કબ્રો ઉપર મસ્જીદ બાંધવી -કુરાનથી સાબિતી ભાગ-૨

વાંચવાનો સમય: 3 મિનિટ

કુરઆને કરીમમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવા બાબતે સુ. કહફની આયત – ૨૧ માં સ્પષ્ટપણે હુકમ આપ્યો છે.

فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا

પછી તેઓએ કહ્યું કે તેમના પર એક ઇમારત બનાવી દો, તેમનો પરવરદિગાર તેમની હાલતથી સારી રીતે વાકિફ છે જેમનો મશવેરો તેઓના મામલામાં ગાલીબ થયો તેઓએ કહ્યું જરૂર અમે તેમના પર એક મસ્જીદ બનાવીશું. (આ કાર્યથી અલ્લાહની ખુશનુદી હાસિલ થશે).

હવે આપણે આ આયતની વિરુદ્ધ શંકાશીલોની બેબુનિયાદ અને પાયાવિહોણી દલીલોને જોઈશું.

૧-પ્રથમ તેઓ હાસ્યાસ્પદ દાવો કરે છે કે ઉપરની આયતમાં જે સમૂહ કબ્ર ઉપર મસ્જીદ બંધાવવાની વાત કરે છે તે નાસ્તિક છે આથી તેમના મંતવ્યને દલીલ તરીકે ન ગણી શકાય.

૨-પછી તેઓ દાવો કરે છે કે (પહેલી દલીલને હાસ્યાસ્પદ જાણ્યા પછી) અગર તેઓ મુસલમાન હોય તો પણ અગાઉના મઝહબ (શરીઅત)માં તેમની ઈજાઝત (મંજૂરી) હતી પરંતુ હવે ઇસ્લામમાં આવી દરેક પ્રથાઓને (શીર્ક ગણી) રદ્દ કરી છે.

સુ. કહફ આયત -૨૧ ની વિરુદ્ધ શંકાકરનારાઓની દલીલનો જવાબ:-

અમે ઉપરની બન્ને દલીલોમા વધારે કઈ દલીલ હાસ્યપદ છે તે નક્કી કરવામાં અસમર્થ છીએ.

૧- પ્રથમ તેઓ દાવો કરે છે કે જે સમુહ કબ્ર ઉપર મસ્જીદ બાંધવાની વાત કરે છે તે સમૂહ નાસ્તિક છે. જે ઘણું હાસ્યાસ્પદ છે કારણ કે આપણને ખબર નથી કે નાસ્તિકો કયારથી મસ્જિદમાં અલ્લાહની ઈબાદત કરવા લાગ્યા.

૨- બીજુ કે તેઓ દાવો કરે છે કે જો તે મુસ્લિમ સમૂહ હતો તો આ પેહલાના મુસલમાનમાં આવી માન્યતા જોવા મળતી હતી પરંતુ આ દલીલ પ્રથમ દલીલ કરતાં વધારે નબળી છે જે ઇસ્લામ અને ઇસ્લામિક માન્યતાઓની નબળી સમજને સાબિત કરે છે ઇસ્લામે કદી પણ તૌહીદ અને ઉસૂલ- એ-દિનના સિદ્ધાંતોને રદ કર્યા નથી, સિવાય કે માત્ર ઈબાદતના કાર્યોથી સંબંધિત કાયદાઓ જેમકે નમાઝ,રોઝા, ગુનાહ અને સઝા અને આ મુસલમાનોના મુજબ કબ્ર ઉપર ઇમારત બનાવવી જે માન્યતા તૌહીદમાં છે અને જેને તેઓ ર્શીક સાથે જોડે છે આથી જ તેઓ તેનો આટલો ઉગ્ર વિરોધ કરે છે.તૌહીદના સિદ્ધાંતો જેને અલ્લાહ દવારા જાહેર કરેલ છે જેમાં કોઈ દિવસ ફેરફર થતો નથી અને પછીથી આવનારા લોકો પણ આમાં કોઈ ફેરફાર કરી શકતા નથી તો શું મુસાલમાનનું માનવું એવું છે કે અલ્લાહ ખુદ ર્શીક કરવાનું કહે છે અને પેહલાના ઇસ્લામમાં આવી માન્યતા જોવા મળતી હતી અને હવે તેને રદ કરવામાં આવી છે?

૩. આ મુસલમાન અસહાબે-કહફના કિસ્સાને નજર અંદાજ કરે છે જેમાં ઈજમાઅની (સર્વસંમતી) માન્યતા છે. આ આયતમાં સ્પષ્ટપણે ફરમાવ્યુ છે કે જે સમૂહ ગાલિબ થયો તેને મસ્જિદ બનાવવાનું કહ્યું આથી સાબિત થાય છે બીજા સમૂહે કબ્ર પર ઇમારત બનાવી હતી આમ બીજા સમૂહ પાસે ઈજમાઅ (સર્વસંમતી) હતી અને આ ઈજમાઅ આ મુસલમાનો મત મુજબ ખૂબ જ નિર્ણાયક છે અને તેનો વિરોધ કરવો માન્ય નથી અને તે સમયમાં પણ કબ્ર ઉપર ઇમારત થઈ હતી જેથી તેઓએ તે સમયગાળાના મુસ્લિમોના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.(કબ્ર ની ઉપર ઇમારત સુ.કહફ (૧૮) આ-૨૧)ના ફરમાનથી સાબિત થાય છે અને આ અકીદામાં કોઈ શક નથી. (ઈનાયત અલ કાઝી ભાગ-૬ પેજ – ૮૭,દર અલ -સાદીર, બૈરુત, લેબનોન)

૪. મુલ્લા અલી કારી કહે છે: જે કોઈ નેક શખ્સ(મોમીન)ની કબ્ર પાસે મસ્જીદ બનાવે અને ક્બ્રના મકબરા(ગુંબજ)માં નમાઝ પડે અને તે મોમિન થકી મદદ અને બરકત તલબ કરે અને તો આમાં કોઈ શિર્ક નથી કારણ કે તે સાહેબે કબ્રને – બાનીએ કબ્રને અલ્લાહ નથી માનતો અને શું આપણે નથી જાણતા કે હ.ઈસ્માઈલ (અ.સ)ની કબ્ર ખાનએ કાબા પાસે છે અને તે જગ્યા હતીમથી માશહુર છે અને ત્યાં ઈબાદત કરવાનો સવાબ વધારે છે અને કબ્ર પાસે ઈબાદત ત્યારેજ હરામ છે જ્યારે કબ્ર પાસે નજાસત હોય. હતીમ જે હજરે-અસ્વદની પાસે છે ત્યાં ૭૦ નબીની કબ્ર છે. (મીરકાત,શર્હ અલ મિશ્કાત ભાગ-૨ – પેજ ૨૦૨)

મુલ્લા અલી કારી વધુમાં કહે છે કે પેહલાના મુસાલમાનોએ(સલફ) મશહુર વિદ્વાનો અને ઓલ્માઓની કબ્રો ઉપર ઈમારત બાંધવી એ મુબાહ (જાએઝ) જાણ્યું છે જેથી લોકો તેની કબ્રની ઝીયારત કરી શકે અને આસાનીથી ત્યાં બેસી શકે. (મીરકાત,શર્હ અલ મિશ્કાત ભાગ-૨ – પેજ ૬૮)

હવે નિષ્પક્ષ વાચકો માટે એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે મોટાભાગના મુસ્લિમ વિદ્વાનો, ઓલ્માઓ કબ્રો ઉપર મસ્જીદ બાંધવાની હિમાયત (તરફેણ) કરી છે જેવા કે ઈબ્ને કસીર જે ઈબ્ને તૈમીયાના શાગિર્દ હતા, ઈમામ ફખ્રુદ્દીન અલ રાઝી, ઈમામ જલાલૂદ્દીન અલ સુયુતિ અને અલ મૂહલ્લી, આ મશહૂર આલીમ માટે કોઈ પરિચયના મોહતાજ નથી અને જ્યારે તે કોઈ બાબતમાં કુરઆન અને હદીસની તેની સમજણ પ્રમાણે કોઈ બાબતમાં ફેસલો અથવા મંતવ્ય આપે છે તો તેની અવગણના કે નકારવામાં નથી આવતું.

Be the first to comment

Leave a Reply