એહલે સુન્નતની કિતાબોમાં રસુલુલ્લાહ(સ.અ.વ.)ની શહાદતનો ઉલ્લેખ

વાંચવાનો સમય: 4 મિનિટ

ઘણા બધા મુસલમાનો એવું સમજે છે કે આપ હઝરત (સ.અ.વ.)ની રહેલત એક બીમારીના કારણે થઇ હતી. જયારે કે હકીકત આથી તદ્દન વિરૂઘ્ઘ છે. આ ખોટી સમજણ પ્રખ્યાત હોવાનું કારણ મુસલમાન ઝાકીરો, ઓલમાંઓ અને ખતીબો છે. કદાચ આપ હઝરત (સ.અ.વ.)ની રહેલત બીમારીના કારણે થઇ હોવાનું બયાન કરવું તેઓ માટે આસાન છે. કારણ કે અગર એવું બયાન કરવામાં આવ આપ(સ.અ.વ.)ને ઝહેર આ૫વામાં આવ્યું હતું તો ઘણાબધા સવાલો ઉભા થઇ શકે જેના જવાબો આ૫વા તેઓ માટે ઘણા મુશ્કલ થઇ શકે. જેમકે કોણે ઝહેર આપ્યું ? કયારે આપ્યું ? શા માટે ઝહેર આપ્યું? વગેરે. આથી આ વિષય ટાળવો (ચુપ રહેવું) બહેતર છે.પછી તેઓની આ વાતને વધુ મજબુત બનાવવા માટે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની બીમારીના કારણે વફાત થઇ હતી. આ લોકો અલગ-અલગ રીતે સમજણ પેદા કરે છે. એટલું જ નહી બલ્કે આ વાતને શીયા તરફ ૫ણ નિસ્બત આપી દે છે અને ઇલઝામ લગાવે છે કે આ લોકો (શીયા) રસુલુલ્લાહ (સ.અ.વ)ની બીમારીની મૌતને કત્લનું નામ આપે છે.એ વાતી સાચી છે કે શીયા કિતાબોમાં આપ હઝરત(સ.અ.વ.)ની શહાદતનો ઉલ્લેખ થયો છે. પરંતુ શીયાઓમાં ૫ણ મોટાભાગના લોકો આ વાતથી નાવાકીફ છે.

આ લેખમાં અમો અમુક સુન્નીઓની ભરોસાપાત્ર કિતાબોના હવાલાઓ રજુ કરીશું જેમાં રસુલ્લુલાહ (સ.અ.વ.)ને ઝહેરથી શહીદ કરવાનો ઉલ્લેખ થયેલ છે.

એહલે સુન્નતના પ્રખ્યાત આલીમ અબુઅબ્દુલ્લાહ મોહમ્મદ બીન અબ્દુલ્લાહ હાકીમે નીશાપુરીએ પોતાની પ્રખ્યાત કિતાબ અલ મુસતદરકે સહીહૈનમાં વર્ણવે છે કે,

ثنا داود بن يزيد الأودي قال سمعت الشعبي يقول و الله لقد سم رسول الله صلي الله عليه و سلم و سم أبو بكر الصديق و قتل عمر بن الخطاب صبرا و قتل عثمان بن عفان صبرا و قتل علي بن أبي طالب صبرا و سم الحسن بن علي و قتل الحسين بن علي صبرا رضي الله عنهم فما نرجو بعدهم.

દાઉદબીન યઝીદ કહે છે કે મે શેઅબીથી સાંભળ્યું છે કે તેમણે કહયું કે, ખુદાની કસમ રસુલેખુદા(સ.અ.વ.) અને અબુબકરને ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા હતા અને ઉમર, ઉસ્માન અને અલી બીન અબી તાલીબ (અ.સ.)ને તલવાર વડે કત્લ કરવામાં આવ્યા, જયારે કે હસન(અ.સ.)ને ૫ણ ઝહેર આપીને અને હુસૈન(અ.સ.)ને તલવાર વડે કત્લ કરવામાં આવ્યાં હતા.’

(અલ મુસ્તદરકે અલસહીહૈન ભાગ-૩ પાના નં. ૬૨ હદીસ નં. ૪૩૯૫)

આ કિતાબમાં એક બીજી રિવાયતમાં નોંધાએલું છે કે:

ثنا السري بن إسماعيل عن الشعبي أنه قال ماذا يتوقع من هذه الدنيا الدنية و قد سم رسول الله صلي الله عليه و سلم و سم أبو بكر الصديق و قتل عمر بن الخطاب حتف أنفه و كذلك قتل عثمان و علي و سم الحسن و قتل الحسين حتف أنفه.

સુરી બીન ઇસ્માઇલે શેઅબીથી નોંધ કરી છે કે તેણે કહયું છે કે : આ ૫સ્ત દુનિયાથી શું ઉમ્મીદ લગાવી શકાય, કારણ કે રસુલે ખુદા (સ.અ.વ.) અને અબુબક્રને ઝેર આપી શહીદ કરવામાં આવ્યા. તથા ઉમર, ઉસ્માન અને અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)ને કત્લ કરવામાં આવ્યા જયારે કે હસન ઇબ્ને અલી(અ.સ.)ને ૫ણ ઝેહર આપવામાં આવ્યું અને હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ને અચાનક કત્લ કરવામાં આવ્યા.’

(અલ મુસ્તદરકે અલસ સહીહૈન ભાગ-૩ પાના નં. ૬૭ હદીસ નં. ૪૪૧૨)

ફકત એટલું જ નહી બલ્કે રસુલે અકરમ(સ.અ.વ.)ના અત્યંત માનનીય સહાબી કે જેમની ગણત્રી કર્રામાં ૫ણ થાય છે. તેવા જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ તો એ બાબતની ગવાહી માટે કસમ ખાવા તૈયાર છે કે આં હઝરત(સ.અ.વ.) ઝેહરથી શહીદ થયા છે.

એહલે સુન્નતના ઘણાબધા બુઝુર્ગોએ આ બાબતે અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદથી નોંઘ્યુ છે કે :

حدثنا عبد اللَّهِ حدثني أبي ثنا عبد الرَّزَّاقِ ثنا سُفْيَانُ عَنِ الأَعْمَشِ عن عبد اللَّهِ بن مُرَّةَ عن أبي الأَحْوَصِ عن عبد اللَّهِ قال لأَنْ أَحْلِفَ تِسْعاً ان رَسُولَ اللَّهِ صلي الله عليه و سلم قُتِلَ قَتْلاً أَحَبُّ الي من أَنْ أَحْلِفَ وَاحِدَةً انه لم يُقْتَلْ وَ ذَلِكَ بِأَنَّ اللَّهَ جَعَلَهُ نَبِيًّا وَ اتَّخَذَهُ شَهِيداً.

અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદથી રિવાયત નોંધાએલી છે કે તેઓએ કહયું છે કે : અગર હું નવ વખત કસમ ખાઉં કે રસુલે અકરમ(સ.અ.વ.)ને શહીદ કરવામાં આવ્યા છે તો તે વાત મારી નજીક વધુ ૫સંદનીય છે તેના કરતા કે હું એક વખત કસમ ખાઉં કે રસુલે ખુદા(સ.અ.વ.)ને કત્લ કરવામાં નથી આવ્યા. કારણ કે ખુદાવંદે આલમે તેમને પયગમ્બર અને શહીદ કહયા છે.

  • અસ સનઆની, અબુબક્ર અબ્દુર રઝાક બિન હમ્મામ ભાગ-૫ પાના નં. ૨૬૯ હદીસ નં. ૯૫૭૧
  • અઝ ઝહરી, મોહમ્મદ બિન સઅદ બીન મોનીઅ અબુ અબ્દીલ્લાહ અલ બસરી, અત તબકાતુલ કુબ્રા ,
  • અશ શયબાની, અબુ અબ્દીલ્લાહ એહમદ બિન હમ્બલ, મુસ્નદે એહમદ બિન હમ્બલ ભાગ-૧ પાના નં. ૪૦૮ હદીસ નં. ૩૮૭૩, ભાગ-૧ પાના નં. ૪૩૪ હદીસ નં. ૪૧૩૯,
  • ઇબ્ને કસીર દમીશ્કી, અબુલ ફીદાઅ ઇસ્માઇલ બીન ઉમર અલ કરશી, અલ બેદાયા વન નેહાયા ભાગ-૫, પાના નં. ૨૨૭, ભાગ-૪ પાના નં. ૪૪૯

જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદની ઉ૫રોકત રિવાયતને એહલે સુન્નતના મોટા મોટા હદીસવેતાઓએ પોતાની કિતાબોમાં નોંધી છે તેઓના મોહદેસીન અને ઇલ્મે રેજાલના નિષ્ણાંતોએ આ હદીસને મુસ્તનદ અને ભરોસાપત્ર ગણી છે તેનાથી એ તો સ્પષ્ટ થાય છે કે રસુલે અકરમ (સ.અ.વ.)ના નજીકના સહાબીઓ આ૫ (સ.અ.વ.)ની રહેલતને ‘ઝેર વડે થયેલ શહાદત’ ગણે છે. ઉ૫રોકત રિવાયતોથી બે બાબતો જાણવા મળે છે

૧- તે ઝમાનામાં ૫ણ એ કોશીશો કરવામાં આવી રહી હતી કે તે વાતને છુપાવી દેવામાં આવે છે. કે આં હઝરત (સ.અ.વ.)ની શહાદત ઝેરથી થઇ છે. જનાબે અબ્દુલ્લાહ બીન મસ્ઉદ જેવા જલીલુલ કદ્ર સહાબી તે વાત ની ગવાહી ઉપર કસમ ખાવુ તેની તરફ ઇશારો કરે છે કે શરૂઆતથી જ એવી જબરદસ્ત કોશીશો કરવામાં આવી રહી હતી કે તે વાતને છુપાવી દેવામાં આવે કે આં હઝરત (સ.અ.વ.)ને ઝેર વડે શહીદ કરવામાં આવ્યા છે.

૨- તેમના દ્રારા નવ વખત કસમ ખાવાની વાતનું કહેવું દર્શાવે છે કે તે કોઇ સામાન્ય બાબત નથી. કદાચ તે ઝમાનાની હુકુમતને તે રાઝના ખુલી જવાથી કોઇ મોટો ખતરો હશે. તેમજ એ ૫ણ શકય છે કે તે ઝમાનાની હુકુમતના લોકો તે લોકોને ઉઘાડા પાડવા નહી માંગતા હોય કે જેઓ આં હઝરત (સ.અ.વ.)ની શહાદતના જવાબદાર હતાં.

હવે એ તમામ મુસલમાનોની જવાબદારી છે કે, હબીબે ખુદા, સરવરે કાએનાત, હઝરત મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.)ના કાતીલોની તપાસ કરે. આશ્ચર્યની વાત એ છે કે તે ઉમ્મત રસુલે અકરમ(સ.અ.વ)ની શાનમાં નાની એવી ગુસ્તાખી અથવા તેમની તૌહીન બરદાસ્ત નથી કરી તે ઉમ્મત આ૫ (સ.અ.વ.)ના કત્લની સાજીશ ઉ૫ર મૌન કેમ છે ? તેનાથી ૫ણ વધારે આશ્ચર્ય તો એ છે કે જે મુસ્લીમ ઉમ્મત ત્રીજા ખલીફા ઉસ્માનના કાતીલને સજા અપાવવા માટે પોતાના ખલીફા અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) સાથે તો જંગ લડે છે પરંતુ રસુલે અકરમ(સ.અ.વ.)ના કાતીલોના સંબંધમાં મૌન કેમ છે ??

આ લેખનો હેતુ ફકત એ છે કે એહલે સુન્નતની કિતાબોમાં માોજુદ રસુલે અકરમ (સ.અ.વ.)ની શહાદતની રિવાયતોને રજુ કરવામાં આવે તે રિવાયતોનો શીયા અકીદા સાથે સંપૂર્ણ૫ણે કોઇ સંબંધ કે સહમતી નથી.

Be the first to comment

Leave a Reply