ઈસ્લામમાં ખલીફા અને ખિલાફતની માન્યતા

વાંચવાનો સમય: 3 મિનિટ

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન બાબતની ચર્ચા એ ખિલાફતની ચર્ચા છે. વિવિધ ફીરકાઓએ તેમની સાનુકુળતા પ્રમાણે તેનુ અર્થઘટન કર્યુ છે. આ ચર્ચામાં આપણે ખિલાફતના વસ્તુવિચાર બાબતના રહસ્યોને જાણવાની કોશીશ કરશું.

શાબ્દિક અર્થ

પ્રખ્યાત ઇતિહાસકાર રાગીબ ઇસ્ફ્હાની લખે છે કે ખીલાફ્તનો અર્થ બીજાનું પ્રતિનિધિત્વ કરવું, તેથી શબ્દ અલ્લાહના ખલીફા તે ખરા અર્થમાં હ. આદમ (અ.સ.),હ. દાઉદ (અ.સ.) અને બીજા બધા નબીઓ જેમકે હ. નુહ (અ.સ.), હ. ઈબ્રાહીમ (અ.સ.),હ. મુસા (અ.સ.), હ. ઈસા (અ.સ.)અને તેમના સૈયદુલ મુરસલીન હ. મોહમ્મદ (સ.અ.વ.) અને ૧૨ ઈમામો જેમની ખિલાફત બાબતે અલ્લાહના રસુલ (સ.અ.વ.) એ તેમની ઉમ્મતને ખુશખબરી આપી છે તેને લાગુ પાડી શકાય છે.

કુરઆન અને હદીસ પ્રમાણે તેનો અર્થ:

શબ્દ ખલીફા કુરઆન અને હદીસ પ્રમાણે કોઈ ખાસ નામ સાથે સંબંધિત નથી. જે સ્પષ્ટ પણેદર્શાવે છે અલ્લાહ અઝઝ વ જલ્લના ખલીફાનેજ લાગુ કરી શકાય છે. તેથી નબી અથવા ઈમામ તે અલ્લાહ અઝઝ વ જલ્લનો પ્રતિનિધિ અને વારસદાર છે અને નબુવ્વત અને ઈમામત એ અલ્લાહ અઝઝ વ જલ્લના કાર્યો અમ્રોમાંથી છે. કોઈપણ આ મહાન સ્થાનનો દાવો કરી શકતું નથી સિવાય કે તેની પરવાનગીથી.

અલ્લાહે શબ્દ ખલીફાનો ઉપયોગ પવિત્ર કુરઆનમાં આ રીતે કર્યો છે:

إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً

હું જમીન ઉપર ખલીફા નિયુકત કરવાનો છું.

અને તે મહાન અને પ્રશંશનીયએ જાહેર કર્યુ

يَا دَاوُودُ إِنَّا جَعَلْنَاكَ خَلِيفَةً فِي الْأَرْضِ

અય દાઉદ, ખરેખર અમે તમને ઝમીનમાં ખલીફા બનાવ્યો છે.

હદીસોમાં જોવા મળે છે કે તેઓ અલ્લાહ અઝઝ વ જલ્લના ખલીફા હતા તો પછી ખલીફાઓ તેના બંદાઓ ઉપર અને તેની મખ્લુકો ઉપર અલ્લાહના પ્રતિનિધિ તેની હુજ્જતો છે.

હાકીમો બાબતે તેઓ સરદારો છે પછી તે ઝમીનમાં પણ ખલીફા હોય. સાથો સાથ દરેક ખલીફા એ હાકીમ અને સરદાર છે. પરંતુ દરેક હાકીમ અને સરદાર ખલીફા નથી હોતો.

શબ્દો સરકાર, રાજ્ય, સત્તા, ખલીફાની સરખામણીમાં ઘણા ટુંકા નજરે પડે છે. ખિલાફત શબ્દ જેનો અલ્લાહે ઉપયોગ કર્યો છે અથવા નબુવ્વતની બાબત માટે તે બધાજ ક્ષેત્રોને આવરી લે છે. જેમકે ભવ્યતા, સુંદરતા નેકીના સિધ્ધાંતો ઉપર હુકુમત, ન્યાય, માનવ મુલ્યો, નબળા વર્ગ સાથે મહેરબાની કરવી વિ. કે જેનો અર્થ કોઈ શબ્દ આવરી લેતો નથી. કારણકે ખલીફાની સત્તા એ અલ્લાહના હાકીમ, ન્યાયી, ફાયદો આપનાર, મહેરબાન, સર્વશકિતશાળી, ગાલીબ, ઉદાર, પવિત્ર, દયાળુ, માફ કરનાર અને પનાહ આપનાર રાજ્ય સત્તા સાથે સંબંધિત છે.

ખલીફાને તેના સ્થાનથી વંચિત નથી કરી શકાતો, ન તો અલ્લાહે તેને જે આપ્યું છે તેનાથી ફેરવી શકાય છે. તેને હુકમ નથી આપવામાં આવ્યો પરંતુ ન્યાયની સ્થાપનાનો, અસત્યની સાથે લડતનો, નફસોની પાકીઝગીનો અને પવિત્ર કુરઆન અને સુન્નત ઉપર અમલ કરવાનો. તેથી જે કોઈ આ રસ્તા અને હેતુથી હટી જશે તે ખલીફા નહી હોય. જયારે કે અમીર, ગવર્નર અથવા રાજા બાબતે આવુ નથી.

ખરેખર હવે તે સ્પષ્ટ થઈ ગયું છે ખિલાફત એ ઈલાહી સ્થાન અને અલ્લાહનું પ્રતિનિધિત્વ સિવાય શકય નથી અને આ બાબતે કોઈ અલ્લાહનો ભાગીદાર નથી.

ઝમીનમાં અલ્લાહના ખલીફાની નિમણુંક ફકત અલ્લાહ દ્વારા જ શકય છે તે બાબતની તાર્કીક દલીલો ઉપરાંત પવિત્ર કુરઆનમાં إِنِّي جَاعِلٌ અને إِنَّا جَعَلْنَاكَ ઉપરોકત આયતો પણ આ હકીકત સાબિત કરવા પુરતી છે કારણકે આ બંને આયતો સ્પષ્ટપણે દર્શાવે છે કે ખલીફાની નિમણુંક તે અલ્લાહ અઝઝ વ જલ્લના કાર્યોમાંથી એક છે અને તે તેનું ખાસ કાર્ય છે જેમાં તેનો કોઈ ભાગીદાર નથી.

શીઆ અને સુન્ની બંનેની કિતાબોમાં ઘણી હદીસો વર્ણવવામાં આવી છે કે જે દર્શાવે છે કે ખલીફા અને ખિલાફત ફકત અલ્લાહના પ્રતિનિધિત્વને લાગુ પડે છે. તે મહાન ઈલાહી નિમણુંક છે અને તેના સિવાય બીજુ કશું નથી.

જેમકે રસુલે ખુદા (સ.અ.વ.)ની હુઝયફાને સલાહ:

અગર અલ્લાહનો ખલીફા ઝમીનમાં હોય તો તમે તેની ઈતાઅત કરો પછી ભલે તે તમને ચાબુકથી પીઠ ઉપર મારે અથવા તમારો બધો માલ લઈ જાય.

જ. કુમયલ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.). થી વર્ણવે છે કે આપે ફરમાવ્યું:

તેઓ અલ્લાહના ખલીફા છે તેના શહેરોમાં તેની ઝમીનમાં.

જેઓ સામાજીક ટ્રસ્ટો અને માલના જવાબદાર છે તેમને સંબોધીને અમીરૂલ મોઅમેનીન (અ.સ.). તેમને સલાહ આપે છે કે તેઓ સત્ય સ્થાપવામાં અને દરેક બાબતો મોટા અથવા નાના, મહત્વના અથવા તે સિવાયના, ન્યાયના સિધ્ધાંતોનું પાલન કરવામાં ખુબજ વધારે સાવચેતી રાખે પછી આપ (અ.સ.) તેમને હુકમ આપે છે કે તેઓ લોકોને કહે,

અય અલ્લાહના બંદા, અલ્લાહના વલી અને તેના ખલીફાએ મને તમારી તરફ મોકલ્યો છે.

મહાન આલીમ જેઓ ફિકહ, હદીસ, સાહિત્ય અને બીજા ઘણા જ્ઞાનોમાં પ્રભુત્વ રાખતા હતા તે શૈખ બહાઉદ્દીન અલ આમેલી અ.ર. ઉપરોકત હદીસની સમજણ આપતા એક કવિતા લખે છે જેનું નામ વસીલા અલ ફવ્ઝ વલ અમાન ફી મદહે સાહીબ અલ અસ્રે વઝઝમાન. તેની એક પંકિત નીચે પ્રમાણે છે.

દુનિયાઓના પાલનહારના ખલીફા

ઝમીનમાં દરેક ઘરના રહેવાસીઓ ઉપર તેનો છાયો.

તેથી કોઈને પણ ભલે તે ગમે તે હોય ઝમીન ઉપર ખલીફાની નિમણુંક કરવાનો અધિકાર નથી.

(મુન્તખબુલ અસર, ભાગ-૧ ના અંગ્રેજી અનુવાદમાંથી લીધેલ. નબા પબ્લીકેશન, તેહરાન, ઈરાન દ્વારા પ્રકાશીત. લેખક આયતુલ્લાહ લુત્ફુલ્લાહ સાફી ગુલપાયગાની, અલ્લાહ તેમની વયમાં વધારો કરે.)

Be the first to comment

Leave a Reply