હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.)ના દુશ્મનો ગધેડા, સુવ્વરથી પણ વધુ ખરાબ છે

વાંચવાનો સમય: 7 મિનિટ

શંકા: કેટલાક કહેવાતા મુસલમાનો શીઆઓ ઉપર સહાબાને બદનામ કરવાનો આક્ષેપ મુકે છે. તેઓના કહેવા મુજબ અસ્હાબ અને પત્નિઓનું અપમાન કરવું અયોગ્ય છે. તેઓ કહે છે (અસ્હાબ અને પત્નિઓ) ભુલચુકથી પર છે તેથી તેમની ટીકા કે નિંદા કોઈપણ સંજોગોમાં ન થવી જોઈએ.

જવાબ: આપણે એહલે તસન્નુનની પુસ્તકોમાં ઉલ્લેખ કરાયેલ અસ્હાબની અસંખ્ય ગુનાહો અને ભુલોની ગંભીર ચર્ચામાં હમણા પડવા નથી માંગતા પણ એહલે તસન્નુનના પુસ્તકોમાં નીચેના વિષયો પર તપાસ કરવી ઉપયોગી છે:

1) ઈમામે જમાઅતની નાફરમાની

2) શું મુસલમાનોએ ઈમામની ઈતાઅત કરી હતી?

3) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની ચેતવણી કે કયારેય એહલેબૈત (અ.સ.)થી આગળ ન વધો.

4) માત્ર યુધ્ધજ નહી, પરંતુ લઅનત પણ.

5) માત્ર ગધેડો નહીં, પરંતુ સુવ્વર પણ.

નમાઝમાં ઈમામે જમાઅતની નાફરમાની કરવી:

આ મુસલમાનો(ના મત પ્રમાણે) ઈમામે જમાઅતની નાફરમાની કરવી ખુબ મોટો ગુનોહ છે. કોઈ મુસલમાન એ કયારેય નમાઝમાં ઈમામે જમાઅતથી આગળ વધવું ન જોઈએ. તેઓ નીચેની હદીસને ટાંકે છે:

અબુ હુરેરા પયગમ્બર (સ.અ.વ.)થી રિવાયત કરે છે કે: શું તે વ્યકિત જે નમાઝમાં ઈમામે જમાઅતની પહેલા પોતાનું માથું ઉંચુ કરે તે એ વાતથી નથી ડરતો કે અલ્લાહ તેના માથાને ગધેડાના માથામાં બદલી નાખશે? (સુનને તીરમીઝી)

પ્રથમ તો વાંચકોએ એ નોંધવુ જોઈએ કે અમે હદીસની સનદને કે જે અબુ હુરૈરાની ઘડી કાઢવાની વૃત્તિથી કરવામાં આવે છે, તેને અમે સ્વીકારતા નથી. અમારા માટે એ પુરતુ છે કે એહલે તસનુન્ન આ હદીસને ભરોસાપાત્ર માને છે. આપણે આપણી ચર્ચાને સંબંધિત અમુક મુદ્દાઓ તેમાંથી તારવશું. એહલે તસન્નુન તારણ કાઢે છે કે

1) આ હદીસ પ્રમાણે: કોઈ માણસ (નમાઝમાં) રૂકુઅ કે સજદામાં ઈમામથી પહેલા માથું ઉંચુ કરી ન શકે.

2) અરબી વ્યાકરણ અને બયાનના નિયમો પ્રમાણે આ વિધાન આ કાર્યની ગંભીરતા દર્શાવે છે જેથી મુસલમાનોએ તેનાથી બચવું જોઈએ.

મુસલમાનો વિદ્વાનો એ બાબતે મતભેદ રાખે છે કે આ અહેવાલમાં વપરાયેલ ‘ગધેડા’શબ્દ અલંકારીક રૂપમાં અને માણસની મૂર્ખાઈ પર ભાર આપવા વપરાયો છે કે પછી ખરેખર માણસ ‘ગધેડા’માં રૂપાંતર પામશે.

કેટલાક વિધ્વાનો બન્ને શકયતાઓમાં માને છે. ઈબ્ને દકીક ઈબ્ને બઝીઝાના હવાલાથી લખે છે કે એહવાલ મુજબ શારીરિક વિકૃતિની શકયતા રહેલી છે અને અલંકારીક અર્થમાં (મૂર્ખાઈ) પણ લાગુ કરી શકાય.

અનવર શાહે અલ કશ્મીરી માને છે કે ચેહરાની આ વિકૃતિ કયામતના દિવસે થશે કેમ કે તે દિવસે બધા કાર્યો અને અમલો ભૌતિક સ્વરૂપ ધારણ કરશે અને તે કાર્યો કરનારની તરફેણમાં અથવા તેના વિરૂધ્ધમાં ગવાહી આપશે.

હદીસના અર્થઘટનને ધ્યાનમાં ન લઈએ તો પણ ઈમામે જમાઅતથી આગળ થવા પ્રત્યે બેદરકાર હોવું એક ગંભીર ગુનોહ છે.

અહેકામની દ્રષ્ટિએ પણ તે મુસલમાનની નમાઝને ઈશ્કાલમાં મુકી શકે. કેટલાક ફકીહ માને છે કે તે નમાઝને તદ્દન બાતિલ બનાવી દે છે અને તેણે તે ફરી પડવી જોઈએ. કેટલાક માને છે કે તે મકરૂહ છે.

(બીદાયત અલ મુજતહીદ)

આ હુકમ મુસલમાનો માટે શું અર્થ રાખે છે?

ઈમામે જમાઅતની ઈતાઅત ન કરવાના ગંભીર ગુનાહની અસર દીનના બીજા ક્ષેત્રો પર પણ અસર કરે છે. ખાસ કરીને નેતૃત્વ, ઈમામત અથવા ખિલાફત. મુસલમાનો ઈમામે જમાઅતના નેતૃત્વ (ઈમામત)ને અલ ઈમામત અલ સુગરા (નાની ઈમામત) અને ઉમ્મતની નેતૃત્વને આપ ઈમામત અલ કુબરા (મોટી ઈમામત) ગણે છે.

મુસલમાન વિદ્વાનોએ સમજાવ્યું છે કે ઈમામના અનુસરણનો વસ્તુવિચાર માત્ર નમાઝનેજ નહી પણ જીવનના અન્ય ક્ષેત્રોને પણ લાગુ પડે છે.

વિદ્વાનો સુરએ નીસા (4)ની આયત નં. 59 ને દલીલરૂપે રજુ કરે છે: અય ઈમાનદારો! અલ્લાહની ઈતાઅત કરો અને રસુલની ઈતાઅત કરો અને તમારામાંથી ઉલીલ અમ્રની ઈતાઅત કરો.

મુસલમાન વિદ્વાનો એકમત છે કે આ આયત મુજબ ઈમામ (સત્તા ધરાવનાર)ની સંપૂર્ણ ઈતાઅત જરૂરી છે. ખરેખર તો ઈમામ નવવી જેમણે સહીહ મુસ્લીમની શર્હ લખી છે, જેવા કેટલાક આલીમો તો ત્યાં સુધી કહે છે કે: અમે અમારા ઈમામો અને શાસકો વિરૂધ્ધ બળવામાં માનતા નથી, ચાહે તેઓ ઝુલ્મ કરે.

એહલે તસન્નુન આ બાબતે કેટલીક બીજી હદીસો પણ નકલ કરે છે:

– પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: જે કોઈ મારી ઈતાઅત કરે તે અલ્લાહની ઈતાઅત કરે છે, જે કોઈ શાસકની ઈતાઅત કરે તે મારી ઈતાઅત કરે છે અને જે કોઈ શાસકની નાફરમાની કરે તે મારી નાફરમાની કરે છે. (સહીહ અલ બુખારી)

– ઈબ્ને અબ્બાસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના હવાલાથી નોંધે છે: જે કોઈ પોતાના શાસક (હાકીમ)માં એવી ચીજ જુએ જેને તે માન્ય ન રાખતો હોય તો તેણે તેને ધિરજથી સહન કરવું જોઈએ કેમકે જે જમાઅત (મુસલમાન સમાજ)થી એક વેંત ફરે અને મરી જાય તો તે મુશ્રીકની મૌત મરે છે. (સહીહ બુખારી)

બીજી એક રિવાયતમાં ‘તેણે પોતાની ગરદન પરથી ઈસ્લામના બંધનને હટાવ્યો એવા શબ્દો વપરાયા છે.’ (મુસ્નદે એહમદ) જેનો અર્થ થાય છે તે ઈસ્લામની બયઅતને તોડી નાખી છે.

જે સમયના ઈમામની સામે બળવો કરવો હરામ છે. (નમાઝમાં) ઈમામે જમાઅતની પહેલા માથું ઉંચુ કરવું તે બળવાનો એક પ્રકાર છે અને તેથી તે બાબતે સખત ચેતવણી અને ગધેડાની સાથે સરખામણી કરવામાં આવી છે.

શું મુસલમાનોએ ઈમામની ઈતાઅત કરી?

આ કાર્યની ગંભીરતાથી સમજ્યા પછી મુસલમાનોએ પોતાને પુછવું જોઈએ કે: શું તેમના નેતાઓ, સહાબાઓ અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓ પોતાના સમયના ઈમામના ઈતાઅતગુઝાર હતા? અમારે એમ પુછવાથી શું કરવું જોઈએ કે શું તેઓ અલ્લાહ સર્વશકિતમાન અને પયગમ્બર (સ.અ.વ)ના ઈતાઅત ગુઝાર હતા? પણ તે (સવાલ) બીજા મૌકા ઉપર બાકી રાખીએ છીએ.

અત્યારે અમે એ પુરવાર કરવા માગીએ છીએ કે અસ્હાબ અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓએ એહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સાથે કેવું વર્તન કર્યું? શું તેમણે એહલેબૈત (અ.મુ.સ.)ની ઈતાઅત કરી?

શું તેમણે અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)ની ઈતાઅત કરી? ચાહે પહેલા ખલિફા તરીકે નહીં તો ચોથા ખલીફા તરીકે પણ?

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની ચેતવણી કે એહલેબૈત (અ.મુ.સ.)થી કયારેય આગળ ન વધો:
નમાઝે જમાઅતના ઈમામના દાખલાની જેમ જ મુસલમાનોને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ કયારેય એહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામોથી આગળ ન વધે.

حديث متواتر عند الفريقين «انى تارك فيكم الثقلين كتاب اللّه و عترتى أهل بيتى فلا تقدموهم فتهلكوا و لا تعلموهم فانهم اعلم منكم

મુતવાતીર રીતે નકલ થયેલ બન્ને ફિરકા (શીઆ અને સુન્ની)ની માન્ય હદીસો મુજબ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું:

બેશક હું તમારી વચ્ચે બે વજનદાર ચીજો મુકીને જાઉ છું. અલ્લાહની કિતાબ અને મારી ઈત્રત એહલેબૈત (અ.મુ.સ.). તો પછી તેમનાથી આગળ ન વધો. નહીંતર તમે હલાક થશો અને ન તો તેમને શીખવાડવાની કોશિશ કરો કેમકે તેઓ તમારા કરતા વધુ જાણે છે. (બેહારૂલ અન્વાર, ભાગ-28, પા. 261)

તેજ રીતે આપ (સ.અ.વ.)એ ચેતવણી આપી છે:

فَتَمَسَّكُوا بِهِمَا لَا تَضِلُّوا وَ لَا تُقَدِّمُوهُمْ فَتَهْلِكُوا وَ لَا تَخَلَّفُوا عَنْهُمْ فَتَفَرَّقُوا وَ لَا تُعَلِّمُوهُمْ فَإِنَّهُمْ أَعْلَمُ مِنْكُم‏

‘પછી તે બન્નેને વળગી રહો (પવિત્ર કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)). તેમનાથી ફરી ન જાવ, તેમનાથી આગળ ન વધો, અન્યથા તમારો વિનાશ થઈ જશે, તેમનાથી પાછળ ન રહી જાવ નહીંતર તમે વિખુટા પડી જશો અને તેમને શીખવાડવાની કોશિશ ન કરો કેમકે બેશક તેઓ તમારા કરતા વધુ જાણનારા છે. (કિતાબે સુલૈમ બીન કૈસ હીલાલી ર.અ., ભાગ-2, પા. 616)

પરંતુ મુસલમાનોએ અલ્લાહના પયગમ્બર (સ.અ.વ.)ની ચેતવણીઓને અવગણી અને અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની જે રીતે પયરવી કરવી જાઈએ તે રીતે પયરવી ન કરી. તેઓએ ઈમામથી આગળ જવાની કોશિશ કરી.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:

‘અય કુમયલ! અગર અમારો આ મરતબો છે તો શા માટે તેઓએ અમારા હકને ગસબ કર્યો અને અમારાથી આગળ વધી ગયા?

અને શા માટે તેઓમાંના અમુક પાછળ રહ્યા અને અમને ટેકો ન આપ્યો? (બશારતો અલ મુસ્તફા (સ.અ.વ.) લે શીઆહ અલ મુર્તુઝા (અ.સ.), પ્ર. 1, હ. 43, બેહારૂલ અન્વાર, ભાગ-74, પા. 266-277)

અમે અહીં સામાન્ય નાફરમાનીની વાત નથી કરતા. અમે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સામે પૂર્ણ સ્વરૂપના યુધ્ધો અને હુમલાઓનો ઉલ્લેખ કરીએ છીએ. જેણે હજારો મુસલમાનોની જાન લીધી. આ જંગોના લીધે એ લોકોના મોઢાને અલ્લાહ સર્વશકિતમાને સીવી દીધા કે જે આ સહાબા અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓનો માસુમ તથા ભૂલ અને ખતાથી મુકત હોવાની વકીલાત કરતા રહ્યા છે.

જંગે જમલ અને સીફફીનમાં કહેવાતા ‘માનનીય સહાબા’ જેવા કે તલ્હા, ઝુબૈર, મરવાન, મોઆવીયા, અમ્રે આસ, અને આયેશા ઈમામ અલી બીન અબી તાલિબ (અ.સ.) સામે લડતા જોવા મળે છે. જ્યારે અલ્લાહ અને તેના નબી (સ.અ.વ.) એક સ્થાનિક મસ્જીદના ઈમામ રૂકુઅ કે સજદાહમાં હોય ત્યારે માથું ઉંચુ કરવાની રજા નથી આપતા તો પછી કૌમના ઈમામની વિરૂધ્ધ યુધ્ધ કરવાનો તો સવાલ જ કયાં છે?

જો સ્થાનિક મસ્જીદના ઈમામથી પહેલા માથુ ઉંચુ કરવું માણસને ગધેડો બનાવતું હોય તો લોકો આ પત્નિ અને સહાબાઓના આ કાર્ય અંગે શું નિર્ણય લેશે?

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) વિરૂધ્ધ તેમની અસહમતી હોવાની બધી દલીલો નિરર્થક અને બિનજરૂરી છે. આ મુસલમાનોના મત મુજબ તો પયગમ્બર (સ.અ.વ.) એ એક અન્યાયી ઈમામ સાથે લડવાની પણ રજા નથી આપી. તો પછી અલી બીન અબી તાલિબ (અ.સ.) જેમના ન્યાય અને ઈસ્મત દ્રષ્ટાંતરૂપ છે (સાથે જંગ કરવાનો)નો સવાલ જ કયાં છે?

માત્ર યુધ્ધ જ નહીં લઅનત / મલામત:

પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિ અને સહાબાએ અલી (અ.સ.) સાથે માત્ર જંગ કરીને જ સંતોષ ન માન્યો પરંતુ તેઓ પોતાની દુશ્મનાવટ અને ઘૃણાને અલી બીન અબી તાલિબ (અ.સ.) પર મીમ્બરો પરથી લઅનત કરવાની વિકૃત હદ સુધી લઈ ગયા.

قَالَ الْجَاحِظُ: إِنَّ مُعَاوِيَةَ كَانَ يَقُولُ فِي آخِرِ خُطْبَةِ الْجُمُعَةِ

اللَّهُمَّ إِنَّ أَبَا تُرَابٍ أَلْحَدَ فِي دِينِكَ وَ صَدَّ عَنْ سَبِيلِكَ فَالْعَنْهُ‏ لَعْناً وَبِيلًا وَ عَذِّبْهُ عَذَاباً أَلِيماً وَ كَتَبَ بِذَلِكَ إِلَى الْآفَاقِ فَكَانَتْ هَذِهِ الْكَلِمَاتُ يُنَادَى بِهَا عَلَى الْمَنَابِرِ إِلَى خِلَافَةِ عُمَرَ بْنِ عَبْدِ الْعَزِيزِ

જાહિઝ એક પ્રતિષ્ઠિત સુન્ની વિદ્વાન કહે છે: મોઆવીયા જુમ્માના ખુત્બાના અંતે નીચે મુજબ પડતો હતો:

અય અલ્લાહ બેશક અબુ તુરાબ (અલી બીન અબી તાલિબ અ.સ. નો એક લકબ) તારો દીન છોડી દીધો છે અને તારા રસ્તાને રોકયો છે. પછી તેમના પર લઅનત કર જે તેમને યોગ્ય લઅનત અને શદીદ અઝાબ કર.         (અલ્લાહ માફ કર)

મોઆવીયાએ સુચના જારી કરી કે આજ (ખુત્બો) તેના રાજ્યના દરેક વિસ્તારમાં પડવામાં આવે. વકતાઓ મીમ્બરો પરથી આ લઅનત પડતા અને આ પ્રથા ઉમર બીન અબ્દુલ અઝીઝ સુધી ચાલુ રહી.

(બેહારૂલ અન્વાર, ભાગ-33, પ્ર. 17, પા. 214, બૈત પ્રકાશન)

સુન્નીઓએ પણ મોઆવીયાની અલી બીન અબી તાલિબ (અ.સ.) પર લઅનત પડવાની પ્રથાની નોંધ લીધી છે. વિગત માટે નીચેના સંદર્ભોને તપાસી શકો છો:

– શૈખ નસીરૂદ્દીન અલબાની, પ્રખ્યાત સલફી વિદ્વાનના પુસ્તક સીલસીલાએ અહાદીસ અલ સહીહ, ભાગ-7, પા. 996

– મુસ્નદે અહેમદ, ભાગ-3, પા. 185

– ફઝાએલે સહાબા લેખક એહમદ બીન હમ્બલ, ભાગ-1, પા. 142, 143

– ઈબ્ને કસીરની અલ બદાયા વન્નેહાયા જે ઈબ્ને તયમીયાનો આગળ પડતો વિદ્યાર્થી હતો.

– ઈબ્ને હજરે અસ્કલાનીની ફત્હુલ બારી ફી શર્હે સહીહ અલ બુખારી, ભાગ-8, પા. 71-72

ઘણા પુરાવા છતાં અમૂક મુસલમાનો મોઆવીયાનો બચાવ કરે છે કે તેણે કયારેય અલી બીન અબી તાલિબ (અ.સ.) પર લઅનત ન્હોતી પડી. અમે સવાલ કરીએ છીએ કે અગર તમે તમારા પોતાના પુસ્તકોના સંદર્ભોને અવગણશો તો શું તમે એ અવગણી શકો છો કે તેણે અલી બીન અબી તાલિબ (અ.સ.) સાથે સીફફીનમાં લડાઈ કરી? જો તે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સામે, કત્લના ઈરાદા સાથે લડી પણ શકતો હોય જે એક મોટો ગુનાહ છે તો શું તે લઅનત કરવા જેવા ઓછા ગુનાહથી અટકી શકે છે?

માત્ર ગધેડો નહી પણ સુવ્વર!

એક રસપ્રદ ઉલ્લેખ એવું સાબિત કરે છે કે માનનીય સહાબાઓ અને પત્નિઓ જેમણે અલી બીન અબી તાલિબ (અ.સ.)ની નીંદા કરી અને લઅનત કરી તેઓ સુવ્વર પણ છે અને ગધેડા પણ છે. અગાઉ દર્શાવેલા અહેવાલ મુજબ.

ઈબ્ને હજરે મક્કી અલ હયસમી તેની સવાએકે મોહર્રેકામાં લખે છે અલ બારીઝી, અલ મન્સુરના હવાલાથી આ મુજબ લખે છે: મેં શામમાં એક માણસને જોયો જેનું મોઢું સુવ્વર જેવું થઈ ગયું હતું. જ્યારે તેણે તેને તે વિશે પુછયું તો તેણે જવાબ આપ્યો: હું દરરોજ અલી બીન અબી તાલિબ (અ.સ.) અને તેમની આલ ઉપર 1000 વખત અને જુમ્માના દિવસે 4000 વખત લઅનત પડતો હતો. મેં પયગમ્બર (સ.અ.વ.)ને ખ્વાબમાં જોયા. પછી એક લાંબુ સ્વપ્નનું વર્ણન કરતા કહે છે કે હસન બીન અલી (અ.સ.) એ આપ (સ.અ.વ.)ને ફરિયાદ કરી જેના કારણે આપ (સ.અ.વ.) એ તે માણસ પર લઅનત કરી અને પછી તે માણસના મોઢા પર થુકયા જેના કારણે તે સુવ્વર જેવો અને લોકો માટે ઉદાહરણપ બની ગયો.

– હજરે મક્કીની સવાએકે મોહર્રેકા, પા. 117 જેણે આ પુસ્તક માત્ર શીઆઓની ટીકા કરવા જ લખી છે.

– અલ શજરીની અલ આમાલી, ભાગ-1, પા. 136

– મોહમ્મદ બીન અબ્દુલ્લાહ ખતીબ અલ તબરેઝી (મૃત્યુ 741 હી.સ.)ની મીસ્કાત અલ મસાબીહ, પાના 692, એક સૌથી વધુ ભરોસાપાત્ર અને એહલે તસન્નુનના હદીસવેત્તાઓના સીલસીલા અંગે સારી રીતે સંશોધન કરાયેલ પુસ્તક.

– શૈખ નસીરૂદ્દીન અલબાનીના પુસ્તક સીલસીલએ અહાદીસ અલ સહીહ, ભાગ-3, પા. 288 (જે એક સૌથી વધુ પ્રચલિત સલફી લેખકોમાંના એક છે)

– તારીખે દમીશ્ક, ભાગ-4, પા. 317

– ઈબ્ને કસીરની અલબદાયા વન્નેહાયા, ભાગ-7, પા. 355, જે ઈબ્ને તયમીયાનો આગળ પડતો વિદ્યાર્થી હતો.

જે અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.) પર લઅનત કરે તેઓ સુવ્વર છે. અગર તેઓ તેમની સાથે લડાઈ કરે તો તેથી પણ વધારે ખરાબ છે ચાહે તેઓ પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓ હોય કે સહાબા. આ હકીકત એહલે તસન્નુનના પુસ્તકો થકી સાબિત છે. તેથી શીઆઓ પર પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓ અને સહાબીઓ વિશે બુરૂ બોલવાનો આક્ષેપ ખોટો છે.

તો પછી સબક લ્યો અય દ્રષ્ટિવાળા લોકો!

Be the first to comment

Leave a Reply