તવલ્લા કે તબર્રા- શું છે શિયાઓની મઝલુમીય્યતની પાછળનું સાચું કારણ?

વાંચવાનો સમય: 5 મિનિટ

પ્રસ્તાવના

કેટલાક લોકો હંમેશા ઇસ્લામિક અકીદાઓને પડકારીને સમાજમાં વિરોધાભાસ પેદા કરવા માટે બહાનું શોધતા હોય છે. તેમના હાસ્યાસ્પદ દાવાઓમાં એ છે કે તબર્રા કરવું (આલે મોહમ્મદ(અ.સ.)ના દુશ્મનોથી દૂરી રાખવાથી) વિશ્વભરમાં નિર્દોષ શિયાઓને અત્યાચાર(ઝુલ્મ) તરફ દોરી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓનો અર્થ એ છે કે શિયાઓએ તબર્રા કરવાને  તેમના જીવનની સુરક્ષા અને સલામતી ખાતર ભૂલી જવું જોઈએ અને છોડી દેવું જોઈએ.

એક બીજું જૂથ છે જે પ્રચાર કરે છે કે શિયાઓએ મુસલમાનોમાં એકતા માટે તબર્રાને છોડી દેવું જોઈએ કારણ કે જ્યારે આપણે એહલેબૈત(અ.મુ.સ.)ના દુશ્મનો ઉપર લાનત કરીએ છીએ, એ દુશ્મનો કે જેને  પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના આલ (વંશ)ની હત્યા કરી છે અને તેમના હકને હડપ કરી લીધો છે. મુસલમાનોની બહુમતી  દુઃખી થશે, જેનાથી કડવાશ અને વિસંગતતા થશે.

જવાબ:

૧.નાસેબી કોણ છે?

૨.સૌથી મોટો નાસેબી

૩.તવલ્લ્લા સાચું કારણ, તબર્રા નહિ

૪.નાસેબીએ અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)થી નફરત(બુગ્ઝ) રાખવાનું વચન લીધુ છે.

૫.શિયા એકતા માટે શું છોડવા તૈયાર છે?

૬. શું શિયાઓ પાસે બહુમતીની અપેક્ષાઓ પૂરી કરવા માટે તેમના અકીદાઓને છોડી દે તેવી અપેક્ષા છે?

 

આ પાયાવિહોણા  અને અતાર્કિક આરોપોના જવાબ આપવા પેહલા સમજીએ કે શિયા કોણ છે.

શિયા એ છે જે ઈસ્લામને એ રીતે કબુલ કરે જેવી રીતે કુરઆનમાં હુકમ આપવામાં આવ્યો છે અને તેની તફસીર પવિત્ર પયગંબર(સ.અ.વ.) અને તેમના માઅસુમ જાનશીનો(અ.સ.)એ કરી છે.

તે પછી ચાલો સમજીએ કે શિયાઓ પર અત્યાચાર કરવા કોણ નીકળ્યું છે. શિયાઓને હેરાન કરનારા કહેવાતા મુસલમાનો માટે હદીસોમાં એક ખાસ શબ્દ છે. તેને નાસેબી કહેવામાં આવે છે.

૧.નાસેબી કોણ છે?

ઈમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું નાસેબી એ નથી જે અમો એહલેબેત(અ.મુ.સ)થી દુશ્મની રાખે. કારણકે તમે ચોક્કસપણે કોઈને એ કેહતા નહિ સાંભળો કે હું મોહમ્મદ અને આલે મોહમ્મદ(અ.મુ.સ.)થી નફરત રાખું છુ. પરંતુ નાસેબી એ છે જે તમો(શિયા)થી દુશ્મની રાખે છે એ જાણતા હોવા છતાં કે તેઓ અમારી ઈમામતને કબુલ કરી છે અને આથી તે અમારા શિયામાંથી છે.

  • મઆની અલ-અખબાર પાનાં.૩૬૫
  • સવાબ અલ-આમાલ પાનાં.૨૦૭

શિયા અને નાસેબીની વ્યાખ્યાઓ બે બાબતો દર્શાવે છે:

૧- શિયા એ છે જે પવિત્ર પયગંબર(સ.અ.વ.) અને આલે મોહંમ્મદ(અ.મુ.સ.) ઉપર ઈમાન રાખે છે.

૨ -નાસેબી આ શિયાના અકીદાના કારણે તેઓથી નફરત કરે છે.

 

૨.સૌથી મોટો નાસેબી

ચાલો આપણે ઈતિહાસ તરફ નજર કરીએ  અને નાસેબીઓ દ્વારા શિયાઓ ઉપર ઝુલ્મ કરવા પાછળનાં કારણણે સમજીએ. શું આજે મુસલમાનો દાવો કરે છે તેમ આ ઝુલ્મો કરવા એ તબર્રાના કારણે હતું કે અન્ય કોઈ કારણથી?

આપણે અબુ સુફયાનના પુત્ર મુઆવિયાથી વધીને આગળ જોવાની જરૂર નથી, જે દુન્યાનો સૌથી મોટો નાસેબી છે જે દુન્યાએ ક્યારેય જોયો નથી.

મોઆવીયાને કઈ વસ્તુ આલે મોહમ્મદ(અ.મુ.સ)ના ચાહવાવાળા ઉપર ઝુલ્મ કરવા માટે પ્રેરે છે? આપણે અહી જવાબ મેળવીએ:

મોઅવિયાએ હુકમ આપ્યો કે અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) ઉપર લાનત કરવામાં આવે અને જે આપ(અ.સ.)ના ફ્ઝાએલ બયાન કરે તેઓને કત્લ કરવામાં આવે.

તેણે ચેતવણી આપી કે આગાહ થઈ જાવ, જે કોઈ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના અહલેબૈત (અ.સ.)ના ફ્ઝાએલ અને મનાકીબ વિશે કોઈ રિવાયતનું વર્ણન કરશે તેની કોઈ જવાબદારી (અમારા પર) રહેશે નહીં અને તે (બયાન કરનાર)એ પોતે પોતાની સજા ખરીદી છે.

અને દરેક નાના નાના ગામોમાં દરેક જગ્યાએ અને દરેક મીમ્બર ઉપર ખુત્બા આપવાવાળા અલી(અ.)ને લાનત આપવા લાગ્યા, ગાળો આપવા લાગ્યા આપના એહલેબેય્ત(અ.)ને ઝલીલ કરવા લાગ્યા અને તેઓ બધા ઉપર લાનત કરવા લાગ્યા.આ નકારાત્મક લક્ષણો ફેલાવ્યા જે તેઓ ધરાવતા ન હતા.

તે પછી તમામ શહેરોમાં અલી(અ.) અને તેના અહલેબૈત(અ.સ.)ના શિયાઓની મુશ્કેલીઓ વધી ગઈ. કુફાના લોકો માટે તે સૌથી મુશ્કેલ હતું કારણ કે કુફામાં શિયાઓની સંખ્યા ઘણી હતી અને મુઆવિયાના ભાઈ ઝિયાદને ગવર્નર બનાવવામાં આવ્યો હતો.બસરાહ, કુફા અને આખું ઈરાક તેને આપવામાં આવ્યું હતું. ઝિયાદની દેખરેખ હેઠળ શિયાઓ હતા અને તે બધાને ઓળખતો હતો કારણ કે તે પોતે એક સમયે શિયાઓમાંનો એક હતો. તે તેઓની માન્યતાઓથી સારી રીતે જાણકાર હતો.તેણે દરેક વૃક્ષ, પથ્થર અને માટીના ટુકડા નીચે તેઓને મારી નાખ્યા. તેઓને શહેરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા, આતંક મચાવ્યો, તેમના હાથ-પગ કાપી નાખવામાં આવ્યા, તેમને તાડના ઝાડની ડાળીઓ પર લટકાવી દેવામાં આવ્યા, તેમની આંખો લોખંડના સળિયાથી વીંધી દેવામાં આવી અને તેઓ અલી(અ.સ.)ની ઈમામતને છોડી ન દે ત્યાં સુધી તેઓને ઇરાકમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા.

એવી એક પણ લોકપ્રિય વ્યક્તિ નહોતી કે જેને મારી નાખવામાં આવી ન હતી અથવા ફાંસી આપવામાં ન આવી હોય અથવા શહેરોની બહાર ફેંકી દેવામાં ન આવી હોય. ઘણા કિસ્સાઓમાં, નબળા હૃદયના શિયાઓએ પોતાને અને તેમના પરિવારોને આ ત્રાસમાંથી બચાવવા માટે અલી(અ.સ.)ની ઈમામતનો ત્યાગ પણ કર્યો હતો.

મુઆવિયાએ પોતાના તમામ કાઝીઓ અને ગવર્નરોને દરેક જગ્યાએ, દરેક શહેરમાં, આ હદ સુધી લખ્યું કે અલી(અ.)નો કોઈ પણ શિયા, તેના અહલેબૈત અથવા કોઈપણ જે તેનો મિત્ર હોય, તે તેના ફઝાએલનું વર્ણન કરે અથવા તેના સદગુણોનું વર્ણન કરે તેને પુરાવા તરીકે સ્વીકારવામાં આવે .(સજા આપવા માટે)

  • કિતાબ સુલેમ ઈબ્ને કેસ હદીસ.૨૬

તે સ્પષ્ટ છે કે શિયાઓ પર અત્યાચાર કરવાનો મુઆવિયાનો હેતુ તબર્રા નહોતો. ઊલટાનું તવલ્લા હતું. અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) પ્રત્યેની મોહબ્બત શિયાઓને નિશાન બનાવવા માટે પૂરતું કારણ હતું.

અન્ય ઝુલ્મી શાસકો સાથે પણ આવું જ હતું – પછી ભલે તે ઝિયાદ ઇબ્ને અબીહ, ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ, હજ્જાજ ઇબ્ને યુસુફ અને મન્સુર, હારૂન, મુતવક્કિલ વગેરે જેવા બની અબ્બાસના ઝુલ્મી શાસકો હોય.ફક્ત આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની મોહબ્બત હોવાને કારણે  શિયાને દુશ્મનાવટ અને મૃત્યુ પણ થયું.

અબુ ઝર(ર.અ.), અમ્માર ઇબ્ને યાસિર(ર.અ.), ઈબ્ને અબ્બાસ અને ઓવેસ(ર.અ.) જેવા તાબેઈનને કાં તો ઈજા પોહચાડવામાં આવી  અથવા દેશનિકાલ કરવામાં આવ્યા હતા અથવા ફક્ત તવલ્લા  માટે માર્યા ગયા હતા.

૩.તવલ્લ્લા સાચું કારણ, તબર્રા નહિ

સ્પષ્ટપણે, ઇતિહાસ બતાવે છે કે, અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની મોહબ્બત એટલે કે તવલ્લા શિયાઓ ઉપરના અત્યાચારનું મુખ્ય કારણ છે. શિયાઓના મૃત્યુનું કારણ બને તેવા પરિબળ તરીકે આપણે તબર્રાને ક્યારેય જોયુ નથી. કાયર અને નબળા હૃદયોના લોકો માટે તબર્રા એક સરળ બહાનું છે. તેઓ શિયાઓને તેમની માન્યતાઓ છોડીને કહેવાતા સુન્ની બહુમતી સાથે જોવા માંગે છે. જ્યાં સુધી તેઓ આવું નહિ જુએ ત્યાં સુધી તેઓ સંતુષ્ટ થશે નહીં.

જેમ યહૂદીઓ અને ઈસાઈઓ ત્યાં સુધી સંતુષ્ટ થશે નહીં જ્યાં સુધી તેઓ મુસલમાનોને તેમના ઈમાનને(માન્યતાને ) છોડી દેતા જોશે નહીં.

وَلَن تَرْضَى عَنكَ الْيَهُودُ وَلاَ النَّصَارَى حَتَّى تَتَّبِعَ مِلَّتَهُمْ قُلْ إِنَّ هُدَى اللّهِ هُوَ الْهُدَى وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءهُم بَعْدَ الَّذِي جَاءكَ مِنَ الْعِلْمِ مَا لَكَ مِنَ اللّهِ مِن وَلِيٍّ وَلاَ نَصِيرٍ

અને યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ તારાથી હરગિઝ રાજી થશે નહિ જ્યાં સુધી કે તું તેમની મિલ્લત (મઝહબ)ની પૈરવી ન કર; કહે કે બેશક અલ્લાહની હિદાયત એજ (સાચી) હિદાયત છે; જો તું ઇલ્મ આવી ગયા પછી તેમની ઈચ્છાઓને અનુસરશે તો અલ્લાહના અઝાબથી બચાવવા માટે તારો કોઈ સરપરસ્ત કે મદદગાર રહેશે નહિ.

(સુરે બકરહ આયત:૧૨૦)

૪.નાસેબીએ અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)થી બુગ્ઝ રાખવાનું વચન લીધુ છે.

એવી ઘણી રિવાયતો છે જે આપણને જણાવે છે કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની મોહબ્બતએ નાસેબીઓનો એક માત્ર ઝઘડો છે, પછી ભલે તે તબર્રા હોય. બીજા શબ્દોમાં કહીએ તો, જો શિયાઓ તબર્રાનો ત્યાગ કરે તો પણ તે નાસેબીને સંતુષ્ટ નહીં કરે. નાસેબી જે અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ને પોતાના સમગ્ર અસ્તિત્વથી નફરત કરે છે, તેઓ ઈચ્છે છે કે શિયાઓ આપ(અ.સ.)ની મોહબ્બતને છોડી દે.

અમીરુલ મોમીનીન(અ.સ.)એ ઈમામ હસન (અ.સ.)ને ફરમાવ્યું: “…ખરેખર, અલ્લાહ તઆલાએ તમારા પિતા સાથે દરેક મુનાફિક અને ફાસિક સાથે નફરત(બુગ્ઝ) રાખવાનો વાયદો લીધો છે. અને તેણે દરેક મુનાફિક અને ફાસિક સાથે તમારા પિતાથી નફરત(બુગ્ઝ)  રાખવાનો વાયદો લીધો છે.”

  • અમાલી-એ-તુસી(ર.અ.) પાનાં.૨૪૬ અને ૩૦૯

આ અને અન્ય હદીસો અનુસાર, તે સ્પષ્ટ છે કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની  મોહબ્બત એ શિયાઓ અને નાસેબીઓ વચ્ચેની અલગ તારવતી (વિભાજન) રેખા છે. બીજા શબ્દોમાં કહીએ તો, નાસેબીઓ શિયાઓના તવલ્લાને સહન કરી શકતા નથી.

તેથી જો શિયાઓ તબર્રાનો ત્યાગ કરે તો પણ આનાથી નાસેબીને સંતુષ્ટ નહિ કરી શકે, જેઓ અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)થી નફરત(બુગ્ઝ) રાખવાનું વચન લીધું  છે. તેઓ ત્યારેજ સંતુષ્ટ થશે જ્યાં સુધી શિયાઓ તેમના જેવા બની જાય એટલે કે  અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની નફરત કરનાર

૫.શિયા એકતા માટે શું છોડવા તૈયાર છે?

શિયાઓ સાથેની નફરત પાયાવિહોણી દલીલો પર આધારિત છે જે ઇસ્લામ અને સાચી સુન્નતની નબળી સમજણ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકો દલીલો કરે છે જેમ કે:

અ. શિયાઓ ઈમામ(અ.સ.)ની તરફેણમાં કહેવાતા માર્ગદર્શક ખલીફાઓને નકારી કાઢે છે.

બ. તેઓ રોઝા મુબારક પર જઈને ઈમામો(અ.સ.)ની ઈબાદત કરે છે.

ક. તેઓ અલ્લાહની પાસે માંગવાના બદલે ઈમામો(અ.સ.) પાસે માંગે છે.

ડ.તેઓ કુરઆનમાં ફેરફાર(તહરીફ)માં માને છે.

ઈ.તેઓ મોહમ્મદ(સ.અ.વ.)ના પરિવાર માટે ગમ મનાવે છે.

ફ.તેઓ સહાબીઓ અને તેમની પત્નીઓની નિંદા કરે છે.

ફક્ત આમાંના છેલ્લા આક્ષેપો – સહાબીઓ અને પત્નીઓની નિંદા તબર્રાને સંદર્ભ આપે છે, બાકીના તવલ્લા સાથે સંબંધિત છે. તેથી, જો શિયાઓ તબર્રાને ઘટાડે અથવા તો છોડી દે તો પણ, તેઓ  મુસલમાનોની બહુમતીને તવલ્લા સંબંધિત અન્ય વાંધાઓ માટે  ક્યારેય સંતુષ્ટ નહિ કરી શકે જેવાકે  ખલીફાઓ પર ઈમામો(અ.સ.)ને મહત્વતા આપવી વગેરે

૬. શું શિયાઓ પાસે બહુમતીની અપેક્ષાઓ પૂરી કરવા માટે તેમના અકીદાઓને  છોડી દે તેવી અપેક્ષા છે?

અલ્લાહ તઆલાએ ઉપરોક્ત કુરઆનની આયતમાં આપણને આપણી માન્યતાઓને છોડી દેવા અંગે ચેતવણી આપી છે

.અને યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ તારાથી હરગિઝ રાજી થશે નહિ જ્યાં સુધી કે તું તેમની મિલ્લત (મઝહબ)ની પૈરવી ન કર; કહે કે બેશક અલ્લાહની હિદાયત એજ (સાચી) હિદાયત છે; જો તું ઇલ્મ આવી ગયા પછી તેમની ઈચ્છાઓને અનુસરશે તો અલ્લાહના અઝાબથી બચાવવા માટે તારો કોઈ સરપરસ્ત કે મદદગાર રહેશે નહિ.

(સુરે બકરહ આયત:૧૨૦)

કોઈ શિયા માટે એ નથી કે તેઓ ઝુલ્મ અને સતામણીની ધમકીઓથી ગભરાઈ જાય અને નિરાશામાં તેમના કિરદાર અને માન્યતાનો ત્યાગ કરે.તબર્રા તેમની ઓળખનું અભિન્ન અંગ છે.આપણને એવું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી કે જ્યાં માસૂમીન ઈમામો(અ.સ.)એ શિયાઓને ઝુલ્મના ડરથી તબર્રાને  છોડી દેવાનો આદેશ આપ્યો હોય અને એ સ્વીકારવું જરૂરી છે કે માસૂમીન ઈમામો(અ.સ.)થી વધુ સારી રીતે કોઈ ઝુલ્મને સમજી શકતું નથી. તેથી જેઓ તબર્રા ઘટાડવા માટે ઝુલ્મની દલીલ કરે છે તેઓ કોઈકના વિચારોને ખોટા માર્ગે દોરી રહ્યા  છે.

Be the first to comment

Leave a Reply