શંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની રીવાયતોને શંકાસ્પદ ગણાવીને અથવા રાવીઓને અવિશ્વસનીય ગણાવીને ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદા અને વજૂદ ઉપર સવાલો ઉભા કરે છે
જવાબ:
ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નો અકીદા અને વુજુદ વિશેની હદીસોને તેના રાવી અને રીવાય્તો થકી પ્રતીકાત્મક ટીકા કરીને નકારી શકાતી નથી.જેવી રીતે કે આપણે સાબિત કરીશું કે મહદી(અ.સ.) વિશેની રીવાયતો તેમના અસ્તિત્વ પર ઈજમાઅના (સામાન્ય સર્વસંમતી) સ્તર સુધી પહોંચવા સક્ષમ છે. ઈજમાંઅ (સામાન્ય સર્વસંમતિ)ને ધ્યાનમાં રાખીને મહદી(અ.સ.)ના અકીદાને બદનામ કરવું એ એક અર્થહીન કામ છે.
ચર્ચા માટે, અમે ઈમામ મહદી (અ.સ.)ના વિષય પર ઇબ્ને ખલ્દુન (એક સુન્ની ઇતિહાસકાર)નું અશરફ અલી થાનવી (એક સુન્ની વિદ્વાન)એ ખંડન કર્યું છે તેમાંથી નોંધપાત્ર માહિતી રજુ કરીએ છીએ.
જે ટીકાકારો ઇમામ મહદી (અ.સ.) વિશેની રીવાયતો અને રાવીઓને અવિશ્વસનીય/શંકાસ્પદ માને છે તેઓ ચોક્કસપણે સમજે છે કે આવા પ્રશ્નો/શંકા બે સહીહ (સહીહ બુખારી અને સહીહ મુસ્લિમ)ના વર્ણનકારો વિશે પણ ઉભા થઈ શકે છે. પરંતુ આ શંકાઓને ધ્યાનમાં લેવામાં આવી નથી કારણ કે બંને સહીહને સારી રીતે સ્વીકારવામાં આવી છે અને આવી બાબતોને સ્વીકારવાનું કારણ ઈજમાંઅ (સામાન્ય સર્વસંમતિ)છે, તેથી આ શંકાઓ (બંને સહીહોના રીવાયતોની) સત્યતાને અસર કરતી નથી.
આ આપણને એક સિદ્ધાંત વિશે જણાવે છે જેને વિદ્વાનો તથા શંકાકારો દ્વારા સ્વીકારવામાં આવ્યો છે કે જ્યાં સામાન્ય સર્વસંમતિ(ઇજમાંઅ) હોય ત્યાં લેખકોની ભૂલો હાનિકારક નથી. અહીં આપણે કહીએ છીએ કે જેમ બે અધિકૃત સહીહોની સ્વીકૃતિ પર ઈજમાંઅ (સામાન્ય સર્વસંમતિ) છે, તેવી જ રીતે ઇમામ મહદી(અ.ત.ફ.શ)ના વજૂદ ઝહુર અને અકીદા અંગેની હદીસો પણ ઈજમાંઅથી (સર્વસંમતિથી) સ્વીકાર્ય છે. જેમ બે અધિકૃત પુસ્તકોની સ્વીકાર્યતા પર પ્રશ્ન ઉઠાવતા કેટલાક લોકોના મંતવ્યો ઈજમાંઅને (સર્વસંમતિને) અમાન્ય કરતા નથી, તેવી જ રીતે, વિરોધીઓના શબ્દો મહદી(અ.સ.) વિશેના ઈજમાંઅ (સર્વસંમતિ)ને અસર કરશે નહીં.
આનું કારણ એ છે કે ઈજમાંઅ (સામાન્ય સર્વસંમતિ) થોડા વિરોધીઓના મંતવ્યો ધ્યાનમાં લેતી નથી. તેથી, કોઈ પણ મશહુર આલીમો અને હદીસવેતાઓ આ સર્વસંમતિનો વિરોધ કરતા નથી.
હકીકતમાં સીહાહના આલિમો જેમકે તીરમીઝી,અબુ દાઉદ, ઇબ્ને માજાહ અને તેની જેવા પણ જેમકે બઝ્ઝાર, હકીમ,તબરાની,અબુ યાઅલા અલમૌસુલીએ આ હદીસોને ઘણા બધા સહાબીઓથી વર્ણવી છે જેના નામો નીચે મુજબ છે.
૧.અલી(અ.સ.)
૨.ઈબ્ને અબ્બાસ
૩.ઈબ્ને ઉમર
૪.તલ્હા
૫.ઈબ્ને મસુદ
૬.ઈબ્ને હુરેરા
૭.અનસ
૮.અબુ સઈદ અલ-ખુદરી
૯.ઉમ્મે હબીબા
૧૦.ઉમ્મે સલમા(સ.અ.) અને બીજા ઘણા
ઈમામ મહદી(અ.સ.) વિશે રીવાયતો બયાન કરનાર સહાબીઓની યાદી કોઈ પણ રીતે સંપૂર્ણ બયાન થઇ શકે નહી. અને જો આપણે આ યાદીમાં તાબેઈનોનો સમાવેશ કરીએ, તો ઈમામ મહદી(અ.સ.) વિશે રીવાયતોની સંખ્યા ખૂબ મોટી હશે.
વિવિધ ઇતિહાસકારો દ્વારા મહદી(અ.સ.) વિશેની રીવાયતો આવી પ્રખ્યાત વ્યક્તિઓ સાથે સંબંધિત છે. આથી, જેમ બે સહીહ (બુખારી અને મુસ્લિમ) માં કેટલાક લેખકોની ખામીઓ તેમની સત્યતા પરની ઈજમાંઅ (સર્વસંમતિ)ને અસર કરતી નથી, તેવી જ રીતે, મહદી (અ.સ) વિશે વર્ણન કરનારા કેટલાક લેખકોની ખામીઓ તેમના અસ્તિત્વ અને અકીદા પરના ઈજમાંઅ (સર્વસંમતિ)ને અસર કરતા નથી.
હકીકતમાં, મહદી(અ.સ.) વિશેના ઇજમાંઅ (સર્વસંમતિ) એ બે સહીહની સ્વીકૃતિ વિશેના ઈજમાંઅ (સર્વસંમતિ) કરતાં વધુ સ્વીકાર્ય છે કારણ કે મહદી(અ.સ.) વિશેની ઈજમાંઅ (સર્વસંમતિ) વર્ણવેલ હદીસ પર આધારિત છે, જ્યારે બે સહીહ વિશેના ઈજમાંઅ (સર્વસંમતિ) આલીમોના મંતવ્યો પર આધારિત છે અને મુસ્લિમ અને બુખારીની પ્રામાણિકતાને સમર્થન આપતી કોઈ ઈલાહી હદીસ નથી.
તદઉપરાંત,ઈજમાઅ (સર્વસંમતી) બાબતે રાવીઓની સાંકળનું ઇલ્મ કે આલીમોના સમર્થનની પણ જરૂરત નથી તેમ છતાં પણ ઉપરોકત સહાબીઓનું સમર્થન તેમજ ઇજમાંઅ હોવું એ ઈમામ મહદી (અ.ત.ફ.શ)ના વજૂદ અને અકીદા બાબતે વધુ મજબુતી દર્શાવે છે.
આમ,મહદી(અ.સ) વિષે બન્ને સીહાહ (બન્ને કિતાબ)માં કોઈ હદીસ નથી તે ઈમામ મહદી (અ.સ)ના ઈજમાઅ (સર્વસંમતી)ને બે કારણોસર પડકારતું નથી:
પ્રથમ, એ કહેવું ખોટું છે કે બંને સહીહમાં આવી કોઈ હદીસ નથી. હકીકતમાં, તે સહીહ મુસ્લિમમાં મૌજુદ છે. પરંતુ તેની સપષ્ટતા નથી તેથી, બંને સહીહોમાં આ રીવાય્તોના વર્ણન વગરની નથી.
બીજું, જેમ કે હદીસવેતા (મોહદ્દેસીન) અને ફીકહના નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે ઈજમાઅ (સર્વસંમતિ) માટે વ્યક્તિગત રીતે કોઈ સકારાત્મક પુરાવાની જરૂર નથી. તેના બદલે, તે બાબતે કોઈ એકના મંતવ્યનું આપવું અને બીજા તરફથી તેની ટીકા ન કરવી એ તેની સાબિતી માટે પૂરતું છે. તેથી, જ્યાં સુધી બુખારી અને મુસ્લિમમાં આ રિવાયતોને રદ્દ કરવા માટે કોઈ પુરાવા નથી, ત્યાં સુધી આ (સકારાત્મક પુરાવાનો અભાવ) ઈમામ મહદી(અ.સ.)માં માન્યતા પરની ઈજમાઅ (સર્વસંમતિ)ને પડકારતું નથી.
હકીકતમાં, બુખારીએ મહદી(અ.સ.) વિશેની હદીસો સહીહમાં નહીં, પરંતુ બીજા પુસ્તકમાં વર્ણવી છે. તેમણે તેમની કિતાબ તારીખ અલ-કબીરમાં આ વિષય પર બે રિવાયતોનો ઉલ્લેખ કર્યો છે. એક પયગંબર(સ.અ.વ.)થી જ.ઉમ્મે સલમા(અ.સ.)દ્વારા અને બીજી સઈદ ઇબ્ને મુસય્યબથી નોંધી છે.
- તારીખ અલ કબીર ભાગ-૩ પાનાં.૩૪૬, ભાગ-૮ પાનાં.૪૦૬
વધુમાં, મહદી(અ.સ.) વિષેની હદીસો બુખારી અને મુસ્લિમ પહેલા પણ જાણીતી હતી અને બધા મુસલમાનોએ તેને સ્વીકારી હતી અને કોઈએ તેનો ઇનકાર કર્યો ન હતો. આમ, ઈજમાંઅ (સર્વસંમતિ) (પહેલેથી જ) થઈ ગઈ હતી અને અમુક પછીથી આવનારા લોકોના મતભેદો આગળની પેઢીઓની (અગાઉના લોકોના) ઈજમાંઅ (સર્વસંમતિ)ને ખોટો કે અમાન્ય નથી કરતા.
આ કારણોસર, મહદી (અ.સ)ના અસ્તિત્વ, ઝહુર ઉપર ઈજમાંઅ (સર્વસંમતિ) છે તે હકીકત ઇબ્ને ખલદુન જેવા ટીકાકારો દ્વારા પણ સ્વીકારવામાં આવી છે, જેમ કે તે લખે છે: “દરેક યુગમાં બધા મુસલમાનોમાં એ જાણીતું (અને સામાન્ય રીતે સ્વીકૃત) છે કે દુન્યાના અંતમાં (આખર-અલ-ઝમાન) એક શખ્સ(પયગંબર(સ.અ.વ.)ની નસ્લ્માંથી ઝહુર કરશે.
- મુકદ્દદેમાં(૧૯૮૦) ભાગ-૨ પાનાં.૧૫૬
ઈમામ મહદી (અ.સ.) વિશેની હદીસો – તેમના અસ્તિત્વ, ઝહુર અને અન્ય પાસાઓ – સૌથી પ્રખ્યાત સહાબીઓ અને તાબેઈન દ્વારા વ્યાપકપણે વર્ણવવામાં આવ્યા છે અને સૌથી વધુ વિદ્વાન આલીમોએ તેમના પુસ્તકોમાં નોંધ્યુ છે. આમ,આ મુદ્દો મુસલમાનોમાં ઇજમાંઅ (સામાન્ય સર્વસંમતિ)ના સ્તરે પહોંચ્યો છે. રિવાયતો/રાવીઓ પર શંકા વ્યક્ત કરવાથી ઈમામ મહદી (અ.સ.) વિશેના ઈજમાંઅ (સામાન્ય સર્વસંમતિ)ને કોઈ પણ રીતે પડકારવામાં આવતી નથી અને તેને ધ્યાનમાં પણ લઈ શકાય નહીં.
Be the first to comment