જ્યારે ફદકની બાબત ફરી પાછી આવી ત્યારે આયેશાને તકલીફ પડી

વાંચવાનો સમય: < 1 મિનિટ

ફદકના  વિવાદમાં, ખલીફાઓએ ખુબજ અનુકૂળતાપૂર્વક એક બનાવટી હદીસ રજૂ કરી કે પયગંબરો કોઈ વારસો છોડતા નથી, તેઓ જે કઈ છોડી જાય છે તે ઉમ્મત માટે છે.

બનાવટી હદીસના ગવાહમાં આયેશા અને હફસાની સાથે માલિક ઈબ્ને અવસ કે જે અઅરાબી શામેલ હતો.

ઉસ્માને આયેશાને તેની ખોટી ગવાહી યાદ કરાવી.

તબરી અને સકાફીએ તેમના ઈતિહાસના સંકલનમાં નોધ્યું છે કે ઉસ્માનના કાર્યકાળ દરમિયાન, આયેશા તેમની પાસે આવી અને માંગ કરી:

મને મારા પિતા અબુબક્ર અને પછી ઉમર દ્વારા આપવામાં આવેલ (પેન્શન) આપો.

ઉસ્માને જવાબ આપ્યો: મને આ પેન્શન મંજુર કરવાનું સમર્થન કિતાબ(કુરઆન) અને સુન્નતમાં કંઈ મળ્યું નથી. બલ્કે તારા પિતા અને ઉમરે તને પોતાની મેળે મંજૂર કર્યું હતું, પણ હું એમ કરીશ નહિ.

તેણીએ માંગ કરી: મને અલ્લાહના રસૂલ(સ.અ.વ.) તરફથી મારો વારસો આપો?

ઉસ્માને જવાબ આપ્યો: શું ફાતેમા(સ.અ.) અલ્લાહના રસૂલ(સ.અ.વ.) પાસેથી તેનો વારસો મેળવવા માટે તમારી પાસે આવ્યા ન હતા? પરંતુ તમે માલિક ઈબ્ને અવસ અલ-બસરી (અલ-નઝરી) સાથે ગવાહી આપી હતી કે – ખરેખર પયગંબર(સ.અ.વ.)એ વારસો છોડ્યો નથી. આ રીતે તમે ફાતેમા(સ.અ.)એ તમારી પાસેથી માંગેલ હક તમે હડપ કરી લીધો.

હું તમને (વારસો) આપીશ નહીં.

તબરી આગળ જણાવે છે – ઉસ્માને કહ્યું – શું તમે (આયેશા) તે અઅરાબી સાથે ન હતા કે જે પોતાના પેશાબ વડે વુઝુ કરતો હતો, તમારા પિતાની પાસે ગવાહી આપવા માટે કે પયગંબરો વારસામાં કંઈ છોડતા નથી?

 

  • -બેત અલ-અહઝાન પાનાં.૧૬૭
  • -બેહારુલ અનવાર ભાગ-૩૧ પાનાં.૨૯૫
  • -શર્હ નહજુલ બલાગાહ ભાગ-૧૬ પાનાં.૨૨૦(એહલે તસનનુન) અમુક ફેરફારો સાથે
  • -શેખ મુફીદ(ર.અ.)ની અલ-આમાલી પાનાં.૨૫ અમુક ફેરફારો સાથે
  • -કશ્ફ અલ-ગુમ્માહ ભાગ-૧ પાનાં.૪૭૯ અમુક ફેરફારો સાથે

સ્પષ્ટપણે આયેશાએ પવિત્ર પયગંબર(સ.અ.વ.)ના વારસાનો દાવો કરીને તેણીની પોતાની અગાઉના

ગવાહ આપનારને નકારી કાઢયો હતો. ઉસ્માન જેવી વ્યક્તિ માટે પણ, તેણીના વલણમાં વિરોધાભાસ સ્પષ્ટ હતો, કારણ કે તેણીની ખોટી ગવાહી પાછળનો હેતુ હઝરત ફાતેમા ઝહરા(સ.અ.)ને તેણીના વારસાથી વંચિત રાખવાનો હતો.

Be the first to comment

Leave a Reply