ઇજમાઅ (એકમત)થી નિમાયેલ ખલીફાઓના કિરદાર

વાંચવાનો સમય: 5 મિનિટ

કાઝી અયાઝના મત મુજબ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની બાર ઇમામો (અ.મુ.સ.)ની વિશે હદીસની રજૂઆત એ હતી કે બાર ઇમામો (અ.મુ.સ.) ફક્ત ખલીફાઓના ઝમાનામાં જ હશે, જે ઇસ્લામની તાકત અને તેની બાબતોમાં મક્કમ છે. આ ત્યારે બન્યું જયારે લોકોમાં આ બાબતે એકમત જોવા મળતો હતો ત્યાં સુધી કે વલીદ ઇબ્ને યઝીદના સમયગાળામાં ખરાબી ફેલાવવાના કારણે બની ઉમય્યાહની પડતી થઈ.

ઇબ્ને હજર પોતાની કિતાબ ફત્હુલ બારીમાં આ હદીસને રજુ કરી અર્થઘટન કર્યું છે

‘તેઓ બધા (ખલીફાઓ) લોકોની સર્વસંમતીથી હશે જેવી રીતે તેના પુરાવા છે. ત્યારબાદ તેણે ખલીફાઓના નામો રજુ કર્યા કે જેઓ સર્વસંમતી ધરાવે છે: અબુ બક્ર, ઉમર, ઉસ્માન, અલી (અ.સ.), મોઆવીયા, યઝીદ, અબ્દુલ મલિક અને તેના ચાર ફરઝંદો વલીદ, સુલૈમાન, યઝીદ અને હેશામ.

તે કહે છે કે ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝે સુલૈમાન અને યઝીદની વચ્ચેની સાકળમાં અવરોધ ઉભો કર્યો. આ ચાર ખોલફાએ રાશેદીન બાદ સાત ખલીફાઓ છે જયારે તેઓમાં ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝને ગણવામાં ન આવે. તેઓમાં બારમાં વલીદ ઇબ્ને યઝીદ ઇબ્ને અબ્દુલ મલિક છે.

જવાબ:

આ સૌથી ખરાબ શક્યતા છે અને રસુલુલ્લાહની હદીસનું ખુબ જ અપમાનજનક અર્થઘટન છે ભલે પછી ઇબ્ને હજર કહે કે આ સૌથી યોગ્ય અર્થઘટન છે. અમો બની ઉમય્યાહના બાપ દાદાઓના બારામાં તથા તેઓને કુરૈશમાંથી હોવા બાબતે દલીલ નહિ કરીએ કારણ કે આ હદીસો સ્પષ્ટપણે એલાન કરે છે કે બાર ઇમામો (અ.મુ.સ.) કુરૈશમાંથી હશે.

મોઆવીયા ઇબ્ને અબુ સુફિયાન

ઝમીન ઉપર જે વખાણ અને ખુશખબરી બાર ખલીફાઓના બારામાં બયાન થઈ હોય તે કેવી રીતે મોઆવીયાની ખિલાફતને લાગુ પડે? કારણ કે તે એ છે કે જેને

  • અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) સામે જંગ કરી છે કે જેમના બારામાં રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું હતું કે: તમારી (અલી અ.સ.) સામે જંગ એ મારી સામે જંગ છે.
  • તેણે મીમ્બરો ઉપરથી અમીરૂલ મોઅમેનીન (અ.સ) ઉપર લઅનત કરવાનો હુકમ કર્યો હતો.
  • તેણે ઈમામ હસને મુજતબા (અ.સ.)ને ઝહેર આપ્યું કે જેઓ જન્નતના જવાનોના સરદાર હતા.

યઝીદ ઇબ્ને મોઆવીયહ

ઝમીન ઉપર આ હદીસો કેવી રીતે યઝીદ ઇબ્ને મોઆવીયહ જેવા જાનવરને લાગુ પડે, કે જેણે

  • ઈમામ હુસૈન (અ.સ.)ની સામે જંગ કરી અને આપ તથા આપના સાથીઓને બેરહમીથી શહીદ કરી દીધા.

 

  • એવો ઝાલીમ હતો કે જે ખુલ્લમ ખુલ્લા ગુનાહ કરતો હતો અને પોતાના કુફ્રનો ખુલ્લો એકરાર કરતો હતો કે જે ઇબ્ને ઝબરીના પ્રખ્યાત શેઅરમાં જોવા મળે છે જેને ખુદ યઝીદ એ ખુશીમાં બોલે છે જયારે તેની પાસે ઈમામ હુસૈન (અ.સ.)નું કપાએલું સર લાવવામાં આવ્યું હતું.
  • તે એ હતો કે જેણે મુસ્લિમ ઇબ્ને અકબહને મદીનાના લોકોને કત્લ અને લુંટવાનો ત્રણ પ્રસંગોએ હુકમ કર્યો હતો. આ હુમલાઓમાં તેણે ઘણા બધા સહાબીઓને કત્લ કર્યા અને મદીના શહેર સંપૂર્ણપણે બરબાદ કરી દેવાયું હતું. આ હુમલાઓમાં ૧૦૦૦ કરતા વધારે મુસલમાન કુંવારીઓની ઇઝ્ઝત પામાલ કરી અને જયારે પણ મદીનામાંથી કોઈ મુસલમાન પોતાની દુખ્તરની શાદીમાં આપતા તો તેના કુંવારા હોવાની એમ કહીને ઝમાનત ન લેતા કે ‘કદાચ તેણીએ હર્રાના બનાવમાં પોતાનું કુંવારાપણું ગુમાવી દીધું છે. કહેવાય છે કે આ બનાવ પછી ૪૦૦૦ નાજાએઝ બાળકોનો જન્મ થયો હતો. મુસ્લિમ પોતાની કિતાબ ‘સહીહ મુસ્લિમ’માં નકલ કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ચેતવ્યા હતા કે, જે કોઈ મદીનાના લોકોને ડરાવશે, અલ્લાહ તેને ડરાવશે અને તેના ઉપર અલ્લાહ, મલાએકા અને ઇન્સાનોની લઅનત છે.

(મુરુજુઝ ઝહબ, ભા. ૩, પા. ૬૯)

 

  • વાકેદી અબ્દુલ્લાહ ઇબ્ને હન્ઝલાહથી નકલ કરે છે કે ‘અલ્લાહ ની કસમ! અમો યઝીદની મુલાકાતે જતા ન હતા સિવાય કે અમને ડર હતો કે આસમાનમાંથી અમારા ઉપર ઇલાહી સજા રૂપે પથ્થર આવી પડે કારણ કે યઝીદ એવો શખ્સ હતો કે જે પોતાની માતાઓ, દીકરીઓ અને બહેનો સાથે શાદી કરતો, શરાબ પીતો, નમાઝ ન પડતો

(તારીખુલ ખોલફા, પા. ૨૦૯)

  • અને તે એ હતો કે જેણે પવિત્ર કઅબા ઉપર હુમલો કરવાનો હુકમ આપ્યો હતો.
  • સીયુતી અને બીજાઓએ નવ્ફીલ ઇબ્ને અબી ફુરાતથી નકલ કર્યું છે કે તે ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ સાથે હતો ત્યાતે એક શખ્સે અમીરૂલ મોઅમેનીન યઝીદ ઇબ્ને મોઆવીયા કહીને યઝીદનો ઝિક્ર કર્યો. આ સાંભળીને ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ ગુસ્સે થયો અને પૂછ્યુ: તું યઝીદને અમીરૂલ મોઅમેનીન કહો છો? અને હુકમ કર્યો કે તેને ૨૦ કોરડા મારવામાં આવે.

(અસ્સવાએકુલ મોહર્રેકા, પા. ૨૧૯, કૈરો ખાતે છપાએલ, તારીખુલ ખોલફા, પા. ૨૦૯, ઈજીપ્ત ખાતે છપાએલ)

  • સવાએકમાં વર્ણન થયું છે કે સાદઇબ્ને હસ્સાનને કહેવામાં આવ્યું કે બની ઉમય્યાહ એવો દાવો કરે છે કે ખિલાફત તેઓ દરમિયાન છે. તેણે કહ્યું, ભૂરી આંખોવાળી (અબુ સુફિયાનની પત્ની હિન્દા તરફ નિર્દેશ કરીને)ના દીકરાઓ જુઠ્ઠું બોલી રહ્યા છે. તેઓ ફક્ત રાજાઓ છે, નહિ સૌથી ખરાબ રાજાઓ છે.

અબ્દુલ મલિક ઇબ્ને મરવાન

ઝમીન ઉપર અબ્દુલ મલિક જેવા બેઈમાનની ખિલાફત માટે આ હદીસો કેવી રીતે લાગુ પડે કે જેણે નેકીની હિદાયત માટે ઇસ્લામી હુકમની મનાઈ કરી હતી.

સીયુતી નકલ કરે છે, અબ્દુલ મલિકના ખરાબ કાર્યોમાંથી એક હતું કે તેણે હજ્જાજને મુસલમાનો અને સહાબીઓનો ગવર્નર બનાવ્યો હતો જે તેઓને કત્લ, હુમલા, અપશબ્દો અને કૈદ કરીને તેઓનું અપમાન કરતો. અલબત્ત તેણે સામાન્ય લોકો ઉપરાંત અસંખ્ય સહાબીઓ અને તાએબિનને કત્લ કર્યા હતા. તેણે અનસ અને બીજા સહાબીઓની ગરદનની ફરતે મોહર મારી તેઓનું અપમાન કર્યું હતું. અલ્લાહ તેના ઉપર રહેમ ન કરે અને તેને માફ ન કરે.

(તારીખુલ ખોલફા, પા. ૨૨૦)

વલીદ ઇબ્ને યઝીદ ઇબ્ને અબ્દુલ મલિક

ઝમીન ઉપર આવી હદીસો કેવી રીતે તે વાલિદ ઇબ્ને યઝીદ ઇબ્ને અબ્દુલ મલિક જેવા શખ્સને લાગુ પડી શકે જે ગુનેહગાર છે, શરાબી છે અને જેણે અલ્લાહની હરામ કરેલી બાબતોની પરવાહ ન કરી? તે એ શખ્સ છે કે જે હજજ માટે ખાને કઅબાની છત ઉપર શરાબ પીવા માટે ગયો હતો જેના માટે તેને લોકોનો ઠપકો મળ્યો હતો.

(તારીખુલ ખોલફા, પા. ૨૫૦, તારીખે તબરી, ભા. ૭, પા. ૨૦૯)

તે એ શખ્સ છે કે જેણે પવિત્ર કુરઆન ખોલ્યું હતું અને આ આયત જોઇને

وَاسْتَفْتَحُوْا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيْدٍۢ

અને તેઓએ ફેંસલાની માંગણી કરી અને દરેક સરકશ વિરોધી ઝલીલ થયો.

(સુરએ ઈબ્રાહીમ (૧૪) : આયત ૧૫)

તેણે તે (કુરઆન) ઝમીન ઉપર ફેંકી દીધું અને તીર વડે તેના ઉપર નિશાન લગાવ્યું અને કહ્યું,

શું તું મને સરકશ ઝાલીમ કહીને ધમકાવો છો?

અહી, હું તે સરકશ અને ઝાલીમ છું.

જયારે તને (કુરઆન)ને કયામતના દિવસે તારા પાલનહાર દ્વારા લાવવામાં આવે ત્યારે

કહેજે, અય પરવરદિગાર! વલીદે મને ફાડયું હતું.

(મુરુજુઝ ઝહબ, ભા. ૩, પા. ૨૧૬)

તે અય્યાશી અને હલકી ઝીંદગી જીવતો રહ્યો ત્યાં સુધી કે મરી ગયો.

શું ઇસ્લામનું આ માન અને મરતબો છે? શું આ રસુલુલ્લાહ (સ.અ.વ.)નું પ્રતિનિધિત્વ છે?

નકલ થયું છે કે જયારે તે હજજ માટે રવાના થયો તે પોતાની સાથે સામાનમાં કુતરાઓને લઈ ગયો, કઅબાની સાઈઝ મુજબ એક ગુંબજ તૈયાર કરાવ્યું જે તેની ઉપર રાખવામાં આવ્યું અને સામાનમાં શરાબ પણ રાખી. આમ કરીને તે એમ ચાહતો હતો કે કઅબાના ગુંબજમાં બેસીને શરાબ પીવે. પરંતુ તેના સલાહકારોએ લોકોના ગુસ્સાના ડરના કારણે તેમ કરવાથી રોક્યો. આખરે વલીદે નિશ્ચિત કર્યું.

(અલ કામિલ ફીલ તારીખ, ભ. ૩, પા. ૩૯૪)

મસઉદી મુબર્રદથી નકલ કરે છે કે વલીદે અમુક એવા અશઆર રચ્યા છે જેમાં તેણે સ્પષ્ટપણે કુફ્ર કર્યું છે અને રસુલુલ્લાહ (સ.અ.વ.)નું નામ લેતા તેણે કહ્યું:

હાશમીઓ ખિલાફત સાથે રમત કરી છે, ન તો કોઈ વહી આવી છે અને ન તો કોઈ કિતાબ નાઝીલ થઈ છે અને અલ્લાહને કહો કે મારાથી મારો ખોરાક બંધ કરી દે અને અલ્લાહને કહો મારાથી મારું પીણું બંધ કરી દે.

(મુરુજુઝ ઝહબ, ભા. ૩, પા. ૨૧૬)

ઇસ્હાક ઇબ્ને મોહમ્મદ અલ અઝરક જણાવે છે કે હું વલીદના કત્લ બાદ મન્સુર ઇબ્ને ઝહુર અલ અઝદી પાસે ગયો. તેની પાસે વલીદની કનીઝોમાંથી બે કનીઝો હતી. તેમાંથી એકે કહ્યું કે અમો તેની સૌથી ચહીતી અને માનવાળી કનીઝોમાંથી હતા. તે બિસ્તર ઉપર (બીજી કનીઝ તરફ ઈશારો કર્યો) તેની સાથે ગયો અને જયારે નમાઝનો સમય થયો (અઝાન) તેણે તેણીને હુકમ કર્યો કે લોકોને નમાઝ પડાવે જયારે કે તેણી નશા, નજાસત અને પર્દાની હાલતમાં હતી.

(અલ અક્દુલ ફરીદ, ભા. ૨, પા. ૨૯૦)

સીયુતી એહમદની મુસ્નદમાંથી એક હદીસ લાવે છે કે એક શખ્સ આ ઉમ્મત માટે આવશે જેનું નામ વલીદ હશે, તે ફીરઔન કરતા પોતાના લોકો ઉપર વધુ ઝુલ્મ કરતો હશે.

(તારીખુલ ખોલફા, પા. ૨૫૧)

તેથી, આવી વ્યક્તિને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા કહેવા કરતા યોગ્ય એ છે કે ફિરઔન કહેવામાં આવે કારણ કે તેઓ નબી ઈસા (અ.સ.)ના સહાબીઓ અથવા બની ઈસરાઈલના સરદારો કરતા કાફીરો અને નાસ્તિકો સાથે વધુ મળતા આવે છે.

અગર અમે ચાહીએ તો બની ઉમય્યાહ જેવાની ચર્ચા કરી શકીએ છીએ પરંતુ ચર્ચા લાંબી થવાના ડરના કારણે અહી અટકી જઈએ છીએ.

અમો કહીએ છીએ કે: કેવી રીતે કાઝી અયાઝ આવા ઝાલીમોને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફાઓ નિયુક્ત કરીને સંતોષ માની લે, કે જેમના બારામાં આપ (સ.અ.વ.)એ ખુશખબરી આપી હતી અને ફરમાવ્યું હતું કે તેઓ હિદાયત સાથે કામ કરશે અને અગર તેઓ ન હોત તો આ દુનિયા તેના રહેવાસીઓ સહીત બરબાદ થઈ ગઈ હોત અને જ્યાં સુધી તેઓ બાકી રહેશે ઇસ્લામી ઉમ્મત બાકી રહેશે અને એ કે તેઓ બની ઇસરાઇલના સરદારો જેવા છે.

તેના કરતા વધુ આશ્ચર્ય એ વાત ઉપર છે કે તેઓએ ઈમામ હસન (અ.સ.)ને આ હદીસમાંથી બહાર રાખ્યા, જયારે કે આપ (અ.સ.)નું ખલીફા તરીકે નામ સ્પષ્ટપણે આપના નાના, રસુલુલ્લાહ (સ.અ.વ.) દ્વારા બયાન કરેલી હદીસોમાં જોવા મળે છે અને યઝીદ, મોઆવીયા અને બની આસનો સમાવેશ કર્યો કે જેના ઉપર આપ (સ.અ.વ.) એ આ હદીસોમાં લઅનત મોકલી છે.

અને શા માટે તેઓએ ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝને આ ખલીફાઓમાં શામિલ ન કર્યા?

(સંદર્ભ: કિતાબ ‘મુન્તખબુલ અસર, ભા. ૧’ લેખક આયતુલ્લાહ લુત્ફૂલ્લાહ સાફી ગુલપાયગાની (અ.ર.) જે નબા પબ્લીકેશન્સ, તેહરાન, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન દ્વારા છપાએલ)

Be the first to comment

Leave a Reply