ઇસ્લામમાં તબર્રુકનું જાએઝ હોવું

વાંચવાનો સમય: 9 મિનિટ

પ્રસ્તાવના

કહેવાતા પવિત્રતાવાદી મુસ્લિમોમાં એક મત એ છે કે ફઝલ અને બરકત મેળવવું (જેને તબર્રુક પણ કહેવામાં આવે છે) મઝહબ અને તૌહિદના સિદ્ધાંતની (ઉસુલની) વિરુદ્ધ છે.તેઓ દલીલ આપે છે કે આપણે મદદ, બરકત અને ફ્ઝ્લ માત્ર અલ્લાહ પાસેથી જ પ્રાપ્ત કરવા જોઈએ. અને ક્યારેય પણ માસુમ હસ્તીઓના અસરાત (આસાર)થકી નહિ, જેમ કે ઈમામ હુસૈન(અ.સ.)ની તુરબતની માટી, બીજા માસુમ ઇમામો (અ.સ.)ના રોઝા મુબારક કે તેમની તુરબત, મોહર્રમના જુલુસમાં હઝરત અબ્બાસ (અ.સ.)ના અલમ થકી તેમજ તેની જેવા બીજા સ્ત્રોતો.

જવાબ:

અમે આગળ એ  સાબિત કરશું કે તબર્રુક પર ઉઠાવવામાં આવેલ આક્ષેપો બિનઆધારભૂત અને ગૈર-ઇસ્લામી છે, બરાબર એ જ રીતે જે રીતે બીજા કામો જેવા કે તવસ્સુલ અને શફાઅત બાબતે આક્ષેપો અને વાંધાઓ નિરર્થક અને બિનઆધારભૂત છે જેને તેઓ તૌહીદ કહે છે.

બેશક, નીચે જણાવેલા તમામ સ્ત્રોતો થકી બરકત (તબર્રુક) મેળવવું ઇસ્લામ અને તૌહીદ સાથે સંપૂર્ણપણે સુસંગત છે, જેનું સમર્થન પવિત્ર કુરઆન અને ભરોસાપાત્ર સુન્નત વડે કરવામાં આવેલ છે.

૧. ખાનએ કાબા અને તેનું પરિસર.

૨. મસ્જીદે નબવી, મસ્જીદ અલ-હરામ, મસ્જીદે અક્સા અને તમામ મસ્જીદો, જેમની મોઅતબર સનદોમાં  ભલામણ કરવામાં આવી છે.

૩. માસુમ ઇલાહી હુજ્જતો (અ.સ.)ના મઝારો.

૪. માસુમ ઇલાહી હુજ્જતોના  હક-પરસ્ત ફરઝંદોના મઝારો.

૫. માસુમ ઇમામો (અ.સ.)ના માં-બાપના મઝારો.

૬. માસુમ ઇમામો (અ.સ.)ની હક-પરસ્ત પત્નીઓના મઝારો.

૭. માસુમ ઇમામોના હક-પરસ્ત સહાબાના મઝારો.

૮. હક-પરસ્ત આલિમોના મઝારો.

૯. માસુમ ઇમામોના ઘરો.

૧૦. એ જગ્યાઓ જ્યાં મઅસુમ ઇલાહી હુજ્જતો વારંવાર આવતા-જતા હતા, જેમ કે મસ્જીદો, મકતબ, ઘાસના મેદાનો, કૂવા વગેરે.

૧૧. ઉપર દર્શાવેલ પૈકી કોઈની શબીહ.

૧૨. લિબાસ, વીંટી, કિતાબ, તસ્બીહ, કફન અને બીજા અંગત વસ્તુઓ જે  ઉપર દર્શાવેલ કોઈપણથી મસ થયેલ ચીજ.

૧૩. અલમ, ઝંડો, ખાવાનો સામાન અથવા કોઈ પણ ચીજ જેનું  માસુમોની યાદ તાજી કરવા માટે આયોજન કરવામાં આવે.

આ તબર્રુંકાતની નાની યાદી છે જેનું  મુસલમાનોમાં સામાન્ય રીતે અને  શિયાઓમાં વિશેષ રૂપે અહેતેરામ કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે, અને ઉત્સુકતાથી માંગવામાં પણ આવે છે કેમ કે તે બાબતે પવિત્ર કુરઆન અને માસુમ ઇમામો (અ.સ.)ની રીવાયતોમાં તાકીદ કરવામાં આવી છે.

અ) પવિત્ર કુરઆન તબર્રુંકનું સમર્થન કરે છે

જેઓ તબર્રુકની સામે વાંધો ઉઠાવે છે તેમણે કુરઆનથી પરિચિત થવું જોઈએ. ઘણી આયતો છે કે જે તબર્રુકના મહત્વ અને ઉપયોગ તરફ દિશા નિર્દેશ કરે છે.

૧. અલ્લાહની નિશાનીઓ

અલ્લાહ મુસલમાનોને “અલ્લાહની નિશાનીઓ”નો આદર કરવાનો હુકમ કરે છે:

ذَلِكَ وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ

આ (મનાસિકે હજ) છે, અને જે પણ અલ્લાહની નિશાનીઓને માન આપશે તો બેશક તે કાર્ય દિલની પરહેઝગારીનો નતીજો (દિલોની પવિત્રતાનું પરિણામ) હશે.

(સુ. હજ્જ ૨૨:૩૨)

અલ્લાહની નિશાનીઓ” શું છે?

તે કંઈપણ હોઈ શકે જે માણસને અલ્લાહ, સર્વશક્તિમાન, વિષે યાદ અપાવે. પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની તુરબત પણ તેમાં શામિલ છે. તબર્રુક માટે પયગંબર (સ.અ.વ.)ની હયાતીમાં  તેમના તરફ રુખ કરવું અને તેમની શહાદત પછી તેમના મઝાર તરફ રુખ કરવું સમાન છે. બન્ને ખાલિસ તૌહીદ જ છે. અને તેમાં શિર્કનું  કોઈ નિશાન નથી. અગર શંકા કરવાવાળા આ બાબતે કોઈ એઅતેરાઝ કરે કે મઝારથી તબર્રુક હાસિલ કરવું શિર્ક છે, કેમ કે તે અલ્લાહ સિવાય છે, તો તેમને તે સવાલનો જવાબ જરૂર આપવો જોઈએ કે હુઝુર (સ.અ.વ.)ની હયાતે તય્યબા દરમિયાન જ તેમનાથી બરકત મેળવવી કેમ જાએઝ ગણતા હતા? કેમ કે તેમાં પણ મુસલમાન અલ્લાહ તઆલા સિવાય કોઈ બીજા પાસે જતો હતો. અગર મૌત પછી શિર્ક થઇ જાય છે, તો પયગંબર (સ.અ.વ.)ની હયાતી દરમિયાન પણ શિર્ક ગણાવું જોઈતું હતું.

શક કરનારાઓ પાસે શિર્ક અને તબર્રુક વચ્ચે સરખામણીનો જવાબ પાયા વગરની સરખામણી સિવાય કંઈ નથી. પણ બન્નેમાં બહુ મોટું અંતર છે. મૂર્તિઓને મુર્તીપુજ્કો અલ્લાહથી હરીફ કરવા બનાવવામાં આવે છે. મૂર્તિપૂજક તૌહીદ અને અલ્લાહની ઈલાહીયતનો ઇન્કાર કરે છે. પણ મઅસુમીન (અ.મુ.સ.)ના  મઝારો એ વ્યક્તિઓનો આદર કરવાનો એક ઝરીયો છે કે જેમણે પોતાના જીવનકાળ દરમિયાન  મુસલમાનોને અલ્લાહની યાદ અપાવી અને તેમની શહાદત પછી પણ આ સિલસિલો ચાલુ છે. આથી મઝારો અને બુતો વચ્ચે કોઈ પ્રકારની સરખામણી શરારતી, અસ્પષ્ટ અને પાયાવિહોણી છે.

જે રીતે ફરિશ્તાઓને  આદમ (અ.સ.)ને સજદો કરવાની અલ્લાહની સુચના તૌહીદ છે, પછી ભલે શૈતાન તેને શિર્ક સમજતો હોય. તે જ રીતે પવિત્ર મઝારોથી બરકત તલબ કરવી, અલ્લાહની નિશાનીઓનો અહેતેરામ કરવો એ ખાલિસ તૌહીદ છે, ચાહે તે શંકાશીલોને શિર્ક કેમ ન લાગે.

૨. હઝરત યુસુફ (અ.સ.)નો લોહીથી ખરડાયેલો લિબાસ (ખમીસ)

કુરઆને પાક હઝરત યાકૂબ (અ.સ.) અને હઝરત યુસુફ (અ.સ.) કે જેઓ અલ્લાહના પયગંબર હતા, તેમની ઘટના વડે તબર્રુક બાબત શંકા કરનારાઓને જવાબ આપે છે.

પયગંબર યાકુબ (અ.સ.)થી હઝરત યુસુફ (અ.સ.) જુદા થયા પછી તેમણે સતત રુદન કરવાના લીધે આંખોની રોશની ગુમાવી હતી.જયારે હઝરત યુસુફ (અ.સ.)ના લિબાસ (ખમીસ)ને તેમની આંખોથી મસ કરવામાં આવ્યો (અડાડવામાં આવ્યો) ત્યારે તેઓ ફરી દેખતા થયા.

اذْهَبُوا بِقَمِيصِي هَٰذَا فَأَلْقُوهُ عَلَىٰ وَجْهِ أَبِي يَأْتِ بَصِيرًا

લ્યો મારું આ પહેરણ લઇ જાઓ અને તે મારા પિતાના ચહેરા પર નાખજો, જેથી તેઓ (ફરીથી) દેખતા થઇ જશે.

(સુરએ યુસુફ ૧૨, આયત નં ૯૩)

શા માટે આપણે ઈમામ હુસૈન (અ.સ.)ના મઝાર અથવા ખૂનથી મળેલી  માટીથી બરકત હાસિલ કરી ન શકીએ? જયારે હઝરત યાકૂબ (અ.સ.)ને નિર્જીવ પહેરણથી તબર્રુક હાસિલ થયું તો શું હરજ છે કે મુસલમાનો ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્રની માટીથી પણ આવી ઉમ્મીદ રાખે?

૩. જિબ્રઈલ (અ.સ.)ના કદમોની માટી

હઝરત મુસા (અ.સ)ને અલ્લાહ તઆલાએ કોહે તૂર એટલે કે પર્વત પર બોલાવ્યા ત્યારે મુન્હરિફ અને ફાસિદ સામરીએ એક વાછરડું બનાવ્યું અને એ વાત ફેલાવી કે મુસા (અ.સ.) ખૈર માટે ગયા છે અને વાછરડું મુસા (અ.સ.)નો રબ છે.

બની ઇસ્રાઇલ તેના ફરેબમાં આવીને વાછરડાની પૂજા કરવા લાગ્યા. જયારે હઝરત મુસા (અ.સ.) પાછા આવ્યા તો તેમના પૈરોવકારોને આ હાલતમાં જોઈ પરેશાન થઇ ગયા. જયારે આપ (અ.સ.)ને સામરીના કાર્ય-કલાપની ખબર પડી તો તેને બોલાવ્યો. અય સામરી! તું  કેમ અને કેવી રીતે મારા પૈરોવકારોને ગુમરાહ કરવામાં સફળ થયો?

સામરીએ જવાબ આપ્યો: મેં એ જોયું જે તેમણે ન જોયું. તો મેં (અલ્લાહના) મોકલેલાના અસરનો એક  ભાગ (પગો નીચેથી એક મુઠ્ઠી ભરીને (ધૂળ))) લઇ લીધી. પછી તેને આકાર આપ્યો. મારા દિલે મને આમ કરવા હુકમ કર્યો.

(સુ. તાહા (૨૦) આયત ૯૬)

અગર જિબ્રઈલના પર્વત પરના પગના ચિન્હોની માટી નિર્જીવ આકૃતિમાં જીવનસંચાર કરી શકે તો ઈમામ હુસૈન (અ.સ.)ની દરગાહની માટીથી લાભ ઉપાડવામાં શું વાંધો હોઈ શકે?

જિબ્રઈલ ઈમામ હુસૈન (અ.સ.)ના ખાદિમ અને અસહાબે કિસાઅના એક બીજા રુકન છે.

  • (ઉપર વર્ણવેલ આયત ની તફસીરમાં મદીના અલ મઆજીઝ, લેખક સૈયદ હાશિમ બેહરાની (ર.અ.) ભાગ ૨, પાનું ૫૬,
  • તફ્સીરે કુમ્મી (ર.અ.)થી રિવાયત)

બ) સુન્નત તબર્રુંકની તસ્દીક કરે છે:

૧. હજરે અસ્વદની હકીકત.

૨. અસ્હાબોના થુંકથી ભળેલી મદીનાની માટીથી  ઉપચાર.

૩. મદીનાની માટીથી રક્તપિત્તનો ઉપચાર.

૪. માખીની પાંખથી ઉપચાર.

૫. પયગંબર (સ.અ.વ.)ના પેશાબથી ઉપચાર.

૬. હિજામત પછી પયગંબર (સ.અ.વ.)ના રક્તનું સેવન.

૭. આયશાના ઊંટનું સુગંધી છાણ.

૮. ઇબ્ને તય્મીયાના ગુસ્લે મૈયતના પાણીનો તબર્રુક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

૯. ઇબ્ને તય્મીયાની કબ્ર તબર્રુકનું કેન્દ્ર છે.

હજરે અસ્વદની હકીકત

ટીકાકારો આ વિષે જે ચાહે બયાન કરી શકે છે કે તબર્રુક કેવી રીતે ખોટું છે અથવા ગૈર-ઇસ્લામી છે. અગર તેઓ મુસલમાનોને નિર્જીવથી બરકત હાસિલ કરવા બાબત આટલું બધું ખોટું લાગે છે તો તેમણે ખાન-એ-કાબામાંથી હજરે અસ્વદને હટાવી દેવું જોઈએ. તેમણે હજરે અસ્વદનો અહેતેરામ ન કરવો જોઈએ અને તેને અવગણવું જોઈએ, એ રીતે કે જાણે તે અર્થહીન હોય (અલ્લાહ માફ કરે).

વિશ્વાસપાત્ર સુન્નતથી એ સ્પષ્ટ છે કે તમામ મુસલમાનો હજરે અસ્વદની હકીકતને ક્યામતના દિવસે તમામ હુજ્જાજની ઝીયારત માટે ગવાહ તરીકે કબુલ કરે છે. મુસલમાનો તેને સલામ કરવા અથવા તેના પાસેથી કબુલાત કરાવવા ઘણી તકલીફ ઉઠાવે છે, ભલે તેઓ તેનાથી ઘણા દૂર તવાફ કરતા હોય, જેથી કરીને હજરે અસ્વદ તેમને કયામતના દિવસે યાદ રાખે.

દાખલા રૂપે અમે હજરે અસ્વદના મહત્વ વિષે અમુક રીવાયતોનો ઉલ્લેખ કરીએ છીએ.:

અબીસ ઇબ્ને રાબીઆ બયાન કરે છે, ઉમર હજરે અસ્વદ પાસે ગયા, તેનો બોસો લીધો અને કહ્યું: બેશક, હું જાણું છું કે તું એક પત્થર છો  અને ન તો તું કોઈને ફાયદો પહોચાડી શકો છો અને ન નુકસાન. અગર મેં અલ્લાહના રસુલને તને ચૂમતા ન જોયા હોત તો હું તને ક્યારે પણ ચુમતે નહિ.

  • સહીહ બુખારી, ભાગ ૨૫, હદીસ ૮૩ , ભાગ ૨૬ હદીસ ૬૬૭
  • સહીહ મુસ્લિમ ૧૨૭૦, ભાગ ૧૫, હદીસ ૨૭૫, ભાગ ૭ હદીસ ૨૯૧૪

ઉપરોક્ત રિવાયત પર વિચાર કરવાથી બે મહત્વના પાસા સામે આવે છે:

પ્રથમ એ કે હજરે અસ્વદને ચૂમવું એ પયગંબર (સ.અ.વ.)ની સુન્નત છે.

બીજું, ઉમરનો અકીદો અને તેના ઇસ્લામ પર મોટો પ્રશ્ન ઉભો થાય છે કેમ કે તે હજરે અસ્વદને માનતો ન હતો, એ હકીકત જાણવા છતાં કે અલ્લાહના પાક નબી તેને મોહતરમ જાણતા હતા.

હજરે અસ્વદ કે જે કહેવામાં આવતો બે જાન પથ્થર થકી તબર્રુંક હાસિલ કરવું એ તબર્રુંકનો ઇન્કાર કરનારાઓ માટે એક નિશ્ચિત સંકેત છે.(ધ્યાન આપવા લાયક બાબત છે)

સહાબાના લોઆબે દહન ભળેલી મદીનાની માટીથી શિફા

એવા ઘણા બનાવો છે જેમાં બીમાર લોકોને ઈમામ હુસૈન (અ.સ.)ના રોઝાની માટી ખાવાથી શિફા મળી છે. આ બાબતની ઘણી બધી રીવાયતો ઘણી ભરોસાપાત્ર કિતાબોમાં નોધવામાં આવી છે અને તેના રાવીઓની શ્રુંખલાને ચકાસવામાં આવી છે. જો કે શંકાશીલો શિર્ક, તહેરીમ અને બીદઅત વગેરે જેવા બહાના બનાવી આ રીવાયતોનો ઇન્કાર કરે છે.

અમે ટીકાકારોનું ધ્યાન તેમની પોતાની જ કિતાબો તરફ દોરવા માંગીએ છીએ, જેમાં માટી ખાવાથી બીમાર લોકોની સારવાર કરવામાં આવી હોવાના અસંખ્ય કિસ્સાઓને દસ્તાવેજી શકલ આપવામાં આવી છે.

સંક્ષિપ્તતા અમે ફક્ત થોડાકનો જ ઉલ્લેખ કરીએ છીએ. એ સ્પષ્ટતા કરીએ છીએ કે જરૂરી નથી કે શિયાઓ આ રીવાયતોને સાચી સમજે, કારણકે  આ કિતાબો તેમના માટે હુજ્જત નથી. અહી હવાલાઓ માત્ર દલીલને પૂર્ણ કરવા અને શંકાશીલોને શાંત કરવા ઉલ્લેખિત કરવામાં આવી રહી છે.

આયેશા રિવાયત કરે છે: જયારે પણ કોઈ વ્યક્તિ પયગંબર (સ.અ.વ.)ને ફોલ્લાઓ અથવા ઘા વિષે ફરિયાદ કરતું ત્યારે, તેણી વર્ણવે છે કે, આપ (સ.અ.વ.)પોતાની આંગળીઓમાં થોડી રેતી લેતા, પોતાની પહેલી આંગળીને જમીન સાથે અડાડતા, અલ્લાહનું નામ લઈ તેને ઉપાડતા અને અમારી માટીને (મદીનાની માટીને) અમારામાંના કોઈની થુંક સાથે મિક્સ કરતા જેથી અમને ખાલીકની પરવાનગીથી શિફા મળે. ઇબ્ને અબી શયબા અને ઝોહૈર પણ થોડા ફેરફાર સાથે આ મુજબ રીવાય્તને નકલ કરેલ છે.

  • સહીહ મુસ્લિમ ભાગ ૪, પાનાં ૧૭૨૪; હદીસ ૨૧૯૪; ‘સલામની કિતાબ’ પ્રકરણ ૩૧, ‘ઇસ્તેહબાબ અલ રીક્કીયયહ’ (લાળના ઉપયોગ વિષે ભલામણ)નીચે.

વાંચકો આનો પણ સંદર્ભ જોઈ શકે:

  • સહીહ બુખારી ભાગ ૫, પાનું ૨૧૬૮, હદીસ ૫૪૧૪, પ્રકરણ ૩૭ ‘રિક્કીયહ અલ-નબી’ (સ.અ.વ.)નીચે
  • સહીહ બુખારી ભાગ ૭૯ ‘દવાની કિતાબ’

૩. મદીનાની માટી-રક્તપિત્તની દવા

બેશક શંકાશીલો તમામ શહેરોની શફા-બખ્શ કુવ્વતોને સ્વીકારશે પણ ઈમામ હુસૈન (અ.સ.)ની ઝમીનની શફા-બખ્શ ફિતરતને કબુલ કરવું મુશ્કિલ લાગશે. અહી આપણે જોઈ શકીએ છીએ કે તેમનો સંદર્ભો (રેકોર્ડ) મદીનાની માટીની પ્રશંસા કરે છે.

ઈસ્માઈલ ઇબ્ને મોહમ્મદ ઈબ્ન અલ-સાબિત ઇબ્ને કૈસ ઇબ્ને અલ-શમ્માસ તેના પિતાથી ઉલ્લેખ કરે છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ ફરમાવ્યું: મદીનાની માટી રક્તપિત્ત માટે શિફા છે.

  • જામેઉલ હદીસ ભાગ ૫ પાનું ૨૩૭ લેખક હાફીઝ જલાલુદ્દીન સુયુતી.
  • સુબુલ અલ હોદા વ અલ-રશાદ લેખક મોહમ્મદ ઇબ્ને યુસુફ અલ સાલીહી અલ શામી (વફાત ૯૪૨ હિજરી)
  • કન્ઝુલ ઉમ્માલ, ભાગ ૧૨ પાનું ૧૦૬, હદીસ ૩૪૭૨૮.

એવું શા માટે કે તબર્રુક કરબલામાં  શિર્ક છે અને મદીનામાં તૌહીદની નિશાની?

૪. માખીની પાંખથી શિફા

શિયાઓની ઈમામ હુસૈન (અ.સ.)ની તુરબતની ઉપચાર-શક્તિ પર આધાર રાખવા પર મજાક  કરવામાં આવે છે પરંતુ શંકાશીલોએ પોતાની કિતાબો પર વિચાર કરવો જોઈએ, જે ‘સૂપમાં માખી’ નો બહુ અલગ અર્થ કરે છે.

અબુ હુરયરા પયગંબર (સ.અ.વ.)થી નકલ કરે છે કે જયારે માખી તમારા પ્યાલામાં પડે ત્યારે તેનું આખું શરીર તે ખોરાકની સાથે ખાઈ જવું જોઈએ અથવા પીણું હોય તો પી જવું જોઈએ કેમ કે તેની એક પાંખ શિફા છે જયારે બીજી દવા છે.

  • સહીહ બુખારી ભાગ ૫, પાનું ૨૧૮૦, પ્રકરણ ૫૭ ‘જયારે માખી પ્યાલામાં પડે’ કિતાબ ૭૯ ‘દવાની કિતાબ’

૫. પવિત્ર પયગંબર સ.અ.વ.ના પેશાબથી શિફા

શિયાઓના ઇમામોનું દરેક દ્રષ્ટિકોણથી પાક-સાફ હોવા બાબતે શંકાશીલો મજાક કરે છે. કારણકે તેઓ જાણતા નથી અથવા ભૂલી જાય છે કે તેમની પોતાની કિતાબોમાં પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના મળ-મૂત્ર પાક હોવા અને ઉપચાર અથવા શિફાનું માધ્યમ હોવા બાબત એક હવાલો નોધાયેલો છે.

ઉમ્મે અયમનથી રિવાયત છે- પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ એક વાટકો લીધો અને  તેમાં પેશાબ કર્યું, અને સવારે તેમણે કહ્યું: અય ઉમ્મે અયમન વાટકામાં જે છે તેને ફેંકી દયો. હું રાતના ઉઠી અને ભૂલથી તે વાટકાને પી ગઈ. પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ બાદમાં પૂછ્યું અય ઉમ્મે અયમન શું તમે વાટકાની સામગ્રીને ખાલી કરી નાખી? મેં કહ્યું અય અલ્લાહના પયગંબર! હું રાતે ઉઠી તો તરસી હતી અને તે વાટકાની સામગ્રી પી લીધી. આપે ફરમાવ્યું કે આજથી તમને પેટ દર્દની શિકાયત ક્યારેય નહિ થાય.

  • તારીખે દમીષ્ક, ભાગ ૪, પા. ૩૦૩.
  • અલ-બેદાયા વ ન્નેહાયા ભાગ ૫, પાનું ૩૨૬.
  • અલ-ખસાએસ અલ કુબ્રા, ભાગ ૧, પાનું ૧૨૨.

હકીમા બીન્તે અમીમાહ પોતાની માતાના હવાલાથી બયાન કરે છે-પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ એક વાટકામાં પેશાબ કર્યું અને તેને ખાટલા નીચે રાખ્યું. આપ રાતે જાગ્યા અને વાટકો ગોત્યો પણ તે મળ્યો નહી. આપને કહેવામાં આવ્યું કે ઉમ્મે સલમાનો ઈથોપિયન ગુલામ ‘બરરહ’ તેને પી ગયો. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું-તેનાથી તેણે પોતાને દોઝખની આગથી બચાવી લીધો.

  • અલ-મોજમ અલ-કબીર ભાગ ૨૪, પાનું ૨૦૫.
  • અલ-ખસાએસ અલ-કુબ્રા, ભાગ ૨, પાનું ૪૪૧.

અહેલે તસન્નુનની આ વિષય પર ઘણી બધી મોઅતબર રીવાયતો છે જે કાઝી અયાઝ અલ માલિકીથી પ્રમાણિત થયેલ છે, જે લખે છે:

‘એ રિવાયત કે જેમાં વર્ણન થયેલું છે કે સ્ત્રીઓએ પવિત્ર પયગંબર (સ.અ.વ.)નું પેશાબ પીધું, એ મોઅતબર છે કેમ કે દાર કુત્ની તેના બારામાં આમ ઉલ્લેખ કરે છે- બુખારી અને મુસ્લિમે ખુદ તેમની સહીહમાં તેનો ઉલ્લેખ કર્યો છે કે તે સ્ત્રીનું નામ બરકાહ (બર્રાહ) હતું. ઉપરની હદીસોને ઘણા બધા અહેલે તસન્નુન હદીસવેતાઓનું સમર્થન છે અને ઇબ્ને હજરે અસ્ક્લાની, ઇબ્ને હજર હૈસામી, અબુ હામીદ ગઝ્ઝાલી વગેરે જેવા સલફીઓનું પણ સમર્થન છે. બીજા ઘણા પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના શરીરના કચરાને પાક ગણાવે છે અને તે મુજબ ફતવો આપેલ છે.

  • ફત્હ અલ બારી ફી શર્હે સહીહ અલ્ બુખારી, ભાગ ૧, પાનું-૨૭૨.
  • અલ ફતાવા અલ-ફકીહાહ અલ-કુબરા, ભાગ ૪, પાનું ૧૧૭.
  • કિતાબ અલ-શિફા, ભાગ-૧, પાનું ૫૯.

હીજામા પછી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ખૂનને  પીવું

એ આશ્ચર્યજનક છે કે પવિત્રતાવાદી મુસલમાનો કરબલાની રક્ત-રંજીત ઘરતીથી પૂર્વાગ્રહ રાખે છે, જયારે કે તેમની કિતાબો જહન્નમની આગથી પનાહ મેળવવા માટે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ખૂનને પીવાની હિમાયત કરે છે.

અબુ હામિદ ગઝ્ઝાલી નોંધે છે: કુરેશના એક યુવાને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ખૂનને હિજામા પછી એક પ્યાલામાં પડતું જોયું અને જયારે તે બંધ થયું ત્યારે તેણે ડાબે-જમણે નજર કરી અને વાસણને દીવાલની પાછળ હટાવી દીધું અને કોઈ તેને જુએ નહિ તે રીતે તેને પી ગયો. થોડા સમય પછી પયગંબર (સ.અ.વ.)એ તેને જોયો અને કહ્યું-તારા પર અફસોસ છે, તેં લોહી કેમ પીધું? તેણે જવાબ આપ્યો-હું દીવાલ પાછળ સંતાઈ ગયો. આપ (સ.અ.વ.)એ પૂછ્યું તું શા માટે છુપાઈ ગયો હતો? તે યુવાને કહ્યું: અય અલ્લાહના પયગંબર! જમીન પર તમારું ખૂન ઢોળાઈ જાય તે મને અયોગ્ય લાગ્યું, તેના બદલે મેં તેને પી લીધું. આપ સ.અ.વ.એ ફરમાવ્યું: ‘તેં તને જહન્નમની આગથી બચાવી લીધો.’

  • અલ-એલલ અલ-મુતન્હ્હીયાહ, ભાગ ૧, પાનું ૧૮૬.
  • અલ-બદ્ર અલ-મુનીર, ભાગ ૧, પાનું ૪૭૩.
  • અલ-ખેસાલ અલ-કુબ્રા, ભાગ ૨, પાનાનાં ૪૪૦.

આ એ જ ગઝાલી છે જે યઝીદનો બચાવ કરીને  ઈમામ હુસૈન (અ.સ.)ના ખૂનના વહેવાને યોગ્ય ઠેરવે છે અને પછી એવી હદીસો લખે છે કે જે દર્શાવે છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)નું લોહી વહેવડાવવું અયોગ્ય છે! સગવડતા ખાતર ભૂલી જાય છે કે ઈમામ હુસૈન (અ.સ.)નું લોહી પવિત્ર પયગંબર (સ.અ.વ.)નું લોહી છે, જેમણે ફરમાવ્યું હતું કે

 “હું હુસૈનથી છું અને હુસૈન મારાથી છે.”

 

૭. આયેશાના ઊંટનું ખુશ્બુદાર છાણ!!

આઘાતજનક બાબત એ છે કે ઈમામ હુસૈન (અ.સ.)ની તુરબતની માટી, ખુદ પોતે જ પોતાની જાતને તૌહીદનો પરચમ ઉઠાવનારા કહેવરાવનારાઓમાં ઉગ્ર ચર્ચાનો વિષય છે જયારે કે અન્ય મુસ્લિમો દ્વારા તબર્રુક તરીકે લેવામાં આવતી ગંદકી પર કોઈ વાંધો નથી.

ઉદાહરણ તરીકે: ઝબ્બાહ અને અઝદની જાતીના મુસ્લીમોનું એક જુથ જંગે જમલમાં આયેશાના ઊંટની આસપાસ ચાલતું હતું. તેઓએ આયેશાના ઊંટનું છાણ ભેગું કર્યું, તેની સાથે રમ્યા અને તેને સુંઘયુ અને કહ્યું-અમારી માતાના ઊંટના છાણમાંથી કસ્તુરી જેવી સુગંધ આવે છે!!

  • તારીખ અલ-ઉમમ વ અલ-મુલુક, લેખકઃ મોહમ્મદ ઈબ્ને જુરારી અલ્ તબરી, ભાગ ૩, પાનું ૪૮.
  • અલ્ કામિલ ફી અલ્ તારીખ, લેખકઃ ઈબ્ને અસીર, ભાગ ૩, પાનું ૧૩૪.
  • નેહાયા અલ-અરબ ફી ફુનૂન અલ-અદબ, ભાગ-૨૦, પાનું-૪૩.

૮. ઇબ્ને તયમીયાના ગુસ્લે મય્યતના પાણીને તબર્રુક તરીકે લેવામાં આવે છે

ઇબ્ને ક્સીર અલ-દમીશ્કી-જે ઈબ્ને તયમીયાનો એક આગળ પડતો વિદ્યાર્થી હતો-લખે છે કે ઈબ્ને તયમીયાના જનાઝાની સાથે આવનારા મુસલમાનોએ તેના ગુસ્લે મય્યતના બચેલા પાણીને કઈ રીતે તબર્રુક તરીકે લીધું.

  • અલ-બેદાયા વન્ નેહાયા, ભાગ ૫, પાનું ૩૨૬.

૯. ઈબ્ને તયમીયાની કબ્ર તબર્રુકનું કેન્દ્

ઇબ્ને તય્મીયાની કબ્રથી બરકત હાસિલ કરવાના મુસલમાનોમાં ઘણા બધા બનાવો છે. તેઓએ તેની કબ્રની માટીને આંખના દુખાવા જેવા શરીરના દુખાવાના ઉપચારના માધ્યમ તરીકે લીધી.  આઘાતજનક એ છે કે એક વ્યક્તિ-ઇબ્ને તયમીયાની કબર, જેને  મુસ્લીમોના મોટા વર્ગ-શિયાઓ તેમજ સુન્નીઓ-તેની આક્રોશપૂર્ણ માન્યતાઓ માટે નિંદા કરે છે, અને કેટલાક તેને બિન-મુસ્લિમ તરીકે પણ જાહેર કરે છે, તેને તબર્રુક માનવામાં આવે છે, જયારે કે આ અગર જો જન્નતના જવાનોના સરદારની કબ્ર પરથી લેવામાં આવે તો શિર્ક જાહેર કરવામાં આવે છે.

સ્પષ્ટ રીતે બરકતનું હાસિલ કરવું કુરઆને અઝીમની સાથો સાથ સુન્નતમાં પણ ફરજ કરવામાં આવ્યું છે. જયારે પસીનો, પેશાબ, ખૂન અને ઊંટનું છાણ તબર્રુકથી બેગણું થઇ જતું હોય તો પછી શંકાશીલ લોકો કરબલાની માટીને તબર્રુક માટે અયોગ્ય ગણવા આટલા બધા મક્કમ કેમ છે? દેખીતી રીતે આ તૌહીદ કે શિર્કનો બનાવ નથી, જેવું કે ગણવામાં આવે છે. આ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની અસંખ્ય ફઝીલતો પર અદેખાઈનો બનાવ છે. આલે મોહમ્મદ (સ.અ.વ.)ના કિસ્સામાં તૌહીદની જે વ્યાખ્યા કરવામાં આવે છે તેના કરતાં અસ્હાબો અને પત્નીઓ માટે તૌહીદની અલગ પરીભાષા કઈ રીતે સમજાવી શકાય?

Be the first to comment

Leave a Reply