ઇસ્લામમાં જે મોટા બે ફિરકાઓ છો, જેમાં એક મક્તબે એહલેબેતે રસુલ(સ.અ.વ.) એટલેકે (શિઆ ઇસ્નાઅશરી) છે.અને બીજો ફિરકો મકતબે ખોલ્ફા (એહલે તસન્નુન-સુન્ની) છે.આ બંને ફિરકાની દરમિયાન ઘણા બધા તફાવત છે,તેમાંથી એક પાયાનો મુખ્ય તફાવત એ છે કે અહલે- તસન્નુન રસુલ (સ.અ.વ.) ના સહાબાઓને હદ કરતા વધીને મહત્વ આપે છે. એહલે તસન્નુનની નઝદીક બધા સહાબીઓ “આદીલ” છે. અને તેમાંથી કોઈપણને અનુસરી શકાય છે.
તેઓ માને છે કે અગર કોઈ વ્યક્તિ માત્ર થોડી ક્ષણો માટે પણ રસુલ (સ.અ.વ.)ની સાથીદારી (સોહબત) નસીબ થઇ જાય તો તે શખ્શ હીદાયત પામેલો થઇ જાય છે અને તેના નકશે કદમ પર ચાલવું (તેની પૈરવી કરવી)એ સફળતાના રસ્તા પર ચાલવું ગણાય છે. એટલે કે, તેઓના મતે, જો કોઈ વ્યક્તિ હાલતે ઇસ્લામમાં હોય અને તેને ફક્ત થોડી ક્ષણો પુરતી પણ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સાથીદારી મળી જાય છે તો આવા શખ્શને સહાબીયતની સાથે સાથે હીદાયત પામેલાની સનદ પણ મળી જાય છે, જો કે કુરઆને અલ્લાહના રસુલ (સ.અ.વ.)ને આ બાબતે વારંવાર જાણ કરી છે કે તમારી આસપાસ ભેગા થવા વાળા લોકો બધે બધા મોઅમીન તો શું મુસલમાન પણ નથી, તેમાંથી કોઈક માણસ મુનાફીક પણ છે.તેનું સ્પષ્ટ ઉદાહરણ કુરઆનમા સુરે મુનાફીકની અંદર મૌજુદ છે. આથી એવું માનવું કે રસુલ (સ.અ.વ.)ની સાથે ઉઠવા બેઠવાવાળા દરેક ઇન્સાન હીદાયત પામેલા છે તે એક ગેરસમજણ છે. આ મકતબની સૌથી મોટી ખામી એ છે કે તેઓએ બધાને માત્ર એટલા માટે લાયકે તાઅઝીમ (માનને પાત્ર) માનતા હતા કે તેઓએ રસુલ (સ.અ.વ.)ને થોડા ક્ષણો માટે જોયા હતા, તેઓ ને ત્યાં કોઈપણ વ્યક્તિને પ્રથમ સહાબીનું બિરુદ આપવામાં આવે છે,ત્યાર પછી તેને હિદાયતનો સ્ત્રોત તરીકે માનવામાં આવે છે, મોટાભાગના સુન્ની ખતીબો લોકોને એવું સમજાવે છે કે તમામ સહાબીઓ આદીલ હતા તેથી તેમાંથી કોઈની બુરાઈ કરી શકાય નહી.અને ન તેમની ભૂલોનું મૂલ્યાંકન કરી શકાય છે. ઉમ્મતની ફરજ એ છે કે દરેક પરિસ્થિતિમાં સહાબીઓનું અનુસરણ કરે,અને તેમની ખામીઓ અને ભૂલોને નઝરઅંદાઝ કરે (ભૂલી જાય).
(કિતાબ અલ-કબાએરે ઝહબી, 233,અલ-તેહઝીબ ભાગ:1 પાના નં. 509).
પોતાના વાતની દલીલમાં તેઓ આ રિવાયતને પેશ કરે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું ફરમાન છે કે:
…أَصْحَابِي كَالنُّجُومِ بِأَيِّهِمُ اقْتَدَيْتُمُ اهْتَدَيْتُمْ…
મારા બધા સહાબીઓ સિતારાઓની માફક છે, તમે જેને ઇચ્છો તેને અનુસરો,
તમને (હીદાયત) માર્ગદર્શન મળશે.
વિવિધ કારણોસર આ રિવાયતને સહીહ રીતે સ્વીકારી શકાતી નથી. અહીં તેમાંથી કેટલાક કારણો આ મુજબ છે.
પહેલું: ખુદ સુન્ની ઓલ્માઓ આ હદીસને સહીહ હોવાની કબુલ કરતા નથી.
સુન્ની લોકોના આલીમ :ઇબ્ને હઝમ આ રિવાયતના વિષે કહે છે કે:
‘ان اصحابی کالنجوم بایهم اقتدیتم اهتدیتم’، و اما الحدیث المذکور فباطل مکذوب
(અલ-એહકામ ભાગ:૫ પેજ:64)
મતલબ કે આ જુઠી અને બાતીલ રિવાયત છે.
આ રિવાયતના બારામાં બીજી જગ્યાએ ઇબ્ને હઝમથી નકલ થયું છે કે :
واما قولهم: ” اصحابی کالنجوم بایهم اقتدیتم اهتدیتم “، فحدیث موضوع
(રસાએલ ઇબ્ને હજમ ભાગ-૩ પેજ:96)
એટલે કે આ રિવાયત મનઘડત અને નકલી છે.આવી જ રીતે એહલેસુન્નતના એક વિદ્વાન આલીમ ઇબ્ને હજર કહે છે કે:
‘ان اصحابی کالنجوم بایهم اقتدیتم اهتدیتم’ اخرجه الدارقطنی فی غرائب مالک
و قال لا یثبت عن مالک. ورواته مجهولون
(લેસાનુલ મીઝાન ભાગ:૨ પેજ: 137-138)
આ રિવાયત …….. اصحابی کالنجوم એ દારેકુત્નીએ માલિકની બાબતોના ભાગમાં નકલ કર્યું છે પરંતુ તેણે માલિકથી બયાન થવાનું સાબિત નથી થતું કારણકે તેના વધારે રાવીઓ અજાણ છે.
હકીકત એ છે કે આ હદીસ حابی کالنجوم ની સનદ ઝઈફ હોવાને કારણે અહલે તસન્નુંન(સુન્ની લોકોના ઓલમાઓ) અને હદીસ લખનારાઓમાં ઘણા આ હદીસ ને موضوع (મનઘડત) અને ઘણાએ આ હદીસને ઝઈફ ગણી છે. એમાંથી ઘણાના નામો અહિયાં રજુ કરીએ છીએ.
એહમદ બિન હમ્બલ: અલ તય્સીર ભાગ:3 પેજ:243
દારે કુતની: અલ-કાફી અલ-શાફી ફી તખરીજ અહાદીસ અલ-કશાફ ભાગ:2 પેજ:628
ઇબ્ને હઝર (અલ-મુદ્ખલ)
ઇબ્ને અબ્દુલબર અઅલામુલ મુકેઇન ભાગ:3 પેજ:223
સીયુતી:અલ-જામેઅલસગીર બે શર્હે અલ મનાવી ભાગ:4 પેજ:76 વગેરે.
પરંતુ અફસોસ, સહાબા પરસ્તી અને તરફદારી નું શું કરી શકાય?
એહલે તસ્ન્નુંન (સુન્ની લોકો)એ આવા પ્રકારની મનઘડત રિવાયતના માટે એક કેટેગરી (વર્ગ) રાખ્યો છે જેને تلقی بالقبول કેહવાય છે.આ વર્ગમાં એ રિવાયત હોઈ છે જેને ઓલમાઓએ મનઘડત કહેલી (કરાર દીધી) છે. પરંતુ કારણકે ઉમ્મત એની ઉપર અમલ કરે છે તેના લીધે તેને રદ કરી શકાય નહી. એનો મતલબ એમ થયો કે કારણ કે ઉમ્મત આને અમલ કરવાને લાયક જાણે છે. આના લીધે આ રસુલ નું કહેણ હોઈ શકે છે. (તેમ છતાં પણ હદીસે રસુલથી સાબિત ન હોઈ?)
આ હદીસ રદ થવાનું બીજું મહત્વ નું કારણ એ છે કે ખુદ રસુલ (સ.અ.વ.) એ પોતાના સહબીઓને હીદાયત પામેલા અથવા આદીલ નથી જાણ્યા. આની દલીલ તે ઘણી બધી રિવાયત છે જેમાં રસુલ (સ.અ.વ.)થી મનસુબ છે જેમાં જોવા મળે છે કે તેના સહાબા ભૂલોથી બિલકુલ પાક નથી.ઉદાહરણ તરીકે તેઓનું આ મુજબ કેહવું :
الشرک اخفی فیکم من دبیب النمل …
શીર્ક તમારી અંદર એવી રીતે છુપાયેલું છે જેવી રીતે અંધારી(કાળી) રાત માં કાળી કીડી.
અથવા તો આપ (સ.અ.વ.) એ સ્પષ્ટ રીતે ફરમાવ્યું છે કે:
انّ فی اصحابی منافقین
મારા અસહાબમાં થોડા મુનાફિક પણ છે.
આ રીવાયાતોની સિવાય એક રિવાયત આમ પણ છે કે જેમાં આપ (સ.અ.વ.) એ પોતાના સહાબીઓનું અનુસરણ કરવાવાળાને જહન્નમી કહ્યા છે.
قال رسول الله [ص]: «یکون من اصحابی احداث بعدی، یعنی الفتنة التی کانت بینهم، فیغفرها الله لهم سابقتهم، ان اقتدی بهم قوم من بعدهم کبهم الله فی نارجهنم».
- નસીમ અલ-રિયાઝ ફી શરહ શિફા અલ-કાઝી અયાઝ, ભાગ: 4, પેજ: 423-424.
આથી, તે સ્પષ્ટ થઈ ગયું કે સૈયદુલ મુરસલીન (સ.અ.વ)એ ઉમ્મતને દરેક નાકીસ સહાબીને અનુસરતા અટકાવ્યા છે.
આ હદીસ રદ થવાનું ત્રીજું મહત્વનું કારણ એ છે કે કુરઆને કરીમની આયાતોમાં અલ્લાહ (ત.ત.) એ સહાબીઓની નિંદા કરી છે.સુરે બરાઅત,સુરે અન્ફાલ, સુરે અહઝાબ, સુરે જુમ્મા, સુરે મુનાફેકુન,ઘણા બધા સુરામાં તમને આવા પ્રકારની આયતો સરળતાથી મળી જશે. આ તમામ આયતોમાં પરવરદીગારે આલમેં સહાબીઓની નિંદા કરી છે. એમાંથી ઘણાબધા એવા સહબીઓ હતા જેઓ જંગમાંથી ફરાર થઇ ગયા હતા અને ઇસ્લામના લશ્કરની હારના ઝીમ્મેદાર હતા. શું આવા અફરાદની પૈરવી (લોકોને અનુસરણ) કરી શકાય?
ચોથું કારણ ઐતિહાસિક પુરાવા છે જે બતાવે છે કે રસુલે ઇસ્લામ (સ.અ.વ.)ના ઘણા સહાબીઓએ ગંભીર ગુનાહાને કબીરા અંજામ આપ્યા છે. રસુલ(સ.અ.વ.)ના જનાજાને છોડીને સકીફામાં દુનીયા હાંસીલ કરવા માટે ભેગા થયા.દરે બતુલ (સ.અ.) પર આગ લગાડી દેવી. મુખ્લીસ સહબીઓ પાસેથી બળ-જબરીથી બયઅત તલબ કરવી.માલિક બિન નુવેયરાહ જેવા બાઅઝમત સહાબીને અને તેના કબીલાના લોકોને બેગુનાહ કત્લ કરવા વિગેરે.આમ ઘણા મોકા પર આ લોકોએ હુકમે કુરઆન અને શરીયતે ઇસ્લામની ખિલાફ અમલ કર્યા.આ લોકો એ ઘણા બધા મોકા પર સ્પષ્ટ હુકમે કુરઆન અને હદીસની મૌજુદગીમાં ખોટું અર્થઘટન અને ખોટું વિવરણ કર્યું છે.
આ સહાબા પરસ્તી છે,જેને એહલે તસ્ન્નુંનને રાહે હક અને સીરાતે મુસ્તકીમ એટલે કે એહલેબૈતના દરથી દુર કરી દીધા છે. ભલે તે એહલેબૈતથી મોહબ્બતનો દાવો કરે. પરંતુ જયારે જયારે કોઈ એહલેબૈતના ફર્દના સહાબી સાથે મત-ભેદ થયો છે,તો ઈતિહાસ ગવાહ છે કે એહલે તસ્ન્નુંને સહાબીનો સાથ આપ્યો છે, જયારે દુખ્તરે રસુલ(સ.અ.વ.)એ અબુબક્રથી પોતાના વારસાની માંગણી કરી તો ઉમ્મતે ખામોશી ધારણ કરી લીધી.અને અબુબક્રનો સાથ આપ્યો. જયારે સકીફાયી ખીલાફતે ગદીરના એઅલાન સામે પોતાના ખલીફાને ઉભા કર્યા ત્યારે એહલે તસ્ન્નુંને સકીફાયી ખલીફાનો સાથ આપ્યો.આમ, યઝીદ જેવા બદ્કારના મુકાબલો કરવાવાળા નવાસાએ રસુલ (સ.અ.વ.), ખાનદાને ઈસ્મતના ફર્દ.અને હીદાયતના ચીરાગ ફરઝંદે અલી અને ફાતેમા (સ.અ.)ને ઉમ્મતે તેને એકલા છોડી દીધા.સત્ય તો એ છે કે એહલે તસ્ન્નુંનમાં મૌજુદ સહાબા પરસ્તી લોકોને જહન્નમની તરફ ઘસેડી લઈ જઈ રહી છે, અય કાશ કે એહલેબૈતની શાનમાં નાઝીલ થવા વાળી અઝીમુશશાન અને નિહાયત મોઅતબર અને બંને ફિરકાઓમાં સંમત અહાદીસે નબવીને સમજવા પર મહત્વ આપ્યું હોતે અને હક્ક સમજવાની ખરી કોશિશ કરી હોતે તો પણ આસાનીથી સહાબા અને એહલેબૈત(અ.મુ.સ)વચ્ચેનો ફર્ક માલુમ પડી જતે.
Be the first to comment