ઈસ્લામના ઈતિહાસમાં જે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડયો છે તેને જોઈને કોઈ પણ વ્યક્તિ એ પૂછવા માટે મજબૂર થઈ જાય છે કે શું પવિત્ર પયગંબર (સ.અ.વ.) જાણતા હતા કે તેમના પછી ઉમ્મત મતભેદ-તકરાર અને ઇખ્તેલાફના કાયમી ખાડામાં પડી જશે. એક ઇખ્તેલાફ, જે માત્ર ખિલાફત સુધી સીમિત નહીં હોય, પરંતુ ઇસ્લામના દરેક કાયદા પર તેની ખરાબ અસર કરશે. દરેક વ્યક્તિ પોતાની જાતને ઇસ્લામનો તારણહાર માનીને પોતાની ખ્વાહીશાત પ્રમાણે કામ કરશે. શું આપ (સ.અ.વ.) આપના પછી થનારી ઘટનાઓથી સંપૂર્ણપણે અજાણ હતા? જો આપ (સ.અ.વ.) અજાણ ન હતા અને ચોક્કસ આપ (સ.અ.વ.) અજાણ ન હતા, તો આપ (સ.અ.વ.)એ પોતાની અજ્ઞાન ઉમ્મતને આવી ખરાબ યોજનાઓથી રોકવા માટે શું પગલાં લીધાં? આપ (સ.અ.વ.)એ એ કેવી રીતે સુનિશ્ચિત કર્યું કે હિદાયતનો ચીરાગ, જે આપ (સ.અ.વ.)એ પોતાના હાથથી રોશન કર્યો હતો તે તેની ચમક ગુમાવે નહીં અને લોકો તેના પ્રકાશ હેઠળ સાચા રસ્તા પર અડગ રહે? આ લેખ આવા પ્રશ્નોને સંબોધશે અને તે વાચકોએ નક્કી કરવાનું છે કે આ લેખ થકી શું તે તેમના જવાબોની શોધની પ્યાસને બુજાવી શકે છે?
પવિત્ર કુરઆન અને ભવિષ્યવાણીઓ
પવિત્ર કુરઆને સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે ઈલ્મે ગય્બ ફક્ત અલ્લાહ પાસે જ છે,
ઉદાહરણ તરીકે ફરમાવે છે:
“અને ગયબના ખઝાનાઓની ચાવીઓ તેની જ પાસે છે કે જે તેના સિવાય અન્ય કોઇ જાણતું નથી; અને તે ખુશ્કી તથા દરિયાઓમાં જે કાંઇ છે તે જાણે છે અને એક પાંદડું (પણ એવું) નથી પડતું કે જેને તે જાણતો ન હોય, અને ઝમીનના અંધકારમાં એવો કોઇ દાણો અને એવી કંઇ લીલી કે સુકી (ચીઝ) નથી કે જેનું બયાન કિતાબે મુબીનમાં ન હોય.”
(સૂરએ અનઆમ: આયત 59)
બીજી જગ્યાએ ફરમાવે છે:
“અને ઝમીન તથા આસમાનોની છૂપી વાતો અલ્લાહ માટે છે અને કયામતની બાબત આંખના પલકારા સમાન અથવા તેનાથી પણ વધારે નજીક છે કારણકે અલ્લાહ દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે.”
(સૂરએ નહલ: આયત 77)
તે સુરએ નમ્લ ની આયત નં 65 માં પણ ઉલ્લેખ કરે છે
“તું કહે કે અલ્લાહ સિવાય આસમાનો તથા ઝમીનમાં ગય્બની વાતો કોઈ જાણતું નથી; અને તેઓ એ પણ જાણતા નથી કે તેઓને પાછા ક્યારે ઉઠાડવામાં આવશે.”
જો કે, સુરએ જીનની આયત 26 અને 27માં ઉલ્લેખ છે કે જ્યાં અલ્લાહ દરેક પ્રકારના ઈલ્મે ગય્બનો એકમાત્ર માલિક છે, તે જેને ઈચ્છે તેને તેણે અતા કર્યું છે. ઉપરાંત, પવિત્ર પયગંબર(સ.અ.વ.) આપના પછી ઉદ્ભવનારા મતભેદથી સારી રીતે વાકેફ હતા.
“તે ગય્બનો જાણનાર છે, અને તે પોતાના ગય્બથી બીજા કોઈને વાકેફ કરતો નથી. સિવાય કે તે રસુલ જેનાથી તે રાજી હોય અને તેની આગળ અને પાછળ હિફાઝત કરવાવાળા ફરીશ્તાઓને મુકર્રર કરી દે છે.”
હદીસો અને ભવિષ્યવાણીઓ
બંને ફિરકાઓની હદીસો વાંચીને, કોઈ સરળતાથી અનુમાન લગાવી શકે છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) તેમના પછી ઉદ્ભવનારા ઇખ્તેલાફથી સારી રીતે વાકેફ હતા. આપ (સ.અ.વ) એ પણ જાણતા હતા કે આ ઇખ્તેલાફ તેમના વલીઓ સુધી સીમિત નહીં રહે પરંતુ ઇસ્લામના દરેક કાયદા સુધી ફેલાશે. અમે વાચકોની સમજ માટે આમાંથી કેટલીક હદીસો રજૂ કરીશું.
પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું:
“મારી ઉમ્મત ટૂંક સમયમાં તોતેર ફિરકાઓમાં વહેંચાઈ જશે જેમાંથી એક જન્નતમાં જશે જ્યારે બાકીના જહન્નમના રહેવાસી હશે.”
(સોનને ઇબ્ને માજાહ, ભાગ 3, પાના 1332, હદીસ 3992, સોનને તીરમીઝી, ભાગ 4, પાના 134, હદીસ 2778)
આ હદીસ ઘણા સહાબીઓથી રિવાયત કરવામાં આવી છે જેમ કે અમીરુલ મોમિનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), અનસ ઈબ્ને મલિક, સાદ ઈબ્ને અબી વક્કાસ, સાદી ઈબ્ને અજલાન, અબ્દુલ્લા ઈબ્ને અબ્બાસ, અબ્દુલ્લા ઈબ્ને ઉમર, અબ્દુલ્લા ઈબ્ને અમ્ર ઈબ્ને આસ, અમ્ર ઈબ્ને ઔફ મઝાની, ઔફ ઇબ્ને મલિક અલ-અશજાઈ, ઉવયમીર ઈબ્ને માલિક અને મુઆવિયા ઈબ્ને અબી સુફયાન અને આ સિવાય અન્ય લોકો.
એહલે તસન્નુનના કેટલાક વિદ્વાનોએ ઉપરોક્ત હદીસને સાચી અથવા મુતવાતીર ગણી છે. દાખલા તરીકે, અલ-નવાવીએ ફૈઝ અલ-કાદીરમાં, અલ-મુસ્તદરકમાં હાકિમ નિશાપુરીએ અને તલખીસ અલ-મુસ્તદરકમાં ઝહબીએ, એતેસમામમાં મશઅબતીએ, લવામી અલ-અનવારમાં સફારીનીએ અને સિલસિલ અલ-હદીસ અલ-સાહીમાં નસીરુદ્દીન અલ્બાનીએ.
સંખ્યા તોતેરને તેના શાબ્દિક અથવા રૂપક અર્થમાં અસંખ્ય ફિરકાઓના અર્થમાં લઈ શકાય છે. આપણે જાણીએ છીએ કે ઈમામત આ અસંમતી અને ઇખ્તેલાફનું મૂળ કારણ છે.
આફિયા ઇબ્ને આમીર પવિત્ર પયગંબર (સ.અ.વ.) થી વર્ણન કરે છે:
“ખરેખર કયામતના દિવસે હું તમારી આગળ હોઈશ અને તમારા ઉપર ગવાહ બનીશ. અલ્લાહની કસમ! હું હૌઝે કૌસરને જોઈ શકું છું. મને જમીનની ચાવીઓ આપવામાં આવી છે. મને ડર નથી કે તમે મારા પછી મૂર્તિપૂજામાં પાછા આવશો, પરંતુ ખિલાફતના મતભેદ અંગે.”
(સહીહ બુખારી, ભાગ 4, પાના 174)
ઇબ્ને અબ્બાસ પવિત્ર પયગંબર (સ.અ.વ.) થી વર્ણન કરે છે:
“કયામતના દિવસે મારા સહાબીઓને જહન્નમ તરફ ધકેલી દેવામાં આવશે. હું બૂમો પાડીશ! મારા પરવરદિગાર! મારા સહાબીઓ! મારા સહાબીઓ! મને જવાબ આપવામાં આવશે કે તેઓ તે છે જેઓ તમારા પછી મૂર્તિપૂજા તરફ પાછા ફર્યા અને મુરતદ બન્યા.
(સહીહ બુખારી, ભાગ 4, પાના 110, ફૈઝુલ કાદીર, ભાગ 2, પાના 21, મુસ્તદરક, ભાગ 1, પાના 128,)
(લવામી અલ-અનવાર, ભાગ 1, પાના 93, સિલસિલા અલ-અહાદીસ અલ-સહીહાહ, ભાગ 1, પાના 32)
એહલે સુન્નતની સિહાહ પુસ્તકોમાં સમાન હદીસો મળી શકે છે જે અનસ ઇબ્ને માલીક, અબુ હુરૈરાહ, અબુ બકર, અબુ સઇદ ખુઝરી, અસ્મા બિન્તે અબુ બકર, આયેશા અને ઉમ્મે સલમા જેવા વ્યક્તિઓએ વર્ણવી છે.
શેખ મહમૂદે ઇલ્મ શાફેઈમાં અબુ રૈયા મુકબેલીથી વર્ણન કર્યું છે કે આ હદીસ તેના અર્થના સંદર્ભમાં મુતવાતીર છે. જો કે, અમે તેને મુસલમાનોમાંથી તે સહાબીઓ પર લાગુ કરી શકતા નથી કે જેઓ પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી શિર્ક અને બુતપરસ્તી તરફ વળ્યા કારણ કે આફિયા ઇબ્ને આમિર પવિત્ર પયગંબર (સ.અ.વ.) થી વર્ણન કરે છે,
“અલ્લાહની કસમ! મને એ વાતનો ડર નથી કે તમે મારા પછી બુતપરસ્ત બની જશો. બલ્કે મને ડર છે કે મારા પછી તમે મતભેદો અને વિવાદો ઉભા કરશો.”
આથી પવિત્ર પયગંબર (સ.અ.વ.) તેમની હદીસોમાં ફરમાવે છે,
“જહન્નમ છે તેના માટે, જહન્નમ છે તેના માટે જે મારા પછી (મઝહબ) બદલશે.”
(સહીહ બુખારી, ભાગ 7, પાના 207, સહીહ મુસ્લિમ, ભાગ 7, પાના 66)
આપણે જાણીએ છીએ કે મઝહબમાં બીદઅત બુતપરસ્તીથી અલગ છે.
અબુ અલકમાહ કહે છે:
મવાહિબમાં તબરીએ શાફેઈથી વર્ણવ્યું છે કે તેણે ઈબ્ને એબાદને કહ્યું:
“તમે શા માટે અન્ય લોકોની જેમ, અબુબકરની બયઅત ન કરી જ્યારે કે અન્ય લોકોનો જુકાવ તેની તરફ હતો?” તેણે મને પોતાની નજીક લઈ લીધો અને કહ્યું, “અલ્લાહની કસમ! મેં પવિત્ર પયગંબર (સ.અ.વ.)ને કહેતા સાંભળ્યા છે, “હું આ દુનિયાથી ચાલ્યો જઈશ પછી લોકોની ખ્વાહીશાત તેમના પર કાબુ મેળવશે અને તેમને બુતપરસ્તી તરફ પાછા ફેરવશે. પછી હક અલી(અ.સ.) પાસે હશે અને અલ્લાહની કિતાબ તેમના હાથમાં હશે. તેમના સિવાય કોઈના હાથ ઉપર બયઅત કરશો નહીં.”
(એહકાક-અલ-હક્ક, ભાગ 2, પાના 296)
હનફી મનાકીબમાં ખવારઝમી અબુ યાઅલાથી વર્ણન કરે છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું:
“ટૂંક સમયમાં મારા પછી ઇખ્તેલાફ ઉભો થશે. પછી અલી(અ.સ.)ને પકડી રાખો, કારણ કે તે હક અને બાતીલ વચ્ચેનો માપદંડ છે.”
(અલ-ખારઝમીની મનાકિબ, પાના 105)
ઇબ્ને અસાકીર, રાવીઓની સહીહ સિલસિલાથી, ઇબ્ને અબ્બાસથી વર્ણન કરે છે:
“અમે પવિત્ર પયગંબર (સ.અ.વ.) અને અલી (અ.સ.) સાથે મદીનાની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક સુંદર બગીચો અમારી સામે આવ્યો. અલી (અ.સ.) એ બગીચો કેટલો સુંદર છે તેની વાત કરી. પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ જાણ કરી કે જન્નતમાં તમારો બગીચો તેના કરતાં પણ વધુ સુંદર છે. આ પછી તેમણે અલી (અ.સ.)ના માથા અને ચહેરા તરફ ઈશારો કર્યો અને ખૂબ રડ્યા. અલી (અ.સ.) એ પૂછ્યું, “કઈ બાબત આપને આટલું રડાવી રહી છે?” આપ (સ.અ.વ.)એ જવાબ આપ્યો:
“આ ઉમ્મત તેમના દિલમાં (તમારા વિરુદ્ધ) હસદ રાખે છે જે તેઓ મારા પછી જાહેર કરશે.”
(તારીખ ઇબ્ને અસાકીર, 834)
પવિત્ર પયગંબર (સ.અ.વ.) ના ગુલામ, અબુ મુઆયાહ કહે છે:
“એકવાર એક રાત્રે પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ મને ઊંઘમાંથી જગાડ્યો અને મને તેમની સાથે બકીઅના કબ્રસ્તાનમાં જવા કહ્યું, જેથી આપ (સ.અ.વ.) ત્યાં આરામ કરનારાઓ માટે માફી માંગે. બકીઅ પહોંચ્યા પછી, આપ (સ.અ.વ.) તેમના લોકોને સલામ કરી અને કહ્યું:
“ફસાદ કાળી રાતોની જેમ તમારી તરફ આગળ વધી રહ્યો છે.”
પછી આપે બકીઅના લોકો માટે માફી માંગી અને પોતાની પથારીમાં પાછા ફર્યા અને થોડા દિવસોમાં આ દુનિયા છોડી દીધી.
(અલ કામિલ ઇબ્ને અસીર, ભાગ 2, પાના 318)
શહીદ મોહમ્મદ બાકીર અસ-સદર ઉપરોક્ત મુદ્દાઓને સમજાવતા કહે છે:
આ એ જ ફસાદ છે જેનો જનાબે ઝહરા (સ.અ.) એ તેમના ખુત્બામાં ઈશારો કર્યો છે જેમાં આપ(સ.અ)એ ફરમાવ્યું હતું:
“તમને ફસાદનો ડર હતો પણ તેમાં ફસાઈ ગયા. આ એક જ ફસાદ છે પરંતુ તમામ ફસાદનું મૂળ છે.
અય પયગંબર (સ.અ.વ.) ની ચહિતા દીકરી! તમારા દિલને શું દુઃખ થયું છે કે તમે હકીકતને આશકાર કરી રહ્યા છો અને તમારા પિતાની ઉમ્મતના અંધકારમય ભવિષ્ય વિશે માહિતી આપી રહ્યા છો?
ચોક્કસ તે સમયની સત્તામાં ધુત સરકાર તમામ ઇખ્તેલાફનું મૂળ છે. ઉમરે પણ ટિપ્પણી કરી કે અબુબકરની ખિલાફત એક અકસ્માત હતો, જેની બુરાઈથી અલ્લાહે મુસલમાનોનું રક્ષણ કર્યું.
(તારીખ તબરી, ભાગ 2, પાના 235, શહીદ એસ. બાકીર અસ-સદ્ર (ર.અ.) દ્વારા ઇતિહાસમાં ફદક કિતાબમાંથી)
પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની સમક્ષ ત્રણ વિકલ્પો હતા. તે સાબિત થઇ ચુક્યું છે કે આપ (સ.અ.વ.) આ ઉદ્ભવનાર ઇખ્તેલાફથી પહેલા જ વાકેફ હતા. સવાલ એ છે કે શું પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ આ ઇખ્તેલાફને રોકવા માટે કોઈ સાવચેતીભર્યું પગલાં લીધાં હતાં? નીચેની ત્રણ શક્યતાઓમાંથી કોઈપણ એક થઈ શકે છે.
- નકારાત્મક માર્ગ: તે છે પવિત્ર પયગંબર (સ.અ.વ.) તેમની ફરજો પ્રત્યે બેદરકાર હતા. (નઉઝોબીલ્લાહ)
- રચનાત્મક માર્ગ: એટલે કે આપ (સ.અ.વ.)એ લોકોની સલાહ લીધી અને તે મુજબ કાર્ય કર્યું.
- નિમણૂક સાથેનો સકારાત્મક માર્ગ: તે છે કે આપ (સ.અ.વ.)એ આ ઇખ્તેલાફને રોકવા અને તેને નાબુદ કરવા માટે કોઈને નિયુક્ત કર્યા છે.
પહેલા વિચારધારાના સમર્થકો:
પવિત્ર પયગંબર (સ.અ.વ.) વસિયત કર્યા વિના આ દુનિયા છોડી ગયા હોવાની અફવા ફેલાવનાર પ્રથમ વ્યક્તિ આયશા છે. તેણી કહે છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)નું માથું મારા ખોળામાં હતું જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા અને વસિયત કરી ન હતી.
(સહીહ બુખારી, ભાગ 2, પાના 16)
અબુ બકરે પણ તેની અંતિમ ક્ષણોમાં કહ્યું:
“હું અલ્લાહના રસુલને તેમની અંતિમ ક્ષણોમાં ખિલાફત વિશે પૂછવા માંગતો હતો જેથી તેમાં કોઈ વિવાદ ન કરે.”
(તબરી, ભાગ 5, પાના 53)
બીજી જગ્યાએ તેઓ કહે છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ લોકોને પોતાના પર છોડી દીધા જેથી તેઓ તેમના માટે સારું લાગે તે પસંદ કરે.
(તબરી, ભાગ 5, પાના 53)
જ્યારે ઉમર ઇબ્ન ખત્તાબના પુત્રએ તેને કહ્યું કે તેના ટોળાને એકલા ન મુકે ત્યારે તેણે જવાબ આપ્યો:
“જો હું આમ કરીશ (મારા ટોળાને ધ્યાન વિના છોડીશ) તો હું અલ્લાહના રસુલના રસ્તા પર ચાલીશ, નહીં તો અબુબકરના રસ્તા પર.”
(હિલ્યહ અલ-અવલિયા, ભાગ 1, પાના 44)
પ્રથમ અભિપ્રાય સામે વાંધાઓ:
પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવી ન હતી તે વિચાર નીચેના વાંધાઓ તરફ દોરી જાય છે:
- તેનો અર્થ એ થશે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ ઇસ્લામ અને મુસલમાનોની જરૂરિયાતોને અવગણી હતી. આપણે માનીએ છીએ કે ઇસ્લામ એક વ્યાપક ધર્મ છે જે તમામ માનવ જરૂરિયાતોને ધ્યાનમાં લે છે. આટલી મહત્વની ફરજની અવગણના કેવી રીતે શક્ય હતી?(મઆઝલ્લાહ)
- આ પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના કામની વિરુદ્ધ છે કારણ કે તેઓએ હંમેશા, તેમની ગેરહાજરીમાં, ટૂંકા ગાળા માટે પણ, વસીની નિમણૂક કરી છે.
- આ વિચાર પવિત્ર પયગંબર (સ.અ.વ.) ની હિદાયતો વિરુદ્ધ છે કારણ કે આપે પોતે ફરમાવ્યું: “જે એક સવાર વિતાવે છે અને મુસલમાનોની બાબતો માટે ચિંતિત નથી તે અમારામાંથી નથી”
(ઉસૂલે કાફી)
- આ વિચાર ખલીફાઓના વર્તનની વિરુદ્ધ છે કારણ કે તે બધા ચિંતિત હતા અને ભવિષ્ય માટે વસીની નિમણૂક કરી હતી.
- આ કાર્ય ભૂતકાળના પયગંબરો (અ.સ.)ની વિરુદ્ધ છે કારણ કે તે બધાએ વસીની નિમણૂક કરી હતી અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ચોક્કસપણે તેમાં અપવાદ ન હતા.
બીજી વિચારધારા સામે વાંધાઓ:
- જો પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ આ રીત અપનાવી હોત તો આવી પસંદગી કરવા માટે શરતો અને પ્રક્રિયા નક્કી કરવી જરૂરી હતી, જ્યારે વાસ્તવમાં તેમણે આવું કર્યું ન હતું.
- લોકોમાં પણ આવા કાર્યને પાર પાડવાની ઈચ્છા અને ક્ષમતા ન હતી. હજરે અસ્વદ અને બની મુસ્તલીક સાથેના યુદ્ધની જેમ લોકોએ ઘણી વખત તેમની અસંમતતા સાબિત કરી હતી. સકીફહની ઘટનાઓ સુરજના પ્રકાશ કરતાં વધુ સ્પષ્ટ છે.
- પવિત્ર કુરઆન અને હદીસોથી તે ખૂબ જ સ્પષ્ટ છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) ની ભૂમિકા ફક્ત વહી પ્રાપ્ત કરવા અને પહોંચાડવા સુધી મર્યાદિત ન હતી. મુસલમાનોને એવી વ્યક્તિની જરૂર છે જે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના જવા પછી તેમની ખાલી જગ્યાને (યોગ્યરીતે)ભરી દે.
જ્યારે અલી (અ.સ.)ને કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ બીજાઓ કરતાં પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની સૌથી વધુ હદીસો વર્ણવી છે, આપ(અ.સ)એ જવાબ આપ્યો:
“જ્યારે પણ મેં તેમને કોઈ સવાલ પૂછ્યો ત્યારે આપે જવાબ આપ્યો અને જ્યારે હું ચુપ રહ્યો, ત્યારે આપે મારા માટે હદીસો સંભળાવી.”
(સહીહ બુખારી, ભાગ 8, પાના 44, તબકાત ઇબ્ને સાદ, ભાગ 2, પાના 101)
ઘણા પ્રસંગોએ પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું:
“હું હિકમતનું ઘર છું અને અલી તેનો દરવાજો છે.”
બીજી જગ્યાએ આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:
“હું ઇલ્મનું શહેર છું અને અલી તેનો દરવાજો છે. જેને ઇલ્મ મેળવવું હોય તેણે તેના દરવાજા પાસે જવું જોઈએ.”
તેથી, પ્રથમ બે વિકલ્પો પહેલાથી જ પુર્વાગ્રહિત છે અને ત્રીજા વિકલ્પને સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી, એટલે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ ઇલાહી આદેશથી તેમના પછી વસી અને ઉત્તરાધિકારી નીમ્યા, આ હકીકત ઘણી બધી હદીસોથી પણ સાબિત થાય છે જેમ કે હદીસે સકલૈન, હદીસે તૈર, હદીસે મંઝેલત જે બંને ફિરકાઓ દ્વારા સ્વીકારવામાં આવે છે અને પવિત્ર કુરઆનની ઘણી આયતો દ્વારા પણ સાબિત થાય છે જેમ કે આયતે બલ્લીગ (5:67), આયતે વિલાયત (5:3), તે આયત જેમાં એક વ્યક્તિએ ઇલાહી સજાની માંગ કરી હતી (70:1-3) અને અસંખ્ય અન્ય આયતો કે જેમાં આપ (સ.અ.વ.)એ અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ને પોતાના વસી નિયુક્ત કર્યા હતા. એહલે તસન્નૂનની કેટલીક કિતાબોમાં, બાર ઈમામો (અ.સ.)ના નામ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) દ્વારા તેમના લકબો સાથે ઉલ્લેખવામાં આવ્યા છે, જેમાં કોઈપણ શંકાને સ્થાન નથી. જો કે તેમના દિલ, આંખ અને કાન અલ્લાહ દ્વારા સીલ કરવામાં આવ્યા છે.
આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે આપણને સાચા માર્ગ પર મક્કમ રાખે, ઈમામે અસ્ર (અ.ત.ફ.શ.)ના ઝુહુરમાં જલ્દી કરે અને આપણને એહલેબૈત (અ.સ.)ના ગુલામોમાં શામેલ કરે
Be the first to comment