તેણે મારાથી નફરત કરી.જેણે તમને ગાળો આપી તેણે મને ગાળો આપી કારણ કે તમારી મારી સાથે એવી નિસ્બત છે જેવી કે તમારી રૂહને મારી રૂહથી નિસ્બત છે એટલે કે તમારી રૂહ મારી રૂહ છે અને તમારી તીનત મારી તીનત છે યકીનન અલ્લાહે તમને અને મને (એક સાથે) પેદા કર્યા પછી તમને ઈમામત માટે ચુંટી લીધા જેવી રીતે મને નબુવ્વત માટે ચુંટ્યા છે. બસ જેણે તમારી ઈમામતનો ઈન્કાર કર્યો એણે મારી નબુવ્વતનો પણ ઈનકાર કર્યો છે.
(બેહારુલ અન્વાર ભગ-૪૨ પેજ- ૧૯૨)
આજ રમઝાનુલ મુબારકની સવારમાં જયારે અમીરુલ મોઅમેનીન(અ.)ને ઈબ્ને મુલ્જીમએ ઝરબત મારી તો તેણે ફક્ત મોલાએ કાએનાત(અ.)ને ઝખ્મી નથી કર્યા પરતું તેણે ખુદ રસુલે ખુદા(સ.)ને ઝખ્મી કર્યા હતા.એજ સમય હતો જયારે આસમાનમાં નિદા દેવાવાળાએ નિદા આપી
“ان تَہَدّمَت و اَللہ اَرکان الہُدیٰ”
ખુદાની કસમ અરકાને હિદાયતને તોડવામાં આવ્યા.
اللہم العن قتلة امیر الموءمنین علیہ السلام
Be the first to comment