ફખ્ર અલ-રાઝીએ ફાતેમા ઝેહરા(સ.અ.)ના ફદકના દાવાનો બચાવ કર્યો

વાંચવાનો સમય: 2 મિનિટ

પ્રખ્યાત એહલે તસનનુનના પ્રખ્યાત ફ્કીહ અને ફિલોસોફર ફખ્ર અલ-દિન અલ-રાઝી (મૃત્યુ 605 હિજરી) એ અઈમ્મા(અ.મુ.સ.)ની ઈસ્મત અને અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના ફ્ઝાએલના વિશે  શીયાઓ સાથે ઘણા બધા મુદ્દાઓ બાબતે દલીલો કરી છે.

તેમણે ઈલ્મે કલામના ઉપયોગ થકી સહાબા (સહાબા/ખલીફા)નું રક્ષણ કરવાની કોશિશ કરી છે અને વિવિધ મુદ્દાઓ પર યોગ્ય ઠેરવવા માટે કલામનું ઈલ્મ(ઈલ્મ અલ-કલામ) નો ઉપયોગ કરતા હતા. કેટલાકના મતે, તે સુલતાન અલ-મુતકલ્લેમીન( કાયદાશાસ્ત્રનો રાજા) હતો.

અમુક વસ્તુ છે જેમાં ફખ્ર અલ-રાઝી સહાબી અને ખલીફાઓ કરતા અલગ છે જે આલે મોહમ્મદ(અ.સ.)ની તરફેણમાં નિર્ણય લે છે.

 

ફખ્રે અલ-રાઝીનો ફદક વિશે દૃષ્ટિકોણ

 

કહેવાતી રિવાયત મુજબ  “ફદક મુસ્લિમોનો છે કારણ કે પયગંબરો(સ.અ.વ.વ.) વારસો છોડતા નથી”, ફખ્ર અલ-રાઝી ફાતેમા ઝેહરા(સ.અ.)ની તરફેણમાં નીચે મુજબ દલીલ કરે છે:

અલી(અ.સ.), ફાતેમા(સ.અ.) અને ઈબ્ને અબ્બાસ સિવાય કોઈને પયગમ્બરના વારસા વિશે ખબર ન હતી. અને આ વ્યક્તિઓ દિનના મહાન આલિમોમાંથી છે અને તેઓ તેમના તકવા માટે ખુબ પ્રખ્યાત છે. બીજી બાજુ અબુબક્ર પાસે પયગંબરના વારસાની બાબતથી જાણ હોવાનું કોઈ કારણ ન હતું (કારણ કે તેઓ પયગંબર સાથે સંબંધિત ન હતા) અને તેને કોઈ કલ્પના પણ  કરી ન  હતી કે પયગંબરએ તેઓ માટે વારસા તરીકે કંઈક છોડી દીધું હશે. તો પછી કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ કેવી રીતે સ્વીકારી  શકે કે રસુલ(સ.અ.વ.)એ તેને જાણ કરી કે જેનો વારસામાં કોઈ હિસ્સો ન હતો અને તેમના વારસદારોને આ બાબતમાં અંધારામાં રાખ્યા હોય.

  • -તફસીર અલ-કબીર ભાગ-૯ પાનાં.૨૧૮

એ નોંધવું જોઈએ કે જાફરી મઝહબના મસઅલા મુજબ, કાકા વારસાના સંદર્ભમાં સંબંધીઓની પ્રથમ હરોળમાં નથી. જો બાળકો જીવતા હોય તો ભાઈઓના પુત્રો પાસેથી વારસાનો દાવો કરી શકાતો નથી. ફખ્ર અલ-રાઝીએ પોતાના ફિરકાના આધારે ઈબ્ને અબ્બાસને પયગમ્બરના વારસદારોમાં સામેલ કર્યા છે.

સ્પષ્ટપણે એહલે તસનનુનના પ્રખ્યાત આલિમોના મતે, અલ્લાહના પયગંબર(સ.અ.વ.વ.)એ, ફદક મુસલમાનોની મિલકત હોવા વિશે ખલીફોઓને કહેવાને બદલે ફાતેમા(સ.અ.) અને અલી(અ.સ.)ને  જાણ કરવી જોઈએ.

ઈસ્લામિક શરિયતના મસઅલાઓ

ન્યાયશાસ્ત્ર(ફિકહ)માં, વિષય સાથે અસંબંધિત વ્યક્તિની રિવાયત(હદીસ)ને અવિશ્વસનીય તરીકે નકારી કાઢવામાં આવે છે અને કાયદાને મંજૂર કરવાના આધાર તરીકે તેનો ક્યારેય ઉપયોગ થતો નથી.

ઉદાહરણ તરીકે, બસરા બિન્ત સફવાન નામની એક ઓરતથી એક રિવાયત છે કે શર્મગાહને સ્પર્શ કરવાથી પુરુષનું વુઝૂ બાતીલ થઈ જાય છે.

જો કે, અલી(અ.સ.), અમ્માર(ર.અ.), ઇબ્ને અબ્બાસ, અબ્દુલ્લા ઇબ્ને મસૂદ, હુઝૈફા ઇબ્ને યમાન(ર.અ.) વગેરેએ વુઝુને બાતીલ ગણ્યું નથી. જો બસરા બિન્તે સફવાનની રિવાયત વિશ્વસનીય હોત તો તેઓ જાણતા હોત.

અને જે લોકો એવું માને છે કે શર્મગાહને સ્પર્શ કરવાથી વુઝું બાતીલ  થઈ જાય છે તેઓ બસરા બિન્ત સફ્વાનની રિવાયતને પુરાવા તરીકે રજૂ કરતા નથી.

તેઓ બસરાની રિવાયતને નકારી કાઢે છે કારણ કે તે અસંભવિત છે કે અલ્લાહના પયગંબર(સ.અ.વ.) એવા વ્યક્તિને કોઈ કાયદો સમજાવે જેની સાથે કોઈ લેવા દેવા નથી, અને તે તેવા વ્યક્તિને રિવાયત કરે નહીં કે જેને તેનાથી સીધી અસર થાય છે. આંતરિક ખામીઓ છે અને હદીસની ખોટી માનવામાં આવે  છે.

  • -શર્હ ફતહ અલ-કાદિર ભાગ-૧ પાનાં.૫૬
  • -મસલાહ ફદક પાનાં.૪૭

તે વાત સ્પષ્ટ છે કે “પયગંબરો વારસો છોડતા નથી”  તે અવિશ્વસનીય છે અને તેને  ફાતેમા ઝેહરા(સ.અ.) ને ફદકના વારસાથી વંચિત કરવા માટેના આધાર તરીકે ઉપયોગ કરી શકાતો નથી.

આ અહેવાલ સ્પષ્ટપણે બની હાશિમને તેમની બાકી વારસો લૂંટવાનો અને તેમને આર્થિક રીતે અપંગ બનાવવાનો પ્રયાસ હતો જેથી તેઓ તે સમયના અત્યાચારી ખલીફાઓ સામે ક્યારેય ઊભા ન રહી શકે.

Be the first to comment

Leave a Reply