જ. ફાતેમા ઝહેરા (સ.અ.)ની સાથે અક્દ-નિકાહના કારણે અમીરુલ મોઅમેનીન ((અ.સ.))ની ફઝીલતમાં શ્રેષ્ઠતા

વાંચવાનો સમય: 3 મિનિટ

અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ ((અ.સ.))ની ફઝીલતોમાંથી એક ફઝીલત પયગમ્બર ((સ.અ.)વ.)ની દુખ્તર જ. ફાતેમા ઝહેરા ((સ.અ.))ની સાથેનો અક્દ-નિકાહ છે. તેણીની સાથે શાદી કરવા તેમના હાથની માંગણી કરનારા ઘણા હતા પણ અલ્લાહે તે બધાના દાવાને રદ કર્યો અને અલી ((અ.સ.))ની શાદી ફાતેમા ઝહેરા ((સ.અ.))ની સાથે કરાવી.

આ ફઝીલતમાં અલી (અ.સ.) સામે ખિલાફતના બારામાં શ્રેષ્ઠતા બાબતે શક કરનારાઓના ઘણા વાંધાઓનો જવાબો છે તેમજ ફાતેમા ઝહેરા (સ.અ.)સાથે કહેવાતા મતભેદો કે જે જ.ફાતેમા (સ.અ)એ બયાન કર્યા છે તેનો જવાબ છે.

અલી (અ.સ.) કાબા જેવા છે

આપણે જોઈએ છીએ કે ફાતેમા ઝહેરા (સ.અ.)ની સાથે શાદીના લીધે અલી (અ.સ.) કાબાની સાથે કેટલી સામ્યતા ધરાવે છે.

પયગંબર (સ.અ.વ.) પાસે જ.જીબ્રઈલ જ. ફાતેમા ઝહેરા (સ.અ.)ની શાદીનો પ્રસ્તાવ લઈને આવ્યા અને ફરમાવ્યું કે અલ્લાહ તમને હુક્મ આપે છે કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પાસે (પ્રસ્તાવ લઈને) જાવ કેમ કે તેઓ કાબા જેવા છે, લોકો તેની મુલાકાતે જાય છે પણ તે કોઈની મુલાકાતે જતા નથી.

  • દલીલ અલ્ ઈમામહ, પાનાં ૮૩.
  • મદીનહ અલ્ મઆજીઝ, ભાગ ૨, પાનાં. ૩૨૪.
  • અવાલીમ અલ્ ઉલુમ, ભાગ ૧૧, પાનાં. ૩૮૭.

આ વાતથી એ લોકો માટે જવાબ છે કે જેઓ અલી (અ.સ)ની બાબતે વાંધો ઉઠાવે છે કે અલી (અ.સ) એ મુતાલેબાએ બયઅત કરવો જોઈતો હતો કારણકે અગર અલી (અ.સ.) ખિલાફત માટે અલ્લાહની પસંદગી હતા તો પછી “કઅબા” હોવાથી તેમના માટે જરુરી ન હતું કે તેઓ મુસલમાનોથી મુલાકાત કરે અને તેમનાથી બયઅત તલબ કરે, બલ્કે મુસલમાનો પર જરુરી હતું કે તેઓ બયઅત માટે તેમની મુલાકાત કરે. હકીકતમાં અલીની બયઅત ગદીરમાં જ લઈ લેવામાં આવી હતી. પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની મુસલમાનોને  ગદીરની બયઅત તરફ બોલાવવું, કે જેને તેઓએ નઝર-અંદાઝ કરી હતી.

પતિ તરીકે અયોગ્ય હોવું, ફાતેમા ઝહેરા (સ.અ.)ના ઈમામ તરીકે અયોગ્ય હોવું

જ્યારે અબુબક્ર, ઉમર, ઉસ્માન, અબ્દુલ રહેમાન ઈબ્ને ઔફની ફાતેમા (સ.અ.)ના પતિ થવા માટે અયોગ્ય ઠર્યા, ત્યારે તેઓ તેણીના ઈમામ હોવાનો દાવો કઈ રીતે કરી શકે, કેમ કે ઈમામ પતિ કરતાં ઉંયા દરજ્જે હોય છે. અને જ્યારે તેઓ ફાતેમા ઝહેરા (સ.અ.)ના ઈમામ થવા માટે અયોગ્ય હતા ત્યારે તેઓ અલી(અ.સ.)ના પણ ઈમામ બનવા અયોગ્ય હતા.

શૂરા કાઉન્સિલમાં ખિલાફત પર બહેતર દાવો હોવા બાબત અમીરુલ મોઅમેનીન (અ.સ.)આ હકીકત તરફ ઘ્યાન દોરે છે.

હું તમને અલ્લાહના નામ પર વિનંતી કરું છું, શું મારા સિવાય, તમારામાંથી કોઈની પત્નિ જન્નતની સ્ત્રોઓની સરદાર છે?

તેઓએ કહ્યુઃ ના.

  • બેહારુલ અન્વાર, ભાગ ૩૧, પાનાં ૩૩૧-૩૪૬, શેખ તબરસી(અ.ર.)ની અલ્-અહેતેજાજ, ભાગ-૧, પાના ૧૩૪-૧૪૫ પરથી ઉલ્લેખ.

હ. અલી (અ.સ.) એક માત્ર હતા કે જેઓ જ. ફાતેમા ((સ.અ.)) સાથે શાદી કરવાની લાયકાત ધરાવતા હતા-

અલી (અ.સ.)ની તમામ સીફતો વિશેષ અને ખાસ છે, જેમાંની એક જ. ફાતેમા (સ.અ.)ની સાથે શાદી કરવાની લાયકાત છે. જેમાં કોઈ તેમનો બરોબરીયો નથી.

ઈમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યુઃ  જો અલ્લાહે અમીરુલ મોઅમેનીન (અ.સ.)ને ખલ્ક ન કર્યા હોત તો શરહ. આદમ (અ.સ.)થી લઈને (તે સમય સુધી), જમીન પર ફાતેમા (સ.અ.)નો સાથે શાદી માટે કોઈ બરોબરીયો ન હોત.

  • શેખ સદુક અ.ર.ની આમાલી, ભાગ ૧, પા. ૪૨.
  • બશરા અલ-મુસ્તફા ((સ.અ.)વ.) ભાગ ૨, પા. ૨૬૭
  • કાફી, ભાગ ૧, પાનાં ૪૬૧, ભાગ ૨, પાનાં ૪૯૮
  • તફસીરે બુરહાન, ભાગ ૩, પાનાં ૧૪૩, સુરએ ફુરકાન (૨૫) ૫૪ની તફસીરમા.
  • તફસીર અલ-સલબી
  • ફરાએદ અસ-સિમ્તૈન.

જન્નતમાં શાદી થઈ હતીઃ

ઘણી બધી હદીસોમાં ઉલ્લેખ થયા મુજબ,જન્નતમાં અલ્લાહે શાદીની ઈજાઝત આપી હતી અને ફરીશ્તાઓ તેના સાક્ષી હતા અને બાદમાં જમીન પર ફાની (માણસો).

  • અસદુલ ગાબા ભાગ-૧, પાના ૨૦૬
  • તારીખ અલ્ બગ્દાદ, ભાગ ૪, પાના ૨૧૦
  • અલ્ સવારેક અલ્ મોહર્રેકા, પાનાં ૧૦૩

અનસ ઈબ્ને મલિક જણાવે છેઃ

પવિત્ર પયગંબર (સ.અ.)વ. અમારી સાથે મસ્જીદમાં હતા, જ્યારે તેમણે અલી (અ.સ.)ને કહ્યું કે જીબ્રઈલે હમણાં જ મને ખબર આપી છે કે અલ્લાહે તમારી શાદી ફાતેમા (સ.અ.) સાથે કરી જેના ૪૦૦૦ ફરીશ્તાઓ સાક્ષી હતા. અને અલ્લાહે તૂબાના ઝાડને પ્રેરણા આપી કે તે તેઓ પર હિરા અને યાકૂતનો વરસાદ વરસાવે  હૂરો તેમની ખિદમતમાં હીરા અને યાકૂતની રકાબીઓ વડે સેવા માટે તત્પર હતી અને તેઓ કયામતના દિવસ સુધી આપસમાં ભેટોને વહેંચતી રહેશે.

  • ઝખાએર અલ-ઉકબા, પાના ૩૨
  • નુઝહાહ અલ્-મજલીસ ભાગ ૨, પાનાં ૨૨૫

ફાતેમા (સ.અ.)ના વિરોધીઓને જમીન પર ચાલવાનો હક નથીઃ

પયગંબર (સ.અ.વ.).એ અલી (અ.સ.)ને કહ્યુઃ બેશક અલ્લાહે તમારી શાદી ફાતેમા (સ.અ.) સાથે કરી અને તેણીને જમીન દહેજ તરીકે અતા કરી. તો જે કોઈ તેણીના દુશ્મની સાથે જમીન પર ચાલે છે, તે તેણીના (હકનું) ઉલ્લંઘન કરે છે.

  • નહજ અલ-હક પાના ૩૫૮, અલ-મનાકિબે ખ્વારઝમીમાંથી
  • બેહારુલ અન્વાર, ભાગ ૩૭, પાનાં ૭૦, ભાગ ૪૩, પાનાં ૧૪૧, ૧૪૫.

અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.)ની શાદી, અલી (અ.સ.)ની સર્વશ્રેષ્ઠતા વિષે અને અલ્લાહની તથા તેના પયગંબર સાથે  નિકટતા વિષે અને પયગંબરની આલના પિતા હોવું  અને સૌથી ઉંચો અને એક માત્ર અધિકાર ખિલાફત અને ઈમામત પર હોવું ઘણાબધા આશય ધરાવે છે.

Be the first to comment

Leave a Reply