ઉમ્મતમાં અમીરૂલ મોઅમેનીન(અ.સ) શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે

વાંચવાનો સમય: 3 મિનિટ

બન્ને ફીર્કાની હદીસો મુજબ બધા જ મુસલમાનોમાં અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે.

આ વિષયમાં એહલે તસન્નુન આલીમોને ત્યાં ઘણી બધી હદીસો નકલ કરવામાં આવી છે.

૧) અમીરૂલ મોઅમેનીન (અ.સ.) બયાન કરે છે:

એક વખત રસુલુલ્લાહ (સ.અ.વ.)એ મને યમન (ફેંસલો કરવા) મોકલ્યો હતો જયારે હું જવાન હતો. મેં કહ્યું: યા રસુલુલ્લાહ! તમે મને એ લોકો દરમિયાન મોકલી રહ્યા છો જે દરમિયાન ઘણા બધા મતભેદો અને મુશ્કેલીઓ છે (જે હલ કરવાની છે) અને હું ખુબ જ યુવાન છું!

આપ (સ.અ.વ.)એ મારી છાતી ઉપર આપનો હાથ રાખ્યો અને ફરમાવ્યું: બેશક! અલ્લાહ તમારા દિલનું માર્ગદર્શન કરશે અને તમારી ઝબાનને મક્કમ કરશે.

ત્યારબાદ, મેં ક્યારેય બે વ્યક્તિઓ દરમિયાન ફેંસલો કરવામાં શક નથી કર્યો.

  • મુસ્નદે એહમદ ઇબ્ને હમ્બલ, ભા. ૧, પા. ૮૮-૧૧૧ (એહલે તસન્નુન)
  • ખસાએસ, હદીસ નં. ૩૫, હદીસ નં. ૩૬, ૩૭ પણ જુઓ (એહલે તસન્નુન)
  • ફઝાએલુસ્સહાબા, ભા. ૨, પા. ૫૮૦ (એહલે તસન્નુન)

૨) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું:

બેશક! મારી ઉમ્મતમાં ફેંસલો કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) છે.

  • મુસ્તદરક અલસ્સહીહૈન, ભા. ૩, પા. ૧૩૫
  • ઝખાઐરૂલ ઉકબા, પા. ૮૩
  • અત્તબ્કાત, ભા. ૨, પા. ૩૩૮

૩) ઇબ્ને અબ્બાસ નકલ કરે છે:

ઉમર ઇબ્ને ખત્તાબે અમને કહ્યું: આપણામાંથી શ્રેષ્ઠ ફેંસલો કરનાર અલી (અ.સ.) છે…

  • અત્તબ્કાત, ભા. ૨, પા. ૩૩૯
  • મુસ્તદરક અલાસ્સહીહૈન, ભા. ૩, પા. ૩૦૫
  • મુસ્નદે એહમદ ઇબ્ને હમ્બલ, ભા. ૫, પા. ૧૧૩

૪) અબ્દુલ્લાહ નકલ કરે છે:

ઉમ્મતમાં ફેંસલાઓ કરવામાં અલી (અ.સ.) સૌથી વધારે જાણકાર હતા.

  • મુસ્તદરક અલસ્સહીહૈન, ભા. ૩, પા. ૧૩૫
  • અત્તબ્કાત, ભા. ૨, પા. ૩૩૯

૫) સઈદ ઇબ્ને મુસૈયબ નકલ કરે છે:

ઉમર આમ કહેતો હતો: અલ્લાહ અલી (અ.સ.)ની ગૈરહાજરીમાં મને ક્યારેય કોઈ મુસીબતમાં મુબ્તલા ન કરે.

  • ફઝાએલુસ્સહાબા, ભા. ૨, પા. ૬૪૭ (એહલે તસન્નુન)
  • અલ ઇસ્તીઆબ, ભા. ૨, પા. ૧, ૧૦૨ (એહલે તસન્નુન)

૬) અબ્દુલ્લાહ નકલ કરે છે:

અમે લોકો કહેતા : સમગ્ર મદીનામાં હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)થી બહેતર કોઈ ફેંસલો કરનાર નથી. (એહલે તસન્નુન)

આ વિષય (અલી અ.સ. શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે) હેઠળ હદીસો ઘણા બધા એહલે તસન્નુન આલીમોમના સમૂહો દ્વારા બયાન કરવામાં આવી છે.

તેઓમાંથી અમુક આ મુજબ છે:

૧) શવાહેદુત્તન્ઝીલ, ભા. ૨, પા. ૪૬૭

૨) સેયાર આલમ અલ નોબાલા, ભા. ૧૪, પા. ૨૦૯

૩) ફૈઝ અલ કબીર, ભા. ૫, પા. ૬૬૮

૪) તોહફા અલ અહવાઝી, ભા. ૧૦, પા. ૨૦૫

૫) ફત્હુલ બારી, ભા. ૧૦, પા. ૪૮૭

૬) શર્હે નહજુલ બલાગાહ, ભા. ૧, પા. ૧૮, ભા. ૭, પા. ૨૧૯

૭) કશ્ફુલ ખફા, ભા. ૧, પા. ૧૬૨

૮) તફ્સીરે કુરતુબ્બી, ભા. ૧૫, પા. ૧૬૨

૯) અલ ઉસુલ અસ્સીલાહ, પા. ૧૧૨

૧૦) અલ અખ્હામ, ભા. ૪, પા. ૨૩૭

૧૧) તારીખે દમિશ્ક, ભા. ૧૫, પા. ૩૦૦

૧૨) અલ જવહરતો ફી નસબે ઈમામ અલી (અ.સ.) વા આલેહી, પા. ૭૧

૧૩) તારીખે ઇબ્ને ખલ્દુન, ભા. ૧, પા. ૧૯૭

૧૪) જવાહીર અલ મતાલીબ, ભા. ૧, પા. ૭૬

૧૫) અલ ગદીર, ભા. ૩, પા. ૯૫, અલ ઇસ્તેઆબ, ભા. ૩, પા. ૨૩૫ થી નકલ કરતા

૧૬) મતાલીબ અલ સોઅલ, પા. ૨૩, તમીઝ અલ તૈય્યબ મીન ખબીસ, પા. ૨૫

…અને ઈમામ સાદિક (અ.સ.)ના સહાબી સઈદ બિન અબી ખુઝૈબ નકલ કરે છે કે હું અને ઇબ્ને અબી લય્લા મદીનામાં દાખલ થયા અને મસ્જીદે નબવીમાં ગયા. જયારે ઈમામ સાદિક (અ.સ.) તશરીફ લાવ્યા ત્યારે અમે આપ (અ.સ.)ની ખિદમત હાજર થયા અને ઈમામ (અ.સ.)એ મારા અને મારા કુટુંબના હાલ અહેવાલ પૂછ્યા. પછી આપ (અ.સ.)એ મારા સાથી મુસાફર ઇબ્ને અબી લય્લાના હાલ અહેવાલ પૂછ્યા.

મેં ઈમામ (અ.સ.)ને કહ્યું: તે ઇબ્ને અબી લય્લા છે, મુસલમાનોના ફેંસલા કરનાર. ઈમામ (અ.સ.)એ તેમને પૂછ્યું: શું તમે કોઈની મિલકત લઇને બીજાને આપી છે અથવા તમે પતિ-પત્નીમાં તલાક કરાવી છે અને આમાં તમે કોઈથી ડરતા હતા?

તેણે કહ્યું: હા.

ઈમામ (અ.સ.)એ સવાલ કર્યો: તમે શેના વડે ફેંસલો કરો છો?

તેણે કહ્યું: હદીસોથી કે જે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.), અબુબક્ર અને ઉમરથી મારી સુધી પહોચી છે.

ઈમામ (અ.સ.)એ તેને પૂછ્યું: શું તારી સુધી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની આ હદીસ નથી પહોચી કે ફેંસલો કરનારમાં તમારી દરમિયાન અલી (અ.સ.) શ્રેષ્ઠ છે.

તેણે કહ્યું: હા.

ઈમામ (અ.સ.)એ તેને પૂછ્યું: તો પછી શા માટે તું અલી (અ.સ.)ના ફેંસલાઓ મુજબ ફેંસલાઓ નથી કરતો, તારા સુધી આ હદીસ પહોચ્યા પછી પણ?

રાવી કહે છે કે ઇબ્ને અબી લય્લાના ચહેરા ઉપર ગમના ચિન્હો જાહેર થયા અને તેણે મને કહ્યું:

તમે બીજો કોઈ દોસ્ત તલાશ કરી લેજો, અલ્લાહની કસમ! હું તમારી સાથે ક્યારેય વાત નહિ કરું.

૧૭) કાફી, ભા. ૭, પા. ૪૦૮, તેહઝીબુલ અહેકામમ, ભા. ૬, પા. ૨૨૧ (શીઆ)

૧૮) વસાએલુશ્શીઆ, ભા. ૧૮, પા. ૮ (શીઆ)

૧૯) અલ એહતેજાજ, ભા. ૨, પા. ૧૦૨ (શીઆ)

૨૦) બેહારૂલ અન્વાર, ભા. ૪૭, પા. ૩૩૪ (શીઆ)

બીજા કોઈ સહાબીઓ માટે આવા પ્રકારની હદીસો જોવા નથી મળતી તેથી ઈમામ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ફદક જેવી બાબતોમાં ફેંસલાઓ કરવામાં, ખલીફાની પસંદગીમાં , એ બાબતોમાં જેનાથી ઉમ્મત વિભાજીત થાય, સૌથી વધારે યોગ્ય હતા. અલબત્ત તમામ સહાબીઓમાં સૌથી વધારે ઇલ્મ અને બહાદુરીની ફઝીલત ધરાવનાર, રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથેનો સગપણ સહીત શ્રેષ્ઠ ફેંસલો કરનારના હિસાબે ઉમ્મત ઉપર હુકુમત કરવા માટે આપ (અ.સ.) સૌથી વધારે યોગ્ય હતા.

બેશક સૌથી વધારે અગત્યનો બનાવ જે આપ (અ.સ.)ને ખિલાફત માટે યોગ્ય ઠેરવે છે તે છે આપ (અ.સ.)ની ગદીરમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન તરીકે જાહેર નિમણુંક છે.

કમનસીબે, ન ફક્ત મુસલમાનોએ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની બેશુમાર ફઝીલતોને અવગણી બલ્કે તેઓએ આપ (અ.સ.) ઉપર ઝુલ્મ કર્યો અને આપ (અ.સ.) કરતા હલ્કા લોકોને ઉમ્મત ઉપર હુકુમત કરવા માટે પસંદ કર્યા.

Be the first to comment

Leave a Reply