આપણે આ પહેલા પણ પવિત્ર કુરઆનમાં વસીલા અને તવસ્સુલની વિચારધારાનો સ્પષ્ટ ઉલ્લેખ જોયો છે અને એટલી હદે કે સુરએ માએદાહ (૫): આયત ૩૫ માં અલ્લાહે મોઅમીનોને ઇલાહી કુરબત(નઝદીકી) પ્રાપ્ત કરવા માટે વસીલાનો હુકમ આપ્યો છે .
હવે અહી આપણે તવસ્સુલ પર વધુ પુરાવા માટે સુન્નત તરફ રજુ થઇએ, જો કે કુરઆનની એક આયત તવસ્સુલને ઇસ્લામિક વિચારધારા (અકીદો) તરીકે સ્થાપિત કરવા માટે પુરતી સાબિત થવી જોઈએ, પરંતુ અમે આ બાબતની શંકાને દૂર કરવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી.
વસીલાહ અને توسل ની વિચારધારાનો ઉલ્લેખ હદીસોમાં જોઈ શકાય છે. ખુબજ ટૂંકમાં અમે અહીં અમુક ઉદાહરણોનો ઉલ્લેખ કરીશું.
અનુક્રમણિકા
૧) હઝરત આદમ (અ.સ.)નું તવસ્સુલ
૨) પવિત્ર પયગંબર (સ.અ.વ.) ની આગાહી અને સૂચના
૩) પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની રીત (વ્યવસ્થા)
૪) હઝરત ફાતેમા ઝેહરા (સ.અ.)નો ખુતબો
૫) ઉમરે ખુદ તવસ્સુલ કર્યું છે.
૬) મદીનાના રહેવાસીઓનું તવસ્સુલ.
૭) હાકીમ નિશાપુરીનું તવસ્સુલ.
૮) ઇબ્ને હિબ્બાનનું તવસ્સુલ.
૯) મન્સૂર–એ–દવાનકીએ પયગંબર (સ.અ.વ) થકી તવસ્સુલ કરવાનો હુકમ આપ્યો.
૧૦) પયગમ્બર (સ.અ.વ.)થી તવસ્સુલ તેમના બાળપણમાં
૧૧) અંધ વ્યક્તિનું તવસ્સુલ વડે આંખોની રોશની પાછી મેળવવી
૧૨) સહાબીઓનો વસીલો
૧) હઝરત આદમ (અ.સ.)નું તવસ્સુલ.
જ્યારે હઝરત આદમ (અ.સ.) તર્કે અવલાની માફી બાબતે આ રીતે તવસ્સુલનો સહારો લીધો:
અય અલ્લાહ મોહમ્મદના વસીલાથી મારી ખતાને માફ કરી દે.
અલ્લાહે નબી આદમને પૂછ્યું કે તેઓ મોહમ્મદ વિશે કેવી રીતે જાણતા હતા.
આદમે જવાબ આપ્યો: જ્યારે તે મને ખલ્ક કર્યો,ત્યારે મેં મારું માથું ઊંચું કર્યું અને જોયું;
الله رسول محمد إلالله إله لا અર્શ પર લખેલું હતું. તેથી હું જાણતો હતો કે મોહમ્મદનો દરજ્જો ખૂબ ઊચો હોવો જોઈએ, નહીં તો તે તારા નામ સાથે તેનું નામ ન લખ્યું હોત.
અલ્લાહે કહ્યું: મેં તમને માફ કરી દીધા. તેઑ આખરી પયગંબર હશે અને તમારા વંશમાંથી હશે. મે તમને તેઑના કારણેજ ખલ્ક કર્યા છે.
બ) બીજી રિવાયત તે છે જ્યારે અલ્લાહે આસમાન અને ઝમીનને ખલક કર્યા તો તેણે અર્શના સ્તંભો પર અને જન્નતના દરવાજા પર અને જન્નતના વૃક્ષોના પાંદડાઓ પર મોહમ્મદ(સ.અ.વ.)નું નામ લખ્યું હતું. તેમાં લખ્યું હતું કે મોહમ્મદ(સ.અ.વ.) આખરી નબી હશે.
આ રિવાયતો ઉપરાંત, દુઆઓમાં અને ગુનાહોથી તૌબા માટે પયગંબર (સ.અ.વ.)ને વસીલા કરાર આપીને દુઆ માંગવાના ઘણા વધુ પુરાવા છે.
(ઇબ્ને તૈમિયાનો ફતવો ભાગ ૨ પા ૧૫૦, તારીખે ઇબ્ને કસીર,જ.આદમના કિસ્સામાં)
ઇબ્ને તૈમિયા સિવાય, અન્ય સુન્ની ઓલમાઑએ પણ આ રિવાયતોને નકલ કરી છે, જેમ કે સીયુતી, બયહકી અને તબરાની.
૨) પવિત્ર પયગંબર (સ.અ.વ.) ની આગાહી અને સૂચના
આયેશા વર્ણવે છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ ખ્વારીજ વિશે ભવિષ્યવાણી કરી હતી:
هم شر الخلق و الخليقة يقتلهم خير الخلق و الخليقة أقربهم عند اللّه الوسيلة
તેઓ (ખ્વારિજ) ખીલ્કતમાં સૌથી ખરાબ મખ્લુક છે જેમને ખિલકતમાં સૌથી શ્રેષ્ઠ અને અલ્લાહ તરફ વસિલામાં સૌથી નજીકના દ્વારા કતલ કરવામાં આવશે.
(શરહે નહજુલ-બલાગાહ ભાગ ૨, પા ૨૪૭)
આ હદીસમાં – અમીરુલ મોઅમમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)ને અલ્લાહ તરફ વસીલા તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
૩) પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની રીત (વ્યવસ્થા)
અબુ હુરૈરા કહે છે: પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ આદમ (અ.સ.) અને તેમના વસિલાના તલબ કરવા વિષે માહિતી આપી હતી ( સુરએ બકરહની તફસીર (૨:૩૭) હેઠળ ):
અલ્લાહે આદમ (અ.સ.)ને સંબોધન કર્યું:
يا آدم هؤلاء صفوتيفإذا كان لك حاجة فهؤلاءتوسل
અય આદમ, આ (પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની આલ) મારા પસંદ કરાયેલા છે. જ્યારે પણ તમને જરૂર હોય, ત્યારે તેઓને (મારા તરફ)
તમારું માધ્યમ(વસીલો) બનાવો.
પયગંબર(સ.અ.વ) એ આગળ ફરમાવ્યું :
نحن سفينة النجاة و من تعلق بها نجا و من حاد عنها هلك
فمن كان له الي الله حاجة فليسالنا اهل البيت
અમે નજાતની કશ્તી છીએ, જે કોઈ તેમાં સવાર થાય છે તે નજાત પામ્યો અને જે કોઈ તેને છોડી દે છે તે હલાક થશે. જેને પણ અલ્લાહ સમક્ષ જરૂરિયાત હોય (હાજત હોય) તેણે અમો અહેલેબૈત (અ.મુ.સ.)ને પોતાનો વસીલો(માધ્યમ) બનાવવા જોઈએ.
(ફરાએદુ અલ-સિમતેનભાગ ૧ પા ૩૪ હદીસ ૧)
૪) હઝરત ફાતેમા ઝેહરા (સ.અ)નો ખુતબો
પવિત્ર પયગંબર (સ.અ.વ.) ની પુત્રી – હઝરત ફાતેમા ઝેહરા (સ.અ) તેમના ખુતબામાં ઈર્શાદ ફરમાવે છે
و احمد الله الذي بعظمته و نوره يبتغي من في السموات والارض اليه الوسيلة
و نحن وسيلة في خلقه
હું એ અલ્લાહની પ્રશંસા કરું છું જેની અઝમત અને નૂર વડે ઝમીન અને આસમાન પરના દરેક વ્યક્તિ તેની નઝદીકી માટે વસીલો ગોતે છે અને અમે અલ્લાહની નઝદીકીનો વસીલો( માધ્યમ) છીએ.”
(શરહે નહજુલ-બલાગાહ ભાગ ૧ પા ૨૧૧)
૫) ઉમરનું તવસ્સુલ
અ) ઇબ્ને હજરે અસ્કલાની (વફાત હિજરી – ૮૫૨) ફત્હ અલ-બારી ફી શરહે અલ-બુખારી ભાગ ૨, પા ૪૧૨ માં નોંધે છે:
ભરોસાપાત્ર રાવીઓની સનદ દ્વારા તે વર્ણવવામાં આવ્યું છે કે બીજા ખલીફા ઉમર બીન ખત્તાબના ઝમાનામાં દુષ્કાળ અને દુકાળ પડ્યો હતો.
બિલાલ બીન હારીસ જે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના સહાબી હતા, તેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની કબ્ર પાસે ગયા અને અરજ કરી:
તમારી ઉમ્મત નષ્ટ થઈ રહી છે, દૂનિયાઓના પરવરદિગાર પાસેથી દયાનો વરસાદ તલબ કરો.
પવિત્ર પયગંબર (સ.અ.વ.) તેમના સપનામાં આવ્યા અને કહ્યું: ટૂંક સમયમાં વરસાદ પડશે
બ) સહીહ બુખારીમાં અનસથી વર્ણવેલ છે:
દુષ્કાળ સમયે ઉમર બીન ખત્તાબ અબ્બાસ બીન અબ્દુલ મુત્તલીબને વિનંતી કરતો હતો કે તે અલલાહ પાસે વરસાદ માટે દુઆ કરે.
ઉમર પોતે દુઆ કરતો:
અય અલ્લાહ! અમે અમારા રસૂલને વરસાદ માટે તને વિનંતી કરવા કહેતા હતા, અને તું અમને વરસાદથી નવાઝતો, અને હવે અમે તેમના કાકાને વરસાદ માટે તને વિનંતી કરવા કહીએ છીએ. અય અલ્લાહ! અમને વરસાદથી નવાઝ.અને પછી વરસાદ પડતો.
(સહીહ-બુખારી ભાગ ૨, પુસ્તક ૧૭, હદીસ ૧૨૩)
ઉમર મુસલમાનોનો ખલીફા અને પ્રથમ હરોળનો સલફ હતો. તે પયગંબર (સ.અ.વ.)વડે તવસ્સુલનો આશરો લે છે. વાસ્તવમાં ઉમર,અબ્બાસ બીન અબ્દુલ મુત્તલીબના વસીલા દ્વારા પયગંબર (સ.અ.વ.)ને વસીલા તરીકે લે છે. ઉપરોક્ત હદીસો દર્શાવે છે કે એવું નથી કે ફક્ત પયગંબર (સ.અ.વ.)ની હયાતી દરમિયાન તવસ્સુલની ભલામણ કરવામાં આવતી હતી પરંતુ, આપ (સ.અ.વ.)ની શહાદત પછી પણ આપ (સ.અ.વ)થી તવસ્સુલ કરવામાં આવતું હતું.
૬) મદીનાના રહેવાસીઓનું તવસ્સુલ.
મુરુજ અલ-ઝહબમાં મસઉદી નોંધે છે :
હિજરતના ૫૩મા વર્ષમાં ઝિયાદ બીન અબી ઇરાકના હકીમે મોઆવિયાને લખ્યું:
આખું ઇરાક મારા જમણા હાથના નિયંત્રણ હેઠળ છે જ્યારેકે મારો ડાબો હાથ ખાલી છે (અન્ય દેશોના શાસન તરફ સંકેત કરે છે).
મોઆવીયાએ તેને હિજાઝ (મદીના અને મક્કાને આવરી લેતો વિસ્તાર)નું શાસન સોંપ્યું.
જ્યારે મદીનાના રહેવાસીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ બધા – પુખ્ત વયના લોકો અને બાળકો મસ્જિદે નબવીમાં ત્રણ દિવસ સુધી રડતા અને દુઆ કરતા રહ્યા અને અલ્લાહ પાસે નબીના વસિલા થકી મદદ માંગી કારણ કે તેઓ ઝિયાદ દ્વારા કરવામાં આવેલા ઝૂલ્મ અને અત્યાચારથી વાકેફ હતા. .
આ તવસ્સુલના પરિણામે, ઝિયાદ ત્રણ દિવસ પછી મૃત્યુ પામ્યો.
(મુરુજ અલ-ઝહબ ભાગ ૩ પા ૩૨)
૮)હાકીમ નિશાપુરીનું તવસ્સુલ.
ફરાએદ અલ-સિમતેનમાં નોંધાયેલું છે કે હાકીમ નિશાપુરી – જાણીતા સુન્ની આલીમ અને મુસ્તદ્રક અલા અલ-સહીહૈનના લેખક ઇમામ અલી બીન મૂસા અર-રેઝા (અ.સ.) થી આવી રીતે તવસસુલ તલબ કરે છે:
અલ્લાહે મને ઇમામ અલી બીન મૂસા(અ.સ)ની પવિત્ર કબ્ર ની ઓળખાણ કરાવી. ઉદાહરણ તરીકે હું મારા અનુભવમાંથી નકલ કરું છું. – લાંબા સમયથી હું મારા પગમાં એવી પીડાથી પીડિત હતો કે હું માત્ર સહેજ હલનચલન કરી શકતો હતો અને તે પણ ખૂબજ મુશ્કેલીથી.
આ સ્થિતિમાં હુ ઈમામ અલી બિન મૂસા અલ-રેઝા (અ.સ) ની કબરની ઝિયારત માટે ગયો અને રાત્રે ત્યાં રોકાઈ ગયો. બીજા દિવસે સવારે મારા પગમાં દુખાવાનું કોઈ નામો નિશાન ન હતું અને હું સલામત રીતે નિશાપુર પાછો ફર્યો.
૮) ઇબ્ને હિબ્બાનનું તવસ્સુલ.
ઇબ્ને હિબ્બાન, જે ઘણા સુન્ની ઓલ્માઓ મુજબ બુખારી અને મુસ્લિમ પછીના સૌથી વિશ્વસનીય આલીમ તરીકે સ્થાન ધરાવે છે, તેમણે ઇમામ અલી બીન મુસા અર-રેઝા (અ.સ.) ની કબ્ર જે મશહદ,ઇરાનમાં છે તેમની મુલાકાત (ઝિયારત) ને નોંધી છે. તેમની સહીહ-એ-ઇબ્ન હિબ્બાનમાં તેઓ લખે છે :
તુસમાં મારા રોકાણ દરમિયાન મેં ઘણી વખત તેમની કબ્રની ઝિયારત કરી છે. જ્યારે પણ મને કોઈ મુશ્કેલી પડી ત્યારે હું ઈમામ અલી બિન મૂસા અર-રેઝા (અ.સ.)ની કબ્ર પર જતો મારી જરૂરિયાત પૂરી કરવા માટે. દરેક વખતે મને જવાબ આપવામાં આવ્યો અને મારી મુશ્કેલી દૂર થઈ. આ એક એવી વાસ્તવિકતા છે કે મેં તેને જેટલી પણ વખત અંજામ આપ્યું છે,તે દરેક વખતે સાચું પુરવાર થયું છે. અલ્લાહ આપણને પયગંબર (સ.અ.વ.) અને તેમના પવિત્ર એહલેબૈત માટેની સાચી મોહબ્બત સાથે મૌત આપે.
(ઇબ્ને અબી હાતિમ અલ-રાઝી, કિતાબ અલ-થેકાહ, ભાગ ૮, પા ૪૫૭, હદીસ ૧૪૪૧૧)
૯) મન્સૂર–એ–દવાનકીએ પયગંબર (સ.અ.વ.)થી તવસ્સુલ કરવાનો હુકમ આપ્યો.
કાઝી અયાઝ બીન મૂસા,મોરોક્કોના પ્રખ્યાત સુન્ની આલિમે નોંધ્યું છે: મન્સૂર-એ-દવાનકી (અથવા બીજી રિવાયતો પ્રમાણે હારૂન રશીદ) એ મસ્જિદ-એ-નબવીમાં યોજાયેલી ચર્ચામાં ઇમામ માલિક (અહલે તસ્નુનનના એહકામના એક મોટા આલીમ)ને પૂછ્યું ;
દુઆ કરતી વખતે, મારે કિબલા તરફ મોઢું રાખીને ઊભું રહેવું જોઈએ કે મારે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની કબ્ર તરફ મોઢું કરવું જોઈએ?
ઇમામ માલિક: તમે તમારા પિતા પવિત્ર પયગંબર (સ.અ.વ)થી તમારો ચહેરો કેમ ફેરવી રહ્યા છો? તે તમારા મધ્યસ્થી છે અને તમારા પૂર્વજ આદમ (અ.સ.)ના મધ્યસ્થી છે. તેના બદલે, પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની કબર તરફ વળો અને તેમના વડે તવસસુલ કરો.
(કાઝી અય્યાઝની કિતાબ અલ-શિફા, પ્રકરણ ઝિયારાહ અલ-નબી)
૧૦) પયગમ્બર (સ.અ.વ.) થી તવસ્સુલ તેમના બાળપણમાં
પયગંબર (સ.અ.વ.)ના વસીલા સાથે તેમની રિસાલત પહેલા પણ દુઆ કરવામાં આવી હતી, જ્યારે તેઓ હજી બાળક હતા. આ કોઈ નવાઈની વાત નથી કારણ કે આપણે હઝરત આદમ (અ.સ.)ના તવસ્સુલને પયગંબર (સ.અ.વ.)ની વિલાદતના હજારો વર્ષ પહેલાં જોઈ ચૂક્યા છીએ.
ઇબ્ને મોહમ્મદ બિન અબ્દુલ વહ્હાબ નજદી નોંધે છે – જ્યારે પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) નાના હતા, ત્યારે મક્કામાં લાંબા સમય સુધી વરસાદની કમી જોવા મળી હતી. પયગંબર (સ.અ.વ.)ના કાકા અબુ તાલિબ (અ.સ.)એ પયગમ્બર (સ.અ.વ.)ના વસીલા દ્વારા વરસાદ માટે દુઆ કરી.
(ઇબ્ને મોહમ્મદ બિન અબ્દુલ વહ્હાબ અલ-નજદી ની મુખ્તસર સીરત અલ-રસૂલ)
અહી આ વાત નોંધનીય છે કે અબુ તાલિબ (અ.સ.) એ પયગંબર (સ.અ.વ.)ના વસીલા વડે દુઆ કરે છે જે શંકાખોરોના દાવાને નકારી કાઢે છે કે જ.અબુતાલિબ (અ.સ) ઇસ્લામ અને પયગંબર (સ.અ.વ.)માં માનતા ન હતા. તેના બદલે શંકાખોરો ઇસ્લામ અને પયગંબર (સ.અ.વ.)માં માન્યતા ન રાખનારા છે કારણ કે તેઓ પયગંબર (સ.અ.વ.)ના વસીલાથી તવસ્સુલનો ઇન્કાર કરે છે, જે રસુલુલ્લાહ (સ.અ.વ)ના વસીલાથી હઝરત આદમ (અ.સ.) જેવા અગાવના પયગંબરોને મદદ અને નજાત મળી છે.
- અંધ શખ્સ તવસ્સુલ વડે આંખોની રોશની પાછી મેળવે છે.
ઇબ્ને તૈમિયા નોંધે છે કે ઉસ્માન બીન હુનૈફનું વર્ણન છે કે એક અંધ વ્યક્તિ પયગંબર (સ.અ.વ.) પાસે આવ્યો અને તેમને વિનંતી કરી: અલ્લાહ પાસે દુઆ કરો કે તે મને આખોની રોશની અતા કરે
પયગંબર (સ.અ.વ.): વઝુ કરી બે રકાત નમાઝ અદા કરો અને પછી અલ્લાહ પાસે આ રીતે દુઆ કરો:
અય અલ્લાહ, હું તારી પાસે પયગંબર (સ.અ.વ.)ના વસીલા દ્વારા માંગુ છું.
અલ્લાહે તેને દૃષ્ટિ અતા કરી દીધી.
(ઇબ્ને તૈમિયાની અલ-તવસુલ પા ૮૦ તિર્મિઝી, ઇબ્ને માજાહ, હાકીમ નિશાપુરી, ઇમામ બુખારીની તારીખ , મુસ્નાદ-એ-અહમદ ઇબ્ને હંબલ અને તબારાનીમાંથી પ્રાપ્ત)
પયગંબર (સ.અ.વ) પોતે અંધ માણસને તવસ્સુલની ભલામણ કરે છે જ્યારે આપ (સ.અ.વ.) પોતે અંધ માણસ માટે એટલીજ સહેલાઈથી દુઆ કરી શક્યા હોત જે સંજોગવશાત પણ તવસ્સુલ સમાન હોત.
શંકાખોરો એવો દાવો કરીને આને વાજબી ઠેરવે છે કે પયગંબર (સ.અ.વ.)ના જીવનકાળમાં આ પ્રકારના તવસ્સુલની પરવાનગી હતી પરંતુ તેમની શહાદત પછી તે જાએઝ નથી . આ દાવો પાયાવિહોણો છે. શું તેઓ એમ દાવો કરે છે કે પયગંબર (સ.અ.વ.)ની શહાદત પછી તવસ્સુલ રદ કરવામાં આવ્યું હતુ? અગર તેઓ તેમના દાવાઓમાં સાચા હોય તો કૂરઆનમાંથી એક આયત દેખાડો જે તવસસુલને રદ કરતી હોય.
૧૨) સહાબીઓનો વસીલો
માત્ર પયગંબર (સ.અ.વ.) જ નહીં, પયગમ્બર (સ.અ.વ.)ના પ્રામાણિક સહાબીઑ પણ મુશ્કેલીના સમયમાં લોકો માટે વસીલા હતા.
ઈબ્ને કસીર, ઈબ્ને અબ્દુલ બિર, ઈબ્ને સાદ, ઈબ્ને અસીર નોંધે છે; જ્યારે પણ રોમમાં દુકાળ પડતો ત્યારે રોમના લોકો અબુ અય્યુબ અન્સારી (ર.અ)ના વસીલા વડે દુઆ કરતા.
જ્યારે અબુ અય્યુબ અન્સારી (ર.અ.)ના વસીલા દ્વારા દુઆ કરવામાં આવી ત્યારે વરસાદ પડ્યો.
(તારીખે ઇબ્ને કસીર, તબકાતે-ઇબ્ને સાદ, અસદ અલ-ગાબાહ, ઇસ્તિઆબ)
Be the first to comment