قال رسول اللہﷺ
اِنَّ اللہَ لَیَغْضَبَ بِغَضَبِ فَاطِمَۃَ وَ یَرْضٰی لِرِضَاھَا
એ વાતમાં કોઈ શંકા નથી કે જનાબે ફાતેમા (સ.અ) ખાતુને જન્નત છે,સ્પષ્ટ છે કે દુન્યવી ચમક- દમકમાં આપ (સ.અ)ને જર્રા પણ રસ ન હતો. આપ (સ.અ) દિવસ-રાત ઇબાદતમાં પસાર થતા હતા.ત્યાં સુધી કે આપ (સ.અ)પોતાની દોઆઓમાં પણ પોતાનાથી વધારે બીજાઓને અગ્રતા આપી છે.આપના માટે માલે દુનિયાનું મળવું કે છીનવાઈ જવું કોઈ મહત્વ નથી ધરાવતું.સાત હિજરીમાં આપ (સ.અ)ના પિતા રસુલુલ્લાહ (સ.અ.વ)એ અલ્લાહના હુક્મથી આપ (સ.અ)ને બાગ એ ફીદક આપ્યો,એ છતા કે બાગ એ ફીદકની ઉપજ ઘણી જ વધારે હતી આપ (સ.અ)ની ઝીંદગીના હાલતમાં કોઈ પણ બદલાવ ન આવ્યો કે કોઈ ફર્ક ન પડ્યો ઝીંદગીમાં સાદગી, ફાકા,ગરીબી,ખોરાકની તંગી આ બધું જેમ હતું તેમ જ રહ્યું. કઈ પણ બદલાવ ન આવ્યો.બદલ્યું તો ફક્ત હુસ્ન એ સુલુક,ગરીબો,મીસ્કીનો,અને યાતીમોની પરવરીશ અને સદકાઓમાં વધારે માલ ખર્ચાવા લાગ્યો.
જયારે પ્રથમ ખલીફાએ આપ (સ.અ)થી બાગ છીનવી લીધો તો જનાબે ફાતેમા (સ.અ) ખુબ જ તકલીફમાં હોવા છતાં તે ઝમીનના ટુકડા(બાગ એ ફીદક)ને મેળવવા માટે વિરોધ કર્યો અને પોતાનો હક તલબ કર્યો. કારણ કે હક માગવો ફક્ત માલ મેળવવા માટે ન હતું,વાત ફક્ત ફદક મેળવવાની ન હતી.આ દાવાની પાછળ એક તેના કરતા વધારે મહત્વની બાબત હતી.સચ્ચાઈ તો એ છે કે,ઇસ્લામના ઈતિહાસમાં મુકદમએ ફદક (ફ્દ્કનો મામલો) એક હિદાયતનો રસ્તો દેખાડનાર પ્રસંગ છે.આ બનાવ હક અને બાતીલ વચ્ચે ફર્ક કરનાર છે.
૧- બાગ એ ફદક રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમથી પોતાની દીકરીને ભેટ આપ્યો હતો,સરવર એ કાએનાતની શહાદતના સમયે આ બાગ જનાબે સૈયદા(સ. અ.)ની માલિકીમાં હતો, તેમનાથી આ બાગને છીનવી લેવો એ અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ)ની આ વહેચણી પર રાજી ન હોવાની નિશાની છે,કુરાનનો ફેસલો એ છે કે જે કોઈ ખુદા અને રસુલના ફેસલાને કબુલ નથી કરતા તેનું ઈમાન શંકાસ્પદ છે. (સુ. નિસા, આ:૪૫)
૨-ફદકના મસઅલામાં પ્રથમ ખલીફાનું મંતવ્ય જ.ફાતેમા(સ. અ.)ના દાવાની વિરુદ્ધ હતું, આ બાબતમાં તે બંનેમાં વિરોધાભાસ હતો, કુરાન કહે છે કે જ્યારે આવું હોય તો મસઅલાનો હલ કૌલે ખુદા અને સુન્નતે રસુલુલ્લાહ(સ.અ.વ.)થી કરવામાં આવે.(સુ. નીસા:૫૯)
કુરઆનમાં અંબિયા(અ.મુ.સ.)ના વારસાનો ઉલ્લેખ છે અને રસુલુલ્લાહ(સ.અ.વ.)ની પુત્રીનું કહેવું છે કે “મને આ બાગ ભેટમાં(હેબા) મળેલો છે.” જે કૌલે રસુલ(સ.અ.વ)નો દરજ્જો ધરાવે છે. આવી રીતે ફાતેમા(સ.અ.)નો હક સાબિત થઈ જાય છે.
૩- રસુલુલ્લાહ(સ.અ.વ.)એ ઉમ્મતને વારંવાર કહ્યું હતું કે મારા પછી બે મહાભારે વસ્તુઓ છે, અગર તમે તેને મજબૂતીથી વળગી રહેશો તો ક્યારેય ગુમરાહ નહીં થાઓ. આ બંને તમારા માટે માર્ગદર્શક છે તેને ક્યારેય ભૂલશો નહીં. ફદકના કેસમાં બે સમૂહ સામ- સામે છે, જેમાં એક તરફ કુરાન અને એહલેબૈત છે જેનું નેતૃત્વ ફાતેમા(સ.અ.)એ કર્યું, અને બીજો સમૂહ જે તેઓને (માઆઝલ્લાહ) જુઠ્ઠા માની રહ્યો છે. મૌલા અલી(અ.સ) કે જેના વિશે સરવરે કાએનાનો કૌલ છે
“અલી (અ.સ.) હકની સાથે છે…..” તેઓ પણ ફાતેમા(સ.અ.)ની તરફ છે.
૪- રસુલુલ્લાહ(સ.અ.વ.)ની સૌથી મહત્વપૂર્ણ હદીસે સકલૈનનું વાક્ય પણ નોંધપાત્ર છે કે આ બંને એકબીજા સાથે છે. એટલે કે કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)ની સાથે છે,તો જેણે એહલેબૈત(અ.મુ.સ)સાથે વિરોધ કર્યો તેણે હકીકતમાં કુરાનનો વિરોધ કર્યો, કેમ કે એહલેબૈત એ અતહાર(અ.મુ.સ.) કુરઆને નાતીક છે. ફદકમાં આ વિરોધાભાસ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પ્રથમ ખલીફાએ તમામ એહલેબૈત (અ.મુ.સ)ની ગવાહીને ઠુકરાવી દીધી. આમ, તેઓએ ફક્ત ફાતેમા(સ.અ.)ને જ નથી જુઠલાવ્યા બલકે તેણે કુરઆનને પણ જુઠલાવ્યું છે.
૫- બાગે ફદક રસુલુલ્લાહ(સ.અ.વ)ની શહાદતના સમયે જ.ફાતેમા (સ.અ)ની મીલ્કીય્ય્તમાં (માલિકીમાં) હતો પ્રથમ ખલીફાએ આપ (સ.અ)થી આ બાગને છીનવી લીધો. પ્રથમ ખલીફાના મદદગારો કહે છે કે તે તેનો ઈજ્તેહાદ હતો જે આપસમાં ટકરાયું આ બન્ને ખોટા ન હતા એક સીદ્દીકા અને એક સિદ્દીક!!!
હવે આ વાત પર સવાલ અહી એ થાય કે શું કોઈની મીલ્કીય્ય્તને (માલિકીને /હક્કને) છીનવી લેવો એ ઈજ્તેહાદ કેહવાય છે? અને તે પણ કે જે રસુલુલ્લાહ (સ.અ.વ)એ ખુદ અતા કરેલો માલ તેમનીજ દીકરીથી ગસ્બ કરી લેવાના ફેસ્લાનો ઈજ્તેહાદ તો ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ)ના ઈજ્તેહાદથીજ ટકરાય છે !!!!!!
૬- જ.ફાતેમા (સ.અ)એ મસ્જીદે નબવીમાં જઈને પોતે જાતે એક ખુત્બો ઈર્શાદ ફરમાવ્યો આ ખુત્બામાં જ.ફાતેમા (સ.અ)એ ફક્ત બાગે ફદક જ નથી માંગ્યો બલ્કે પોતાની એહલેબેત (અ.મુ.સ)ની ઇમામત અને વિલાય્તનો પણ ઝીક્ર કર્યો છે એટલે કે જેવીરીતે સૈયદા(સ.અ)નો બાગ ગસ્બ કર્યો છે તેવીજ રીતે એહલેબેત (અ.મુ.સ)ની વિલાયત અને ઇમામત પણ ગસ્બ કરવામાં આવી છે આપ(સ.અ)એ બાગે ફદકનો હક્ક તલબ કરવાની સાથે હકીકતમાં વિલાયત અને ઇમામતનો હક્ક અલી (અ.સ)નો હક્ક છે એ પણ સ્પષ્ટ કર્યું છે.
૭- આપ (સ.અ)એ મસ્જીદમાં મૌજુદ મજમાંને પણ ખિતાબ કર્યો છે અને તમામ મૌજુદ મુહાજેરીન અને અન્સારોને પણ તેઓની ભૂલનો એહસાસ દેવડાવ્યો છે કે તમે લોકોએ જે શખ્સને ખિલાફત સોપી છે તે શખ્સ તમારા દિનને બરબાદ કરી નાખશે અને કયામત સુધી તે શખ્સના કરતૂતોનું પરિણામ મુસલમાનોને ભોગવવું પડશે.
Be the first to comment