નહજુલ બલાગાહ અને તેના રાવી

વાંચવાનો સમય: 6 મિનિટ

હાકીમોના સરદાર, અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ના ખુત્બાઓ, પત્રો અને હિકમતોથી ભરપુર કિતાબ નહજુલ બલાગાહ બાબતે લખાણ લખવું એ સરળ કાર્ય નથી. આપણે ન તો સક્ષમ છીએ કે તેમના ઉચ્ચ દરજ્જા, નઝરિયાત, ઈમાન અને બેમિસાલ સીફાત બાબતે વાત કરી શકીએ છીએ, કે ન તો આપણે આપણા પાકો પાકીઝા ઈમામની હિક્મતોને સંપૂર્ણપણે સમજી શકીએ છીએ. ઝમીન અને આસમાનમાં પયગમ્બર (સ.અ.વ.) પછી ફક્ત ઈમામ અલી (અ.સ.)નુ જ મકામ અને એહમિયત છે.

ઇબ્ને અબ્બાસ પયગમ્બર (સ.અ.વ.)થી રીવાયત કરે છે કે આપ (સ.અ.વ)એ ફરમાવ્યું : અગર તમામ વૃક્ષો પેન (કલમ) બની જાય, તમામ સમંદર શાહી બની જાય, તમામ જીન્ન ગણતરી કરવા લાગે અને તમામ ઇન્સાન લખવાનું શરૂ કરી દે તો પણ અલી ઇબ્ને અબી તાલીબ (અ.મ.સ.)ના ફઝાએલને (સંપૂર્ણ)લખી શકશે નથી.

રેફ. હાફેઝ સુલેમાન કુન્દુઝી હનફી દ્વારા યનાબી અલ મવદદહ ૧/૩૬૪, પ્ર.૪૦, હદીસ નં. ૫

મોહમ્મદ તકી જાફરી નહજુલ બલાગાહની તફસીરની પ્રસ્તાવનામાં લખે છે કે તેમાં કોઈ શક નથી કે ઈમામ અલી (અ.સ.) એવી શખ્સીયત છે કે જેઓ વિવિધ સીફાતો અને કમાલાતના માલિક છે.

ઈતિહાસમાં જેવી રીતે ઈમામ અલી (અ.સ.)ની શખ્સીયત બેમિસાલ છે તેવી જ રીતે ઇન્સાન દ્વારા લખાયેલી તમામ કિતાબોમાં નહજુલ બલાગાહ પણ બેમિસાલ છે. ઈમામ અલી (અ.સ.) કે જેમનો દરજ્જો ખુબજ બુલંદ છે, જેઓ ન્યાયપ્રિય છે, જેઓ માઅરેફતે ઇલાહીના બુલંદ દરજ્જા પર છે, જેઓ મખ્લુકાતમા સૌથી સંપૂર્ણ (કામિલ) અને બેહતર છે તેવી શખ્સીયતના બારામાં લખવું એક અશક્ય કાર્ય છે. ઈતિહાસકારો અને ઓલમાએ દિન આપ (અ.સ.)નો બેમિસાલ કિરદાર, શખ્સિયત અને અન્ય અગણિત સીફાતોના બારામાં સહમત છે અને આ વાત પર પણ સહમત છે કે આપ (અ.સ.)ની ફઝીલત વિષે કઈ પણ લખવું એ ખુબજ મુશ્કેલ છે. અલબત્ત, જે કોઈ વ્યક્તિ એવા સમાજમા રહેતો હોય કે જેનો ધ્યેય ફક્ત ખાવું અને પોતાની જાતને(નફસ) શણગારવાનું જ હોય તો પછી તેઓના માટે અમીરલ મોઅમેનીન અલી (અ.સ.)નુ મોઅજીઝનુમા વ્યક્તિત્વ, ઝાતે મુક્દ્દસ અને નહજુલ બલાગાહમાં રહેલી ડહાપણ ભરી વાત તેમના માટે ફક્ત શબ્દો અને લાગણીઓ છે.

એવી જ રીતે તે ધર્મોના માનવાવાળાઓ કે જેમની શરૂઆત અને અંતનો મકસદ ફક્ત આ ભૌતિક દુનિયા અને તેના સુખ સુવિધાઓ અને આરામ મેળવવામા રહેલો છે, તે ધર્મોના માનનારાઓ પણ ઈમામ અલી (અ.સ.)ના પાકીઝા કલેમાત તથા હદીસોને સમજવા અને કદ્ર કરવાથી અસમર્થ છે. અને આ કલામની નસીહતો અને તેના અર્થો અને રુહાની ખયાલાતને સમજવા અને સ્વીકારવામાં અસમર્થ છે.

રેફ. તરજુમા તફસીરે નહજુલ બલાગાહ ભાગ – ૧, પાના નં. ૨

પરંતુ અગર કોઈ વ્યક્તિ હકીકતની શોધમાં છે તેના માટે ઇલ્મ અને માઅરેફ્તને ઈમામ અલી (અ.સ)ના ક્લેમાત,ખુત્બાઓ અને પત્રોથી   ફાયદો મેળવવો આસન અને સરળ છે.

કોઈપણ વ્યક્તિ કે જે ઈમામ અલી (અ.સ.)ના જીવનથી વાકેફ છે અને નહજુલ બલાગાહથી પણ, તે ચોક્કસપણે સમજી શકશે કે આપ(અ.સ) એક ઉમદા અને લોકપ્રિય શખ્સિયત હતા. આપ (અ.સ.) ઇલાહી નિશાનીઓમાથી એક “અઝીમ નિશાની” હતા અને નહજુલ બલાગાહ  આપની શ્રેષ્ઠતાની શાન અને ચમકતી કિરણ છે.

તે ઊંડા ઇલ્મથી ભરેલું છે, ફૂલોનો મહાસાગર અને ઇલાહી ઓળખની કાએનાત છે. ટૂંકમાં એ કે, કુરઆન અને રસુલ (સ.અ.વ.)ની સુન્નત બાદ આ કિતાબ માનવજાત માટે કામ્યાબી, ખુશી અને કમાલાત હાંસિલ કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે.

શંકા કે કુશંકા વગર, જે કોઈ પણ ઇલાહી ઓમુર પર ઈલ્મીચર્ચાના   વિશાળક્ષેત્રમાં દાખલ થવા ઈચ્છે છે અને નહજુલ બલાગાહમા મૌજુદ હિકમતના મોતીઓથી કઈક મેળવવા ઈચ્છે છે તો તેણે એક વિશાળ કિતાબ લખવા માટે તૈયાર રહેવું પડશે. હાલમા, આ લેખ લખવાનો અમારો ઉદેશ આ કિતાબમાંથી થોડું જ્ઞાન હાસિલ કરવાનો છે. અમે ફક્ત શીર્ષકોનો ઉલ્લેખ કરીશું. ઇન્શાઅલ્લાહ, ભવિષ્યમાં કોઈ મૌકા પર આ કિતાબના બારામાં વ્યાપક લેખ લખીશું જેમાં શિયા અને શિયા સિવાયના આલિમોના વિચાર રજુ કરીશું જેઓએ નહજુલ બલાગાહ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. જેઓએ આ મોઅજીઝાભરી કિતાબના અભ્યાસમા વર્ષો વિતાવ્યા અને નઝદીકી હાંસિલ કરી. અમે આ આલિમોનો અભિપ્રાય રજુ કરીશું જેમના પર આ કિતાબે અને તેના લેખકે મોઅજીઝો ગણાવેલ છે.

નહજુલ બલાગાહની ફસાહત :-

ફસાહતનો અર્થ “ઉત્તમ અને સુંદર શબ્દોનો ઉપયોગ કરીને પોતાની વાત રજુ કરવી” આ દ્રષ્ટિ એ કુરઆન ફ્સાહતના ઉચ્ચ દરજ્જા પર છે. તેનો અર્થ સુંદર અને ટૂંકસારમા બયાન કરવામાં આવ્યો છે. હકીકતમા, આ કુરઆનના આશ્ચર્યજનક પાસાઓમાંથી છે. ઇન્સાન માટે આ કાર્ય કરવું મુશ્કેલ છે, અલ્લાહ કુરઆનમા ફરમાવે છે : હે રસુલ, તું કહે કે અગર ઇન્સાનો અને જીન્નાતો એ વાત માટે ભેગા થઇ જાય કે આ કુરઆન જેવું બીજું બનાવી લાવે તો પણ તેના જેવું લાવી શકશે નહિ પછી ભલેને તેઓ એક બીજાના મદદગાર બની જાય. (૧૭-૮૮)

બલાગતનો અર્થ : પોતાના વિચાર રજુ કરવા માટે યોગ્ય શબ્દ અને મુનાસીબ શબ્દસમુહોનો ઉપયોગ કરવો. નહજુલ બલાગાહની ફસાહત બાબતે તમામ મઝાહીબના આલિમો, તાલિબે ઈલ્મો, વિદ્વાનો અને બુધ્ધિશાળી લોકો માન્યતા ધરાવે છે. અમે તમારા માટે તેમાના અમુકની માન્યતા રજુ કરીએ છીએ.

૧) નહજુલ બલાગાહને સંકલન કરનાર : સૈયદ રઝી (ર.અ.)

જેઓ અરબના નામાકિત આલિમોમાંથી હતા અને આ કિતાબના સંકલન કાર્યમાં વર્ષો વિતાવી દીધા, આ કિતાબની પ્રસ્તાવનામા લખે છે કે, ઈમામ અલી (અ.સ.) ફસાહતની ખાણ અને ઇઝહારનું કેન્દ્ર છે હકીકતમા ફસાહત, બલાગત, ઈલ્મ અને હિકમતના રહસ્યો એમના વુજુદથી જ ઝાહેર થાય છે. દરેક મહત્વના ખતીબે ઈમામ અલી (અ.સ.)ના અનુસરણ બાદ અને એમના કલામ તથા આદાબનો અભ્યાસ કરીને જ ઇઝ્ઝત અને સફળતા પ્રાપ્ત કરી છે, અને જેમણે એમના કલામથી રુખ ફેરવ્યું તે ખરાબ રીતે નાકામ્યાબ થયા. આ જ કારણે ઈમામ અલી (અ.સ.)ના કલામમા માઅરેફતે ઇલાહી અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસની ખુશ્બૂ મળે છે.

ખુત્બા નં. ૧૬ પછી સૈયદ રઝી લખે છે કે અમીરલ મોઅમેનીન અલી (અ.સ.)ના આ કલેમાત ફસાહતની હકીકતથી નઝદીક છે. તેઓ મધુર અને સંવેદનશીલ છે અને કોઈ આલીમ તેમના દરજ્જા સુધી ક્યારેય પહોચી શકતો નથી. તેઓ ઈન્સાની સોચથી બાલાતર છે એટલી સમજણ કે અકલ હેરાન અને પરેશાન છે. ફસાહત અને બલાગત એટલી ઉચ્ચ છે કે કોઈ ઝબાન આ બયાન કરી શકતું નથી કે કોઈ તેની ગહનતાને સમજી શકે છે. પરંતુ હા, આની મીઠાશ એ આલીમ સમજી શકે છે કે જેણે આ ફસાહત અને બલાગતનો અભ્યાસ કર્યો હોય તથા આવા ખુત્બાઓ અને કલામોની તફસીર (શરહ)થી આગાહ હોય.

અને તેને આલિમો સિવાય કોઈ સમજી શકતું નથી.

રેફ. નહજુલ બલાગાહ, પાના નં. ૩૭, દાર-ઉસ-સકલૈન કુમથી પ્રકાશિત.

૨) સાતમી સદી (હિજરી)ના એહલે સુન્નતના મશહુર આલીમ અઝીઝુદ્દીન અબ્દુલ હમીદ ઇબ્ને અબીલ હદીદ મોઅતઝેલી કે જેઓ નહજુલ બલાગાહની શરહ લખવાવાળામાના એક છે.૨૦ ભાગોમા તેમણે નહજુલ બલાગાહની શરહ લખી છે. આ શરહમા ઘણી બધી જગ્યા પર તેમણે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ફસાહત અને બલાગતનો સ્વીકાર કર્યો છે અને તેમની અઝમતને સલામ કરી છે. શરહની પ્રસ્તાવનામા તેઓ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) અને માનનીય પુસ્તક નહજુલ બલાગાહના વિષે લખે છે કે, “જ્યાં સુધી ફસાહતની વાત છે, ઈમામ અલી (અ.સ.) ફસાહત અને બલાગતના માલિક છે અને પોતાના ખુત્બાઓમા ખતીબોથી સર્વશ્રેષ્ઠ…તેમના ખુત્બા અલ્લાહના કલામ (કુરઆન)થી નીચે અને મખ્લુકની વાતથી બહાર છે. લોકો ફસાહત અને બલાગત આપથી શીખ્યા છે”

આપના શબ્દોની ચમકે તેઓને હેરાન કરી દીધા છે, દા.ત. ભાગ-૧૧, પાના નં. ૧૫૩, ખુત્બા નં. ૨૨૧ની શરહમા ઇબ્ને અબીલ હદીદ લખે છે,

“અગર તમામ અરબ સાહિત્યકારને ભેગા કરી તેમની સામે ખુત્બાનો આ હિસ્સો બયાન કરવામાં આવે તો યકીનન આ સાંભળી તેઓ સજદામા પડી જાય, જેવી રીતે અદી ઇબ્ને રક્કાના અશઆર સાંભળીને જુકી જશે. અને જયારે લોકો એમને પૂછતે કે તમે આ અશઆર સાંભળીને કેમ સજદામા પડી ગયા તો તેઓ કહે છે કે જેવી રીતે તમે કુરઆને કરીમની એ આયતોને જાણો છો કે જ્યાં સજદો જરૂરી છે તેવી રીતે અમે પણ (અશઆરની દુનિયા) એ મકામાત જાણીએ છીએ જ્યાં સજદો જરૂરી છે.”

ભાગ – ૭, પાના નં.૨૧૪ મા ઇબ્ને અબીલ હદીદે ઈમામ અલી (અ.સ.)ના ખુત્બાના એક નાના હિસ્સાની સરખામણી ઇબ્ને નબાતાહ (વફાત ૩૧૩ હિજરી)થી કરી છે જેઓ ચોથી સદીના મશહૂર ખતીબ હતા. ઇબ્ને અબીલ હદીદ કહે છે “અગર અરબ સાહિત્યકારના વિધ્વાનો અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના આ શબ્દોની સાથે ન્યાય કરે તો તેઓ જાણી લેશે કે નહજુલ બલાગાહની એક લાઈન ઇબ્ને નબાતાહની હજાર અથવા તેનાથી પણ વધારે છે.”

ભાગ – ૨, પાના નં. ૮૪ મા ઇબ્ને અબીલ હદીદે ‘જેહાદ’ ના વિષય પર ઇબ્ને નબાતાહના એક પત્રનો ઉલ્લેખ કર્યો છે જે ફસાહતનુ એક જીવિત ઉદાહરણ છે આમાં ઇબ્ને નબાતાહે ઈમામ અલી (અ.સ.)ના નીચેના શબ્દોનો ઉપયોગ કર્યો છે,

“જયારે તેઓ પોતાના ઘરોમા હતા કોઈપણ દેશે હુમલો નથી કર્યો સિવાય કે તેઓને અપમાનનો સામનો કરવો પડયો”

ઇબ્ને અબીલ હદીદ લખે છે, અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની આ હદીસ ને જુઓ, ઈમામ અલી (અ.સ.)નુ આ એક નિવેદન એ પડકાર છે તમામ લોકો માટે જે ઇબ્ને નબાતાહે ક્યારેક લખ્યું છે અને તેમની ફસાહત અને બલાગતનુ એલાન કર્યું છે. આ એક બેઐબ સ્ત્રોતથી છે જ્યાં કદી કોઈ ક્યારેય પહોંચી શકતું નથી, જેવી રીતે કુરઆનની આયતો કોઈ પણ દુનિયાની તકરીરોથી પહેલા ચમકે છે. હકીકતમા આ તેની સામેની તમામ ચીઝોને રોશન કરે છે.

આવી જ રીતે ખુતબા નં. ૧૦૯ ના બારામા, ભાગ – ૭ પાના નં. ૨૦૧ પર ઈબ્ને અબીલ હદીદ લખે છે કે જે વ્યક્તિ ફસાહત અને બલાગતના મેદાનમા મોઅજીઝો જોવા માંગતો હોય અથવા સમાન તકરીરની શોધમાં હોય તો તેણે આ ખુતબાનો અભ્યાસ કરવો જોઈએ.

૩) અરબી દુનિયાના મશહૂર સાહિત્યકાર અને ત્રીજી સદીના નામદાર આલીમ હાજીઝ અરબી એ તેમની મશહૂર કિતાબ “અલ બયાન વ અલ તબયીન”ના પહેલા ભાગમા ઇમામ અલી (અ.સ.)ના એક કૌલના બારામા લખ્યું છે. ઇમામ અલી (અ.સ.) એ કહ્યું, દરેક વ્યક્તિની કિંમત તેના અમલના (નેકી) મુતાબિક છે. આ કૌલના બારામા હાજીઝ કહે છે, અગર આખી નહજુલ બલાગાહમા આ કૌલ સિવાય કોઈ બયાન ન હોત, આ સિવાય, તો પણ આ કિતાબની અઝમત સ્વીકારવા માટે પૂરતું હતું.તેથી, શ્રેષ્ઠ બયાન એ છે જેમા થોડા શબ્દોના ઉપયોગથી વિશાળ અર્થ સુધી પહોંચી શકાય અને સામાન્ય વ્યક્તિ સરળતાથી સમજી શકે.આમ, જયારે અલ્લાહ કોઈ બંદાને અઝમત, હિકમતનું નૂર, ખયાલાતની પાકીઝગી, ઈરાદા અને બેમિસાલ તકવાથી નવાઝે તો આવી હિકમત અને દૂરંદેશીવાળી વાતો કહી શકે છે.

સૈયદ રઝી આ નિવેદન માટે કહે છે કે અમીરૂલ મોઅમેનીનના કલામ અનમોલ છે, કોઈ હુકુમત કે ખતીબ તેનો મુકાબલો કરી શકતું નથી.

આપણે નહજુલ બલાગાહની અઝમત પરની ચર્ચાને મશહૂર ઈસાઈ આલીમના આ બયાન પર ખત્મ કરીશું, જેઓ “અલી – ધ વોઇસ ઓફ હ્યુમન જસ્ટિસ” કિતાબના લેખક છે. ઇમામ અલી (અ.સ.) ના વ્યક્તિત્વ વિષે બયાન કરતા આ કિતાબના છેલ્લા પ્રકરણમા તેઓ લખે છે,

નહજુલ બલાગાહ ફસાહત અને બલાગતની નિશાની છે. તેની કદ્ર કુરઆન પછી તરત જ છે. આ એક એવું બયાન છે જેમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની તમામ ખૂબીઓને ભેગી કરવામાં આવી છે. હવે એ વાત મશહૂર છે કે ઇમામ અલી (અ.સ.) ના કલામ અલ્લાહના કલામથી પછી છે પરંતુ મખલુકાતના કલામથી બહુજ ઉપર છે.

રેફ. અલી – ધ વોઇસ ઓફ હ્યુમન જસ્ટિસ, ભાગ – ૧, પાના નં. ૪૭

Be the first to comment

Leave a Reply