શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના પુત્રનું નામ પ્રથમ ખલીફાના નામ ઉપરથી રાખ્યું હતું?

વાંચવાનો સમય: 4 મિનિટ

વાંધો

કેટલાક મુસ્લિમો માને છે કે અમીરુલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)ના ખલીફાઓ સાથે સ્નેહભર્યા સંબંધો હતા. પુરાવા તરીકે, તેઓ આક્ષેપ કરે છે કે આપ (અ.સ.)એ  તેમના પુત્રનું નામ અબુબક્ર ઇબ્ને અબી કહાફાહના નામ પરથી રાખ્યું છે. તેઓ દાવો કરે છે કે અગર જો અલી (અ.સ.)ને અબુબક્ર સામે કોઈ ફરિયાદ હતી (વાંધો હતો) તો આપ(અ.સ.)એ શા માટે તેમના પુત્રનું નામ તેમના નામ પર રાખ્યું?

જવાબ

અમીરુલ મોઅમેનીન(અ.સ.)નો પુત્ર જેના વિષે સવાલ છે તે કરબલામાં શહીદ થયા  હતા. આપણે અહી જોશું કે તેનું નામ અબુબક્ર ન હતું જે મુજબ આ કાલ્પનિક દાવો કરવામાં આવે છે તેનો જવાબ અને હકીકતની સ્પષ્ટતા પાંચ મુદ્દા દ્રારા રજુ કરીએ છીએ.

૧.શા માટે અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના પુત્રનું નામ તે વ્યક્તિ ઉપરથી રાખ્યું

૨.કરબલાના શહીદોને સલામ કરીને આ ચર્ચાને સમાપ્ત કરીએ

૩.અબુબક્રનું સાચું(વાસ્તવિક) નામ

૪. જો દીકરી લાયક ન હતી તો પિતા કેવી રીતે લાયક હોઈ શકે?

૫. કેવીરીતે અબુબક્ર, મોહંમદ ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ સાથે મુસલમાનોએ વ્યવહાર કર્યો?

ઉપરોક્ત દરેક મુદ્દાને વિગતવાર સમજીએ

૧.શા માટે અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના પુત્રનું નામ તે વ્યક્તિ ઉપરથી રાખ્યું?

બંને ફિરકાઓના ઈતિહાસકારો અને આલિમો સર્વસમંત છે કે કહેવાતા પ્રથમ ખલીફા તેની બહાદુરી માટે ખાસ પ્રખ્યાત ન હતા.

ઘણા પ્રસંગોએ તે તૈયાર પણ રહેતા (ભાગવા માટે) અને ખુશ પણ થતા  તેમણે પવિત્ર પયગંબર(સ.અ.વ.)ને પણ દુશ્મનો વચ્ચે છોડી દીધેલા છે. પવિત્ર કુરઆનમાં તેના આ બાબતના ઉલ્લેખ કરાયેલા પ્રસંગોમાંથી બે પ્રસંગો જંગે ઓહદ અને હુનેન અહી યાદ આવે છે  કે જ્યારે તે ભાગવામાં સફળ થયા હતા.

કદાચ રસુલુલ્લાહ(સ.અ.વ)ના પછીથી  મુસ્લિમો પર શાસન કરવાના પ્રાથમિક હેતુ માટે તેમજ તેણે સત્તા કબજે કરવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની દફનવિધિને પણ છોડી દીધી હતી. જેમ કે સકીફાહમાં ભારે ગુસ્સા ભરેલી વાતો તેની સાક્ષી આપે છે.

ત્યાં સુધી કે હિજરત દરમ્યાન રસુલુલ્લાહ (સ.અ.વ) મક્કાના કાફીરોથી દૂર થઈ એક ગુફામાં રોકાયા હતા ત્યાં પણ નાના બાળકની જેમ રડવા માંડ્યા જ્યારેકે રસુલુલ્લાહ (સ.અ.વ)નું વજૂદ (સાથે હોવું) દરેક મુસીબતમાંથી ઢાલ સમાન છે. પરંતુ  તેને રસુલુલ્લાહ (સ.અ.વ) સાથે હોવા છતાય પણ ઇત્મેનાન  (સુકુન) ન હતું અગર રસુલુલ્લાહ (સ.અ.વ)એ સખ્ત ઠપકો ન આપ્યો હોતે (તેને ચુપ કરવા માટે ) અને રુહાની સુકુન જે પયગંબર (સ.અ.વ) પર નાઝીલ કરવામાં આવ્યું હતું (અલ્લાહની મદદ) ન હોતે તો શક્ય છે કે કહેવાતા પ્રથમ ખલીફાના રડવાના કારણે કાફીરો રસુલુલ્લાહ (સ.અ.વ) સુધી પહોચી જતે, જ્યારેકે ગુફાના પ્રવેશદ્વાર પરના કરોળિયાએ પણ વધુ સામાન્ય સમજ અને હિંમત દર્શાવી હતી.

મુસલમાનોએ પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) કે જે  બહાદુર હતા તે  ક્યારેય જંગમાં હાર્યા ન હતા અને ખાસ કરીને ઓહદ અને હુનૈનમાં ઘણીવાર પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો, તેઓ પોતાના પુત્રનું નામ આવા વ્યક્તિના નામ પર રાખે ?

ખાસ કરીને ધ્યાન આપો કે અલી (અ.સ)ના આ પુત્ર અને બીજા પુત્રો જેમકે જ. અબ્બાસ, જાફર, અને અબ્દુલ્લાહ કે જે ખાસ કરીને કરબલા માટે હતા, અને કરબલાની જંગ ઓહદ અને હુનૈન કરતાં પણ મોટી કસોટી હતી.

આ વાતને ધ્યાનમાં રાખીને શું હજી પણ એવી શક્યતા છે કે અમીરુલ મોઅમેનીન(અ.સ.) પોતાના પુત્રનું નામ પ્રથમ ખલીફાના નામ પર રાખ્યું હશે, એ કે જે ઓહદ અને હુનૈન જેવી સરળ જંગમાં પણ બહાદુરી અને હિંમત માટે જાણીતા ન હતા?

૨.કરબલાના શહીદોને સલામ કરીને આ ચર્ચાને સમાપ્ત કરીએ

જયારે ઈમામ જાફરે સાદિક(અ.સ.) દ્વારા તાલીમ કરાયેલ  કરબલાના  શહીદોની ઝીયારત  પડવામાં આવે તો આ વિષય પરની  બધી શંકાઓ દુર થઈ જાય છે.

السَّلَامُ عَلَى أَبِي بَكْرٍ مُحَمَّدِ بْنِ أَمِيرِ الْمُؤْمِنِينَ

સલામ થાય અબુબક્ર મોહંમદ ઇબ્ને અમીરુલ મોઅમેનીન ઉપર

  • અલ મઝઆર પાના.૧૪૯ મોહમદ ઇબ્ને મક્કી(ર.અ.) શહીદ અવ્વલ(ર.અ.)

શહીદે અવ્વલ(ર.અ.)ના મતે, કે જે શિયા આલિમોમાં સૌથી પ્રખ્યાત છે, અબુબક્ર કે જે અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના પુત્રનું  સ્પષ્ટપણે ઉપનામ (કુન્નીયત) હતી જયારે કે તેનું નામ મોહંમદ હતું.

પ્રખ્યાત આલીમ  શેખ અબ્બાસ કુમ્મી(ર.અ.) તેમના પુસ્તક – નફસ અલ મહમૂમમાં અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ના પુત્રોની શહાદતની ચર્ચા હેઠળ નોંધે છે:

તેનું નામ પ્રખ્યાત  ન હતું  (તેનું ઉપનામ (કુન્નીય્ત) અબુબક્ર છે) જયારે કે તેમની માતા લયલા હતા, તે મસુદ ઇબ્ને ખાલીદના દીકરી હતા.

આથી સ્પષ્ટરીતે કોઈ દાવો નથી કરી શકતું કે તેનું નામ અબુબક્ર હતું.શહીદે અવ્વલ(ર.અ.) અને શેખ અબ્બાસ કુમ્મી (ર.અ.) જેવા વિવિધ આલિમોના અહેવાલોમાં સર્વસંમતિ છે કે અબુબક્ર તેમનું ઉપનામ (કુન્નીય્ત) હતું નામ ન હતું.

ઉપનામ (કુન્નીય્ત) નામ કરતા અલગ હોય છે. નામ બાળકને આપવામાં આવે છે જયારે ઉપનામ બાળક દ્રારા ધારી લેવામાં આવે છે.શહીદના નિર્ણયથી એ સંભવિત છે કે તેનું નામ મોહંમદ હતું નહિકે અબુબક્ર

૩. અબુબક્રનું સાચું (વાસ્તવિક) નામ 

તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે મુસલમાનોએ એક વ્યક્તિને તેના નામ વિશે પણ ખાતરી કર્યા વિના ‘ખલીફા’ બનાવ્યા.

અબુબક્રનું નામ અતીક( આઝાદ ગુલામ) હતું.

  • અલ એહતેજાજ ભાગ-૧ પાના.૨૦૬

અબુબક્રનું નામ તેમના વંશ અને કુટુંબના વ્યવસાયના તરફ ઈશારો કરે છે.

રસ ધરાવતા વાચકો નીચેની કિતાબો વાચી શકે છે:

  • તારીખ મદીનતો દમિશ્ક ભાગ-૬૬ પાના.૩૨૭
  • અલ કાફી ૮ પાના.૩૩

 

આનો અર્થ એ છે કે જો અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના પુત્રનું નામ અબુબક્ર રાખવામાં આવ્યું હતું (જે અમે ખોટું સાબિત કર્યું છે), તો તે સ્પષ્ટપણે ખલીફા સાથે સંબંધિત ન હતું કારણ કે તેનું નામ પહેલાં ક્યારેય નહોતું.

શું આ મુસલમાનો પાસે અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ પોતાના પુત્રનું નામ અતીક, પ્રથમ ખલીફાનું અસલી નામ રાખ્યું હોવાનું કોઈ ઉદાહરણ છે?

૪.જો દીકરી લાયક ન હોય તો પિતા કેવી રીતે લાયક હોઈ શકે?

એ લોકો કે જેઓ નામની દલીલ દ્વારા પ્રથમ ખલીફા અને એહલેબેત (અ.મુ.સ) વચ્ચે સારા સંબંધ સ્થાપિત કરવા માંગે છે તેઓ આ વિષય પરની હદીસોથી ખાસ પરિચિત નથી.

અહી ઉદાહરણ તરીકે એક રિવાયત નકલ કરીએ છીએ

યાકુબ સર્રાજ નોંધે છે : જ્યારે ઈમામ મુસા કાઝીમ (અ.સ) ઘોડીયામાં હતા ત્યારે હું ઈમામ સાદિક(અ.સ.)ની ખિદમતમાં આવ્યો ત્યારે ઈમામ સાદિક (અ.સ) ઈમામ મુસા કાઝીમ (અ.સ)ના માથા પાસે ઉભા હતા

આપ ઈમામ સાદિક(અ.સ.) તેમના ઉપર ઘણા સમય સુધી તેની પાસે રહ્યા હું પણ ત્યાં બેસી ગયો.

આપ(અ.સ.)એ મને કહ્યું: તમારા ઈમામથી નજદીક આવો અને તેમને સલામ કરો

હું તેની નજદીક ગયો અને તેમને સલામ કરી. આપ(અ.સ.)એ અદબ સાથે(મારી સલામનો ) જવાબ આપ્યો, “ જાવ અને તમારી પુત્રીનું નામ બદલો, જેનું નામ તમે ગઈકાલે રાખ્યું હતું.આ એક એવું નામ છે જે યકીનન અલ્લાહની નજદીક તુચ્છ(ધિક્કારપાત્ર) છે.

યાકુબ ખે છે કે મારે ત્યાં પુત્રીનો જન્મ થયો હતો અને મે તેનું નામ હુમેરા(જે પયગંબર(સ.અ.વ.)ની પત્નીનું ઉપનામ હતું તે  રાખ્યું હતું.

ઈમામ સાદિક(અ.સ.)એ કહ્યું: જે તમને માગદર્શન આપવામાં આવ્યું છે તે બાબત ઉપર  તમે અમલ  કરો.

પછી મે તેણીનું નામ બદલ્યું.

  • કાફી ભાગ-૧ પાના.૩૧૦, ભાગ-૨ પાના.૭૦
  • વસાએલુશ શિયા ભાગ-૨૧ પાનાં.૩૮૯
  • કિતાબ અલ ઈર્શાદ ભાગ-૨ પાના.૨૧૯
  • મદીનતુલ મઆજીઝ ભાગ-6 પાના.૨૨૪
  • મનાકીબો આલે અબી તાલિબ ભાગ-૪ પાના.૨૮૮

 

સ્પષ્ટપણે, જ્યારે પુત્રીના નામની આ સ્થિતિ હોય, ત્યારે પિતા વિશે શું કહી શકાય!!

૫. મુસલમાનોએ અબુબક્ર, મોહંમદ ઇબ્ને  અલી ઇબ્ને અબી તાલિબ સાથે કેવો વ્યવહાર કર્યો ?

અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના પુત્ર અને અબુબક્ર ઈબ્ને અબી કહાફાહ વચ્ચેના સંબંધને સાબિત કરવાનો પૂરો પ્રયાસ કરનારા આ મુસલમાનોએ એક ક્ષણ માટે વિચારવું જોઈએ કે મુસલમાનોએ અલી(અ.સ.)ના આ પુત્ર મોહંમદ  ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ સાથે  કેવી રીતે વ્યવહાર કર્યો. એક ક્ષણ ધારી લઇએ કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ તેમનું નામ પ્રથમ ખલીફાના નામ પરથી રાખ્યું છે. તો  શું આ બાબતથી મુસલમાનો માટે કંઈ બદલાવ કરે છે?શું તેઓ હવે અલી (અ.સ.)ના આ પુત્રની હત્યા માટે યઝીદની નિંદા (નફરત) કરશે કે  એવું માનવામાં આવે કે તેનું નામ અબુબક્ર ઇબ્ને અબી કહાફાહના નામ પરથી રાખવામાં આવ્યું છે? મોહંમદ  ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ સાથે આ રીતે વર્તન કરવા અને તેના હત્યારાઓના દરજ્જાને ઉંચો કરવા બદલ આ મુસલમાનો  અમીરુલ મોઅમેનીન(અ.સ.) અને અલ્લાહના પયગમ્બર(સ.અ.વ.)નો કેવી રીતે સામનો કરશે?

સ્પષ્ટપણે, અલી(અ.સ.) ખલીફાઓને એટલી મોહબ્બત કરતા હતા કે તેમણે તેમના પુત્રોના નામ તેમના નામ પર રાખ્યા હતા તે સાબિત કરવા માટે મુસલમાનોની દલીલમાં કોઈ યોગ્યતા નથી. અવિશ્વસનીય ધારણાઓ અને કલ્પનાઓ ખલીફાઓની ભૂલો અને તેમના પ્રત્યે અહલેબૈત(અ.મુ.સ.)ના ગુસ્સાને છુપાવી શકતા નથી.

 

Be the first to comment

Leave a Reply