સૈયદુશ્શોહદા કોણ છે?

વાંચવાનો સમય: 6 મિનિટ

કેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન શકો તો ગુંચવી નાખો’ના સિધ્ધાંતનો સહારો લે છે.

આવો જ એક સદગુણ ઈ. હુસૈન બીન અલી (અ.સ.)થી સંબંધિત છે જેને તેઓ સૈયદુશ્શોહદાના બદલે માત્ર સૈયદ તરીકે સંબોધે છે. આ કહેવાતા મુસલમાનો માટે એ ગમતી વાત નથી કે ઈમામ હુસૈન (અ.સ.)ને સૈયદુશ્શોહદા તરીકે સંબોધન કરવામાં આવે. તેથી તેઓ એવી વ્યકિતઓને તલાશ કરે છે જેઓ આ લક્બ (સૈયદુશ્શોહદા)થી સંબંધિત હોય. જેથી ઈમામ હુસૈન (અ.સ.)ની મહત્તાને નકારી શકાય અથવા ઓછામાં ઓછું તેમની મહાનતા, સદગુણો અને શહીદીને ઘટાડી શકાય.

તેઓએ ઈતિહાસમાંથી આવી એક વ્યકિતને શોધી છે જેનું નામ હઝરત હમઝા બીન અબ્દુલ મુત્તલીબ છે, જે પયગમ્બર (સ.અ.વ.)ના કાકા હતા.

હઝરત હમઝા બીન અબ્દુલ મુત્તલીબનું ઈસ્લામમાં સ્થાન:

હઝરતે હમઝાની શુરવીરતા, ઈસ્લામ માટે કુરબાની અને ઈસ્લામની મદદ અંગે કોઈ શંકા નથી. જંગે ઓહદમાં અલ્લાહની રાહમાં સર્વશ્રેષ્ઠ કુરબાની માટે તેમને સૈયદુશ્શોહદાનો લકબ આપવામાં આવ્યો હતો. તેમની શહાદતે પયગમ્બર (સ.અ.વ.)ને ખૂબજ દુ:ખી કર્યા જે અગાઉ કયારેય મુસલમાનોએ જોયું ન હતું. આપ (અ.સ.) એ બાબતે વધુ દુ:ખી હતા કે મુસલમાનો તેમના સગાવ્હાલાઓ કે જે ઓહદમાં મૃત્યુ પામ્યા હતા તેઓ ઉપર ગમ કરતા હતા પણ કોઈ હ. હમઝા (અ.સ.)નું ગમ મનાવતું ન હતું. આ બાબતે રસુલે ખુદા (સ.અ.વ.)એ બની હાશીમની ઔરતોને ઉત્તેજન આપ્યુ કે તેઓ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની આગેવાનીમાં હઝરત હમઝા (અ.સ.)ની કબ્રની નિયમિત ઝિયારત (મુલાકાત) કરે.

  • (તારીખે તબરી ભાગ-7, પાના 137 (અંગ્રેજી), શૈખ અબ્દુલ હક્ક મોહદ્દીસે દહેલવીની મદારીજ અન્નબુવ્વહ, ભાગ-2, પાના 179 (ઉર્દુ)

આમ છતાં ઈતિહાસના સૌથી ઓછા અભ્યાસુ વ્યકિત માટે પણ એ સ્પષ્ટ છે કે હઝરત હમઝા (અ.સ.)ને એટલા માટે આગળ કરવામાં આવે છે કે ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.)ના સ્થાનને નીચું કરી શકાય. બધા જ ઈતિહાસકારોએ એકમતે નોંધ્યું છે કે હઝરત હમઝા (અ.સ.) ને હબશીએ શહીદ કર્યા જે હિન્દનો ગુલામ હતો અને હિન્દ મોઆવીયાની માતા અને અબુ સુફીયાનની પત્નિ હતી. તેણે હઝરતે હમઝા (અ.સ.)નું દિલ ચાવીને તેના જંગલી અને ક્રુરતા ભર્યા સ્વભાવ અને પયગમ્બર (સ.અ.વ.) અને બની હાશીમ પ્રત્યે ઘૃણાની સાબિતી આપી. આમ તેણીને ‘હિન્દ-કલેજુ ચાવનાર’નું બિરૂદ મળ્યું અને સૈયદુશોહદા જ.હમઝાની શહાદતની સાથે તેણીને પણ યાદ કરવામાં આવે છે. આજના મુસલમાનો ત્યાં સુધી (કહેવા લાગ્યા છે) કે મોઆવીયાને હિંદના પુત્ર હોવાનું ગૌરવ હતું!!! અય સમજદારો,  બોધ  ગ્રહણ કરો!

અગાઉના મુસલમાનોએ જ. હમઝા (અ.સ.)ની કબ્ર ઉપર બાંધકામ કર્યું હતું અને આ બાંધકામને હેજાઝના શાસકોએ તોડી પાડયું.

સ્પષ્ટ રીતે આ મુસલમાનો હઝરત હમઝાની કુરબાનીને માન્ય રાખે છે અને તેમને બીજા મહાન સહાબીઓ જેવા જ સમજે છે જેઓ પયગમ્બર (સ.અ.વ.)ને જોવાનું સદભાગ્ય પામ્યા હતા.

જનાબે જઅફર બીન અબી તાલિબ (..)નું ઈસ્લામમાં સ્થાન:

ઈસ્લામ અને પયગમ્બર (સ.અ.વ.)ની રાહમાં કુરબાનીની ચર્ચામાં જઅફર બીન અબી તાલિબ (અ.સ.) વગર અધુરી છે. બીજા એક શહીદ  કે જેને સૈયદુશ્શોહદા તરીકે યાદ કરવામાં આવે છે.

જનાબે જઅફર બીન અબી તાલિબ (અ.સ.) જંગે મવતામાં શહીદ થયા જ્યાં મુસલમાનોની સંખ્યા ઘણી વધારે હતી. તેઓ અલમબરદાર હતા અને અલ્લાહ અઝઝ વ જલ્લ અને પયગમ્બર (સ.અ.વ.) માટે પોતાનું જીવન આપ્યું. તેમના બન્ને હાથ કલમ થયા પછી અલ્લાહે તેમને તેના બદલામાં હાથો અને પાંખો આપી જેના વડે તેઓ જન્નતમાં ફરીશ્તાઓ સાથે ઉડે છે. જઅફર (અ.સ.) નીચેની કુરઆનની આયતનું જીવંત ઉદાહરણ છે:

‘અને જે લોકો અલ્લાહની રાહમાં મારયા ગયા છે તેમને હરગિજ મરણ પામેલા સમજો નહિ; બલ્કે તેઓ પોતાના પરવરદિગાર પાસે જીવતા હોય (ઉત્ત્તમ) રોજી મેળવે છે.’ (સુ. આલે ઈમરાન 3:169)

જે લોકો મૃત્યુ પામેલાઓને નિર્જીવ અને બિન ઉપયોગી સમજે છે, તેઓજ હઝરત હમઝા (અ.સ.) અને જનાબે જઅફર (અ.સ.) જેવા મહાન શહીદોના પ્રયત્નોને હલકા કરે છે અને તેમનો તેમના પ્રત્યેનો પ્રેમ અને આદરનો દાવો એ તેમના તૌહીદના નારા જેવા જ ખોખલો લાગે છે.

ઈમામ હુસૈન (..) – હમઝા (..) અને જજઅફર (..)ને  કઈ રીતે યાદ કરે છે?

જો આ મુસલમાનો જ. હમઝા (અ.સ.)ના સાચા ચાહક હોવાનો દાવો કરે છે અને તેમને સૈયદુશ્શોહદાનું માન આપે છે તો તેમના માટે એ જાણવું રસપ્રદ રહેશે કે ખુદ ઈમામ હુસૈન (અ.સ.)એ તેમને આશુરાના દિવસે કઈ રીતે યાદ કર્યા હતા.

પરંતુ તેથી યઝીદના સૈનિકો ઈમામ હુસૈન (અ.સ.) ઉપર હુમલો કરવાથી, ઈમામ અ.સ. અને તેમના અસ્હાબોને કત્લ કરવાથી ન અટકાયા અને આ બાબતે પયગમ્બર (સ.અ.વ.)ને હમઝા (અ.સ.)ની શહાદત કરતા વધુ ગમગીન કયા.

જો આ મુસલમાનો જ. હમઝા (અ.સ.)ને આટલું બધું માન આપતા હોય, તો શું તેઓ એ બાબત સમજાવી શકશે કે, શા માટે જ. હમઝા (અ.સ.) સાથેનો સંબંધ ઈમામ હુસૈન (અ.સ.)ના જીવનને બચાવવા માટે પુરતો ન થયો? ઓછામાં ઓછું આજે કઈ ચીજ તેમને યઝીદને વખોડતા અને ઈમામ હુસૈન (અ.સ.)ની પ્રશંસા કરતા રોકે છે? તેમનો યઝીદ પ્રત્યેનો ઉંચો આદર હ.હમઝા (અ.સ.)નું અપમાન છે. ખાસ એ કારણે કે યઝીદની દાદી હિન્દ જ. હમઝા (અ.સ.)ને શહીદ કર્યા હતા.

યઝીદે જ.હમઝા (..)ને કઈ રીતે યાદ કર્યા:

એ યોગ્ય છે કે વાંચકોનું ધ્યાન તે અંગે દોરીએ કે જ. હમઝા (અ.સ.) પ્રત્યે અને બની હાશીમના એ લોકો કે જેઓ બદ્ર અને ઓહદની જંગમાં શહીદ થયા તેમના અંગે યઝીદનો શું અભિપ્રાય હતો.

કાઝી સનાઉલ્લાહ પાણીપતી (મૃત્યુ હી.સ. 1225) તેરમી સદીના સુન્ની વિધ્વાન, જેમણે શાહ વલીયુલ્લાહ મોહદ્દીસે દહેલવી (મૃત્યુ હી.સ. 1176) પાસે શિક્ષણ લીધું જ્યારે કે તેમના પુત્ર શાહ અબ્દુલ અઝીઝ મોહદ્દીસે દહેલવી (મૃત્યુ હી.સ. 1239) જે કાઝી સનાઉલ્લાહ ‘તેમના સમયના બયહાકી’કહેવાતા. તેઓ મીરઝા મઝહર જાને જાનાન (મૃત્યુ હી.સ. 1195)ના ખલીફા હતા. જેમનો ઉલ્લેખ કાઝી સનાઉલ્લાહ ‘અલમલ હોદા’(હિદાયતનો પરચમ) એ તેમની કુરઆનની તફસીર ‘તફસીરે મઝહરી’જે મુસલમાનોમાં બહુજ લોકપ્રિય છે. તેથી તેમનો યઝીદ અંગેનો અભિપ્રાય અહી રજુ કરવો વધુ ઉચીત  છે.

તેઓ સુરએ નૂહ (24)ની આયત 55 (… અને જે કોઈ આના પછી કૃતજ્ઞની બનશે તો તેઓજ છે જે ઉલ્લંઘન કરનારા છે) ની તફસીરમાં લખે છે કે શકય છે કે આ આયત યઝીદ બીન મોઆવીયાની તરફ નિર્દેશ કરે કે છે જેણે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના નવાસાને અને તેમના અસ્હાબોને કત્લ કર્યા, તે અસ્હાબો કે જેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના કુટુંબના સભ્યો હતા.

(તફસીરે મઝહરી, ઉર્દુ, ભાગ-8, પાના નં 268)

તેઓ લખે છે: યઝીદ અને તેના સાથીદારો અલ્લાહની નેઅમતોનો ઈન્કાર કરતા હતા. યઝીદ (લ.અ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના કુટુંબ પ્રત્યેના વેરભાવને પોતાના જીવનનો હેતુ ગણતા. તેણે અત્યાચારથી ઈ. હુસૈન (અ.સ.)ને કત્લ કર્યા. યઝીદ પયગમ્બર (સ.અ.વ.)ના દીન ઉપર ઈમાન ધરાવતો ન હતો ત્યાં સુઘી કે તેણે ઈ. હુસૈન (અ.સ.)ના કત્લ ઉપર નીચેની પંકિતઓ ગાઈ.

‘મારા પૂર્વજો કયાં છે? તેમણે અહીં આવવું જોઈએ અને જોવું જોઈએ કે મેં પયગમ્બરના વારસદારો અને બની હાશીમથી વેર વાળ્યું છે.’ અને અંતીમ કડી આ હતી:

‘હું જન્દબના વંશમાંથી ન હોત અગર મેં અહેમદના વંશજોથી તેઓએ જે કર્યું તે માટે વેર ન વાળ્યું હોત.’

(તફસીરે મઝહરી (ઉર્દુ) ભાગ-5, પા. 271, સુ. ઈબ્રાહીમ 14:29 ની તફસીર)

સ્પષ્ટ રીતે યઝીદ જ. હમઝા (અ.સ.) પ્રત્યે સૈય્યદુશ્શોહદા જેવો આદર ધરાવતો ન હતો. તેના બદલે જ. હમઝા (અ.સ.) પ્રત્યે ઘૃણા અને ઈમામ હુસૈન (અ.સ.)ના કત્લ વડે બદ્રમાં હમઝા (અ.સ.) દ્વારા તેના કુટુંબના નુકસાનની ભરપાઈ કરીને પોતાને બની ઉમય્યાની કીર્તિને પુન:સ્થાપિત કરનાર ગણે છે.

અને આ કહેવાતા મુસલમાનો કે જેઓ ગૌરવથી જ. હમઝા (અ.સ.)ને સૈયદુશ્શોહદા કહે છે, તેઓજ યઝીદને પોતાના ખલીફા અને આદર્શ માને છે અને તેના નામની પાછળ ‘અલ્લાહ તેનાથી રાજી રહે’ લગાડે છે. (આવું તેઓ દરેક સહાબી માટે કહે છે, સારો હોય કે ખરાબ).

કયા કારણે ઈમામ હુસૈન (..) અને જ.હમઝા (..) બન્ને સૈયદુશ્શોહદા છે?

આ મુસલમાનોના વાંધો કે ઈમામ હુસૈન (અ.સ.) કેવી રીતે સૈયદુશ્શોહદા હોય શકે તેના જવાબમાં અમે તેમનું ધ્યાન કુરઆનની નીચેની આયત પ્રત્યે દોરીએ છીએ

‘અને જ્યારે ફરીશ્તાઓએ કહ્યું: અય મરીયમ! બેશક અલ્લાહે તને ચુંટી કાઢી છે અને તને પવિત્ર બનાવી છે અને તને ઝમાનાની સ્ત્રીઓ કરતા શ્રેષ્ઠ બનાવી છે. (સુરએ આલે ઈમરાન, આ. 42).

અલ્લાહ અઝઝ વ જલ્લ એ જનાબે મરીયમ (સ.અ.)ને જગતની બધી સ્ત્રીઓમાંથી ચુંટી કાઢી. બધી સ્ત્રીઓની સરદાર બનાવી છતાં આપણે એવી ઘણી હદીસો મળે છે જેમાં પયગમ્બર (સ.અ.વ.)ની દુખ્તર જનાબે ફાતેમા (સ.અ.)ને બધી સ્ત્રીઓની સરદાર હોવાનું જોવા મળે છે. આ સ્થિતિને આપણે કેવી રીતે સમજશું? ચાલો આપણે આ વિષય ઉપર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસ તરફ રજૂ થઈએ. એક દિવસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) હઝરત અલી (અ.સ.), જનાબે ફાતેમા (સ.અ.), ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) સાથે બેઠા હતા. ત્યારે આપ (સ.અ.વ.)ને ખબર આપવામાં આવી કે ‘ફાતેમા (સ.અ.) દુનિયાઓની સ્ત્રીઓની સરદાર છે.’ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને પુછવામાં આવ્યું: શું આપ (સ.અ.) માત્ર આ યુગની સ્ત્રીઓની સરદાર છે? આપ (સ.અ.વ.) એ જવાબમાં ફરમાવ્યું: તે ઈમરાનની દુખ્તર મરીયમ છે. મારી દુખ્તર ફાતેમા બધા યુગો (ઝમાનાઓ) શરૂથી લઈને અંત સુધીની સરદાર છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ-43, પા. 2425, શૈખ સદુકની ‘આમાલી’ના હવાલાથી)

 

આમ જનાબે મરીયમ તેણીના ઝમાનાના સરદાર હતા જ્યારે જનાબે ફાતેમા (સ.અ.) દરેક ઝમાનાની દરેક સ્ત્રીની સરદાર છે.

તેજ રીતે એવો નતીજો કાઢી શકાય કે હમઝા (અ.સ.) તેમના ઝમાનાના સય્યદુશ્શોહદા હતા જ્યારે ઈમામ હુસૈન (અ.સ.) તમામ યુગોના સૈયદુશ્શોહદા છે.

ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે અને બધા ઝમાનાના બધા લોકો કરતા ચઢિયાતા છે.

પયગમ્બર (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સિવાય ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.) તમામ જન્નતના જવાનોના સરદાર છે, ચાહે તેઓમાં નબીઓ પણ હોય સિવાય કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.), શોહદા, સિદ્દીકીન અને સાલેહીન.

માત્ર ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવનારાઓજ આ સન્માન અને આ વિશિષ્ટતા પ્રત્યે વાંધો ઉઠાવશે જાણે તે ગુનો હોય.

જેવી રીતે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) તમામ માનવજાતના સરદાર હોવાને લીધે તમામ નબીઓના પણ સરદાર છે અને તમામ લકબો જેવાકે કલીમુલ્લાહ, રૂહુલ્લાહ, ખલીલુલ્લાહના માલિક છે. માત્ર ગુમરાહ વ્યકિતજ આમાં વાંધો ઉઠાવશે અને માત્ર મુરતદ (દીનથી ફરી જનાર) ઈન્સાનજ પયગમ્બરના મરતબાને સામાન્ય મુસલમાન જેટલો નીચો લાવશે.

અંતે:

પવિત્રે કુરઆને એક નહીં, બે જગ્યાએ બની ઈસરાઈલની સમગ્ર માનવજાત પર શ્રેષ્ઠતા જાહેર કરી છે.

‘અય ઈસરાઈલના વંશજો! મારી તે બક્ષિશોને યાદ કરો કે જે મેં તમને અર્પણ કરી હતી અને એ કે મેં તમને આખી દુનિયા ઉપર શ્રેષ્ઠતા આપી હતી.’

(સુરએ બકરહ-2, આયત 47 અને 122)

અરબીનું ન્યુનત્તમ જ્ઞાન ધરાવતો સામાન્ય મુસલમાન જાણે છે કે ‘આલમીન’ શબ્દ સમગ્ર સર્જનને લાગુ પડે છે ‘સઘળા વખાણ અલ્લાહ માટે છે જે આલમીન (દુનિયાઓ)નો રબ છે.’ હવે મુસલમાનોએ શું કરવું જોઈએ? તેમની પાસે કોઈ વિકલ્પ નથી સિવાય કે બની ઈસરાઈલની ઉત્કૃષ્ટતાનો સ્વિકાર કરે અને તેમને સર્વશ્રેષ્ઠ પ્રજા જાણે!! શું દરેક ઈમાનદાર મુસલમાન આ સ્વિકારશે? શું તે કુરઆનનો ઈન્કાર કરશે? ના, તેના બદલે તે આ આયતને બીજી આયતો અને સ્થાપિત અકાએદની સાથે સરખાવીને ઉચિત ઠરાવશે, જેની ચર્ચા આપણે અત્રે નહી કરીએ. અમે તેને તેમના નેતાઓ ઉપર છોડી દઈએ છીએ કે તેઓ તેને ઉચિત ઠરાવે જેથી તેમને માનનારા સંતુષ્ટ થાય.

મુસલમાનોને આપણી સલાહ એ છે કે તેઓ તેમની બધી શંકાઓ માટે એહલેબૈત (અ.મુ.સ.) તરફ રજુ થાય કે જેનો અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) એ હુકમ કર્યો છે.

Be the first to comment

Leave a Reply