અય્યામે ફાતેમા અને બરાઅતને તાજુ કરવું

વાંચવાનો સમય: 4 મિનિટ

إِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُهِينًا

જે લોકો અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ.)ને અઝીયત પહોચાડે છે અલ્લાહ તેના પર દુનિયામાં અને આખેરતમાં લાનત કરે છે અને તેના માટે આખેતરમાં દર્દનાક અઝાબ છે.

(સુ. અહઝાબ – ૫૭)

અય્યામે ફાતેમા વર્ષના તે દર્દનાક અય્યામ (દિવસો) છે જેમાં એહલેબૈત(અ.મુ.સ.)ના ચાહવાવાળા શેહઝાદીએ કોનૈન, ખાતુને મહેશર, દુખ્તરે રસુલ(સ.અ.વ) જ. સૈયદા(સ.અ.)ના ગમને અને મુસીબતને યાદ કરે છે. આ દિવસોમાં ખાસ કરીને આપ(સ.સ.) પર પડવાવાળી મુશ્કેલીઓને યાદ કરે છે. આ તે દિવસો છે જેમાં દુખ્તરે રસુલ(સ.અ.વ.) લાંબી મુદ્દત સુધી સખ્ત મસાએબ (ખુબ  જ મુસીબતો) ઉઠાવ્યા પછી આ દુનિયાથી રૂખસત થઇ ગયા. રસુલ (સ.અ.વ.)ની શહાદત પછી આપને ઉમ્મતના હાથોથી એટલી બધી મુસીબતો બરદાસ્ત કર્યા કે આપની કમર તુટી ગઇ. શરીર કમઝોર થઇ ગયુ, અને પેહલુ શીકસ્તા થઇ ગયું, રસુલે અકરમ (સ.અ.વ.)ની શહાદત પછી જેટલા દિવસો આપ હયાત(જીવતા) રહ્યા આપ દિવસ અને રાત પોતાના બાબાના મરસીયા(નૌહા) પડતા રહ્યા. આ ઝુલ્મો આપને એ માટે સહન કરવા પડયા કારણ કે શરીરની કમઝોરી અને બાબાના ગમમાં તુટેલા દિલ સાથે સબ્રથી આગળ વધીને પોતાના વકતના ઇમામ અને સાચા જાનશીન સરવરે કાએનાત હ. અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની દીફા (બચાવ) કરી. ખુદ ઝાલીમોના ઝુલ્મનો સામનો કર્યો અને પોતાના ઘર ઉપર હુમલો કરવાવાળાઓથી પોતાના શોહર(પતિ) અલી(અ.સ.)ની જાન બચાવી. આ તે કારણ છે કે આ દિવસો એહલેબૈત(અ.મુ.સ.)ના આશીકો (ચાહવાવાળા) માટે રંજ અને ગમના દિવસો છે, આ તે દિવસો છે કે જયારે અલી(અ.સ.) દુનિયામાં એકલા પડી ગયા, હસનૈન(અ.મુ.સ) યતીમ થઇ ગયા અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની એકની એક ગમખ્વાર દિકરી આ દુનિયાથી રૂખસત થઇ ગયા.

જ. ઝહરા(સ.અ.)ના દુશ્મનોથી બરાઅત

આ દિવસોમાં જયાં જ. સૈયદા(સ.અ.)ની શહાદતને યાદ કરીએ છીએ ત્યાં જ તેના પર ઝુલ્મ કરવાવાળાઓથી નફરત અને બેઝારીનો ઝીક્ર કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે મઝલુમોથી હમદર્દીનો તકાઝો છે કે ઝાલીમથી બરાઅતનો ઇઝહાર કરવામાં આવે. ઝાલીમોથી બરાઅત અને બેઝારી કરવાનો એક હુકમ કુરઆથી પણ છે. હુકમતો ત્યાં સુધી છે કે અગર તમારા પોતાના લોકો પણ કુફ્રને ઇમાન ઉપર અગ્રીમતા આપે તો તેને પણ તમારો દોસ્ત ન સમજો. કારણ કે જે લોકો પણ આવું કરશે તે ખુદ ઝાલીમ થઇ જાય છે.

અય ઇમાન લાવનારાઓ પોતાના મા-બાપ અને ભાઇઓને પોતાના દોસ્ત ન સમજતા અગર તે ઇમાન ઉપર કુફ્ર ને અગ્રીમતા આપે તમારામાંથી જે પણ કાફીરોને પોતાના દોસ્ત સમજે છે તો તે ખુદ ઝાલીમમાંથી બની જાય છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا آبَاءَكُمْ وَإِخْوَانَكُمْ أَوْلِيَاءَ إِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَى الْإِيمَانِ وَمَنْ يَتَوَلَّهُمْ مِنْكُمْ فَأُولَئِكَ هُمُ الظَّالِمُونَ [سوره التوبة:23

અય ઇમાનવાળાઓ તમારા બાપદાદાએ તથા ભાઇઓ અગર ઇમાનનાં મુકાબલામાં કુફ્રને વધારે પસંદ કરતા હોય તો તેમને તમારા સરપરસ્ત બનાવો નહી અને તમારામાંથી જે કોઇ તેમને સરપરસ્ત બનાવશે તેઓ ઝાલીમો છે. (સુ.તૌબા -૨૩)

આ આયતની તફસીરમાં કિતાબે બુરહાનમાં ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.)થી રિવાયત છે કે આ આયતમાં ‘ઇમાન’ થી મુરાદ હ. અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની વિલાયત છે અને ‘કુફ્ર’ થી મુરાદ તે બન્નેથી વિલાયત ને કબુલ કરવું છે.

પછી જે લોકોએ કુફ્રની સાથે સાથે જ. ફાતેમા (સ.અ.)ના ઘર પર હુમલો કર્યો તેનો ગુનાહ (ઝુલ્મ) તેનાથી વધારે ગંભીર છે. તે લોકો ન ફકત હ.અલી(અ.સ.)ની વિલાયના ઇન્કાર કરવાવાળા બન્યા. પરંતુ એક મહાન ઝુલ્મ કરવાવાળા બન્યા.

મોઅમીનો માટે કુરઆનનો હુકમ છે કે હક્ક પરસ્ત મુસલમાનોએ ઝાલીમો સાથે ક્યારેય મેળ ન રાખવો જોઇએ.

وَلَا تَرْكَنُوا إِلَى الَّذِينَ ظَلَمُوا فَتَمَسَّكُمُ النَّارُ وَمَا لَكُمْ مِنْ دُونِ اللَّهِ مِنْ أَوْلِيَاءَ ثُمَّ لَا تُنْصَرُونَ

અને ઝુલ્મગારો પર આધાર ન રાખવો નહિતર જહન્નમની આગ તમને પકડી લેશે અને તે હાલતમાં અલ્લાહ સિવાય તમારો કોઇ સરપરસ્ત નહીં હોય પછી તમને સહાય કરવામાં આવશે નહી

(સુ.હુદ – ૧૧૩)

આ આયતમાં સ્પષ્ટ થઇ જાય છે કે અગર ઝાલીમોથી બરાઅત અને બેઝારી ન કરવામાં આવે તો સરકશી અને તુગીયાનીની અસર આપણને પણ ઘેરી લેશે. અને અલ્લાહની નઝરમાં જે ઝુલ્મ કરનારને સાથ આપે છે તે પણ તેના ગુનાહમાં ભાગીદાર બની જાય છે.

આ રીતે ઇન્સાની ઇતીહાસના દરેક પાના પર ઝુલ્મ અને અત્યાચારની દાસ્તાન લખાઇ ગઇ છે પરંતુ પયગમ્બર (સ.અ.વ.)ની દિકરી પર થએલા ઝુલ્મો વધુ ગંભીર છે તેમના ઉપર એટલી હદે મસાએબ ગુઝારવામાં આવ્યા (ઝુલ્મ કરવામાં આવ્યા) આપે પોતાના ઉપર ઝુલ્મ કરવાવાળા ઉપર દરેક નમાઝ પછી બદદોઆ કરતાં હતાં.

રિવાયતમાં છે કે ખુદ રહમતુલીલ્લ આલમીન સરકારે અંબીયા(સ.અ.વ.)એ પોતાની દુખ્તર ઉપર ઝુલ્મ કરવાવાળાઓ ઉપર લાનત કરી છે.

તેના સિવાય એવા ઘણા વાકેઆ છે જેમાં ઇમામ(અ.સ.) એ તેમના જદ્દે માજેદા ઉપર ઝૂલ્મ કરાવાવાળાઓ ઉપર ઝુલ્મ કરનારાઓ ઉપર લાનત કરવાવાળાઓ માટે દોઆ કરી છે અને આ અમલને નેક કરાર દીધો છે. આ બાબતનો એક વાકેઓ પણ એક બીજા લેખમાં નકલ કર્યો છે જેને લંબાણને લીધે અહીંયા દોરાવ્યો નથી.

આ સમયે અમે ફકત ઇમામો(અ.મુ.સ.)થી રિવાયત કરેલ ઝીયારતોનાં જુમલા પેશ કરી રહ્યા છીએ જેમાં જ.સૈયદા(સ.અ.) ઉપર ઝુલ્મ કરવાવાળાઓ ઉપર લાનત કરી છે. જ. સૈયદા(સ.અ.)ની એ ઝીયારતની જ કિતાબમાં નકલ કરવામાં આવી છે તેમાં આપણે પઢીએ છીએ.

السلام علیک أیّتها البتول الشهیدة؛ لعن اللّه مانعک إرثک و دافعک عن حقّک،
لعن اللّه أشیاعهم و أتباعهم و ألحقهم بدرک الجحیم

સલામ થાય અઆપ પર અય બતુલ (અ.સ)!! અય શહીદે રાહે ખુદા!! અલ્લાહ તેના ઉપર લાનત કરે જેણે તમને તમારા વારસાથી મહેરૂમ રાખ્યા અને તમારા હક્કથી મેહરૂમ રાખ્યા. અલ્લાહ તેમને(ઝાલીમો) ઉપર તેમના સાથીઓ ઉપર અને જેઓએ તેમની (ઝાલીમોની) પૈરવી કરી તેઓ  ઉપર લાનત કરી અને તે બધાનું ઠેકાણું જહન્નમમાં કરાર દે.

આવા પ્રકારની લાનતો અને બરાઅતોના જુમલા આપ(સ.અ.)ની બીજી ઝીયારતોમાં પણ નકલ કરવામાં આવ્યા છે કિતાબ ‘અવામુલ ઓલુમ’ ના લેખકે પોતાની કિતાબના પાના નં. ૧૧ માં એક બાબમાં ઝીયારતોમાંથી થોડુક નકલ કર્યુ છે.

السلام علیک أیّتها المظلومة الصابرة، لعن اللّه من منعک حقّک و دفعک عن إرثک؛
و لعن اللّه من ظلمک و أعنتک و غصّصک بریقک و أدخل الذلّ بیتک؛ و لعن اللّه من رضی بذلک و شایع فیه و اختاره و أعان علیه و ألحقهم بدرک الجحیم. إنّی أتقرّب إلی اللّه سبحانه بولایتکم أهل البیت و بالبراءة من أعدائکم من الجنّ و الإنس و صلّی اللّه علی محمّد و آله الطاهرین.”

સલામ થાય તમારા ઉપર અય (મઝલુમા) કે જેની ઉપર ઝુલ્મ કરવામાં આવ્યા અને અય સાબેરા કે જેણે સબ્ર કર્યું. અલ્લાહ લાનત કરે તેના ઉપર જેણે તમને તમારા હક્ક મેળવવાથી રોક્યા અને તમને તમારા વારસાથી મહેરૂમ રાખયા. અલ્લાહ લાનત કરે તેના ઉપર જેમણે તમારા ઉપર ઝુલ્મો સીતમ કર્યા અને તમારા ઘરની બે હુરમતી કરી. અલ્લાહ લાનત કરે દરેક તે શખ્સ ઉપર જે તમારા ઉપર ઝુલ્મ કરવાથી રાઝી હોય. અથવા આ ઝુલ્મથી ખુશ હોય અલ્લાહ તે બધાનું ઠેકાણું જહન્નમ જાહેર કરે.

હું આપ એહલેબૈત(અ.મુ.સ.)ની વિલાયત અને જીનો અને ઇન્સાનોમાંથી તમારા તમામ દુશ્મનોથી બરાઅત ના ઝરીઆથી અલ્લાહ પાસે નઝદીકી ચાહું છું. અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની પાક આલ પર રહેમત નાઝીલ કરે.

આમ તો આ ઝીયારતો માટે કોઇ મખ્સુસ દિવસનો ઝીક્ર નથી દરરોજ તેની તીલાવત કરવાથી ઇન્સાનના સવાબમાં કેટલા ઘણો વધારાનો સબબ બને છે.

પરંતુ અય્યામે ફાતેમીયાથી વધારે કોઇ મુનાસેબત (દિવસ) શું હોય શકે તેથી આ દિવસોમાં ઝીયારતો ઉપર વધારે ઘ્યાન આપવું જોઇએ જેથી કરીને આપણે જ. સૈયદા(સ.અ.)ના દુશ્મનો ઉપર લાનત કરીને આપણી શેહઝાદી(સ.અ.)ની અને ખુદાની ખુશનુદી હાંસીલ કરી શકીએ.

 

Be the first to comment

Leave a Reply