શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે.?

વાંચવાનો સમય: 5 મિનિટ

શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ?

એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી કરવામાં આવે છે કે તેઓ બંને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. તેઓ આને તેમની તરફેણમાં અફઝલીયત ગણે છે અને આ દલીલ માને છે કે તેઓ મુસલમાનોના ખલીફા હોવાને લાયક હતા.

 

શું કોઈ નિયુકત જગ્યાએ દફન થવું એ ખિલાફતના મુદ્દામાં અફઝલીયતનું કારણ છે?

ફકત એ રસ્તા કે જેના વડે ફઝીલત સાબીત થાય તે છે તેના અમલ કેટલા સારા છે અને મુસલમાનોના આગેવાન હોવા માટે નસ્સ જરૂરી છે. એટલેકે અલ્લાહ અથવા રસુલ (સ.અ.વ.) તરફથી નિયુકિત. આ સિવાયની બીજી કોઈ દલીલ એ કલ્પનાના તરંગો છે અને તેનું મુળ બાતીલમાં છે અને તે દલીલ પાયાવીહોણી તથા કુરઆન, સુન્નત અને બુધ્ધીમતાની વિરૂધ્ધ છે.

અબુબક્ર અને ઉમરના મામલામાં તેઓ કોઈ ખાસ જગ્યાએ દફન થાય તે વાત ખિલાફતના દાવા માટે પાયાવીહોણી છે કારણકે તેઓ અલ્લાહ કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ના હુકમથી ત્યાં દફન નહોતા થયા અને તે કે જેણે તેમને ત્યાં દફન કરવાની મંજુરી આપી તેને પણ એ હક્કક નહોતો કે તે મિલ્કતમાં મંજુરી આપે. બીજા શબ્દોમાં કહીએ તો કે જેના ઉપર તેઓ દફન છે તે મિલ્કત ઉપર તેમનો હક છે. તેની જગ્યાએ એક સવાલ છે. તેથી તે અફઝલીયતની બદલે નિચતા અને બદનામીનું કારણ છે.

વધારે કરીને દફન થવાની દલીલો મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની ખિલાફતને સાબિત કરવા માટે તેમના મૃત્યુ બાદ ઉઠાવવામાં આવી. મુસલમાનો કે જેઓએ અબુબક્ર અને ઉમરને ખલીફા તરીકે પસંદ કર્યા તેઓને થવાના હતા? આથી તેઓ ત્યાં દફન એટલા માટે થયા કે તેઓ તે સમયના ખલીફાઓ હતા. એટલા માટે નહિં કે તેઓ અફઝલ હતા. કેટલુ. કટાક્ષત્મક છે કે ઈમાંમ હસન બીન અલી અલ મુજતબા (અ.સ.) કે જેઓની શાનમાં કુરઆનની ઘણી બધી આયતો અને ઘણી બધી હદીસો છે કે જેમાંથી એક મહત્વની હદીસ કે જે તેમના ભાઈ ઈમાંમ હુસૈન બીન અલી (અ.સ.) સાથે તેમની ફઝીલતમાં છે કે તેઓ બંને જન્નતના જવાનોના સરદાર છે. તેમને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની કબ્રનો તવાફ સુધ્ધા કરવાની પરવાનગી ન આપવામાં આવી.

 

અબુ હનીફા મુંજવણમાં

એક દિવસ ફુઝયલ બીન હસન બીન ફુઝયલ અલ કુફી જુઓ કામુસે રેજાલ ભાગ-૪, પાના નં. ૩૧૩ ઈમામ સાદિક (અ.સ.)ના સહાબી કુફાની શેરીઓમાંથી પોતાના દોસ્ત સાથે પસાર થતા હતા. તેણે અબુહનીફાને જોયા જે લોકોથી ઘેરાએલા હતા અને લોકો તેને દીની સવાલો પુછી રહ્યા હતા. ફુઝયલે પણ પોતાના અમૂક પ્રશ્નો સાથે અબુહનીફા પાસે રજુ થવા નક્કી કર્યું, એ છતાં કે તેમના દોસ્તે તેમનો વિરોધ કર્યો અને તેને ચેતવ્યો કે અબુહનીફા બુધ્ધીશાળી છે.

ફુઝયલે કહ્યું: અય અબુહનીફા! મારો ભાઈ કહેતો હતો કે રસુલે ખુદા (સ.અ.વ.) પછી અલી બીન અબી તાલિબ (અ.સ.) સર્વશ્રેષ્ઠ ઈન્સાન છે. પરંતુ હું કહું છું કે અબુબક્ર અને તેના પછી ઉમર. આના બારામાં તું શું કહો છો?

થોડું વિચાર્યા પછી અબુહનીફાએ જવાબ આપ્યો. આ બંને અબુબક્ર અને ઉમરની શ્રેષ્ઠતા માટે આટલું પુરતું છે કે તેઓ રસુલ (સ.અ.વ.) ની બાજુમાં દફન થયા હતા. તને આની ખબર નથી?

ફુઝયલે કહ્યું: હા, હું જાણું છું. જ્યારે મે આ મુદ્દો મારા ભાઈને કહ્યો ત્યારે તેણે મને સામો પ્રશ્ન કર્યો. તે જગ્યા જ્યાં અબુબક્ર અને ઉમર દફન થયા છે તે રસુલે ખુદા (સ.અ.વ.) ની જગ્યા છે. તેથી કોઈના માટે એ જાએઝ નથી કે રસુલ (સ.અ.વ.)ની પરવાનગી વગર ત્યાં દફન થાય.

 

અથવા તે જમીન અબુબક્ર અને ઉમરની હતી અને તે જમીન તેમણે રસુલ (સ.અ.વ.) ને ભેટી આપી. તો અહિ. ફરીથી એ જાએઝ નથી કે તેવી જગ્યાનો ઉપયોગ કરે જે રસુલ (સ.અ.વ.) ને ભેટ આપી દીધી હોય અને પોતાની માલીકીની ન હોય.

 

અબુહનીફાએ ફરીથી થોડું વિચાર્યું અને જવાબ આપ્યો: તે જમીન રસુલ (સ.અ.વ.)ની છે. અબુબક્ર અને ઉમર તેમની પુત્રીઓ આયશા અને હફસના ભાગમાં આવતી જમીનના હિસ્સામાં દફન છે. જેવી આ જમીન રસુલ (સ.અ.વ.)ની પત્નીઓની વારસાગત રીતે થઇ તેથી અબુબક્ર અને ઉમર ત્યાં દફન છે.

ફુઝયલ કહે છે: હા. હું જાણું છું અને મે મારા ભાઈને આ મુજબ કહ્યું પરંતુ મારા ભાઈએ જવાબ આપ્યો: રસુલ (સ.અ.વ.) પોતાની પાછળ ૯ નવ પત્નીઓને છોડી ગયા હતા. તેથી દરેક પત્નીને જમીન ઉપર સરખો હક છે અને બીજી પત્નીઓની પરવાનગી વગર અબુબક્ર અને ઉમરને ત્યાં દફનાવવા જોઈતા નહતા.

 

આ સાંભળી અબુહનીફાએ પોતાના સાથીદારોને કહ્યું: આને અહિંયાથી કાઢો આ શીઆ છે.

  • (અલ એહતેજાજ, પાના નં. ૨૦૭)

રસુલો, નબીઓ વારસા છોડી નથી જતા.

બીજો પ્રશ્ન જેનો જવાબ દેવો જોઈએ તે છે: કેવી રીતે અબુબક્ર અને ઉમર તે જમીન ઉપર દફનાવવામાં આવ્યા કે જે તેમની પુત્રીઓની પણ જમીન ન હતી. જ્યારે ફાતેમા (સ.અ.) એ ફદકની માંગણી કરી પહેલા ખલીફા પાસે ત્યારે તેઓએ વારસા માટે  જ. ઝહરા (સ.અ.), રસુલ (સ.અ.વ.)ના દીકરી સામે એ દલીલ નહોતી કરી કે: નબીઓ પોતાની પાછળ કંઈ વારસો છોડી જતા નથી અને જે કાંઈ છોડી જાય છે તે સદકો હોય છે.

જ્યારે જ. ઝહરા (સ.અ.) નો દાવો ફદકની વારસાનો રદ કરવામાં આવ્યો અને તેણી (સ.અ.) જન્નતના સરદાર છે. બંને ફિરકાની સર્વસંમતિથી, તો પછી તેમની કરતા નીચા લોકો રસુલ (સ.અ.વ.)ની જમીનના વારસ બને અને ત્યાં પોતાના મુર્દાઓને દફન કરે એ પ્રશ્ન જ કયાં ઉપસ્થિત થાય છે?

અબુબક્ર અને ઉમર એ છીનવેલી જમીન ઉપર દફન થયા છે કે જેમાં ન તો તેમનો અને ન તો તેમની પુત્રીઓનો દાવો હતો. તેઓનું રસુલ (સ.અ.વ.) ની જમીન ઉપર દફન થવું તેઓ માટે બેઈઝઝતી અને બદનામીનું કારણ છે, કયામતના દિવસ સુધી.

 

રસુલ (સ.અ.વ.)નું દફન થવું:

અલબત્ત આપણે અબુબક્ર અને ઉમરની દલીલ સાથે જઈએ કે નબીઓ પોતાની પાછળ કોઈ વારસો છોડતા નથી અને જો કાંઈ છોડે છે તે સદકો હોય છે, તો ખુદ રસુલ (સ.અ.વ.) નું દફન થવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કેમકે તેઓ (સ.અ.વ.) મુસલમાનોની જગ્યા ઉપર દફન થયા છે અને તેના માટે કોઈ પરવાનગી લેવામાં આવેલ ન હતી. અલબત્ત અગર તમામ મુસલમાનોએ પરવાનગી આપી પણ હોત તો પણ એ શકય ન હતું કે રસુલ (સ.અ.વ.) ને દફનાવવામાં આવે, કારણકે આપ (સ.અ.વ.) તથા આપના એહલેબૈત (અ.મુ.સ.) પર સદકો હરામ છે.

પરંતુ પચાવી પાડવું અને ચોરવું આ સીફતો રસુલ (સ.અ.વ.) ને શોભા ન આપે!!! તેથી એ સાબીત થાય છે કે નબીઓ (અ.મુ.સ.) પોતાની પાછળ વારસો છોડી જાય છે અને રસુલ (સ.અ.વ.)નું દફન થવું એ શરીઅતના કાયદા મુજબ છે.

 

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની સર્વશ્રેષ્ઠતા:

જો શ્રેષ્ઠતાનો દાવો કરવામાં આવે તો તે જન્મના બારામાં હોવો જોઈએ કેમકે જન્મ સ્થળ ચાલાકીથી છીનવી શકાય તેમ નથી.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના જન્મના બારામાં ન ફકત અબુબક્ર અને ઉમર બલ્કે સર્વમાનવજાત કરતા શ્રેષ્ઠ છે. સિલસિલાવાર સનદોથી નકલ કરવામાં આવે છે કે ફાતેમા બીન્તે અસદ (સ.અ.) એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ને કાબામાં જન્મ આપ્યો.

  • (અલ મુસ્તદરકુસ્સહીહૈન, ભાગ-૩, પાના નં. ૪૮૩)

ત્યાં સુધી કાબામાં કોઈ પૈદા થયું ન હતું અને પછી પણ કોઈ પૈદા થશે નહિં.

  • નુરૂલ અબ્સાર, પાના નં. ૬૯, ઈબ્ને સબગાથી રિવાયત.

ન ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) કાબામાં પૈદા થયા બલ્કે તેઓ કાબા જેવા છે. જેમકે રસુલ (સ.અ.વ.) ફરમાવે છે: અય અલી! તમારી મંઝેલત કાબા જેવી છે.

  • (કુનુઝ અલ હકાએક ફી હદીસે ખયરૂલ અલાએક, પાના નં. ૧૮૮, અલ દયલમ)

તમો કાબા જેવી મંઝેલત ધરાવો છો જેની લોકો ઝિયારત કરે છે અને તે લોકોની ઝિયારત કરતું નથી.

  • (અસદુલ ગાબા ફી મઅરેફતુસ્સહાબા, ભાગ-૪, પાના નં. ૩૧)

 

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની દફન વીધી:

દફન થવાની બાબતમાં પણ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સહાબીઓ વિહોણા હતા. તેઓ એવી જમીનમાં દફન થયેલા છે જેની શ્રેષ્ઠતા અહિં બયાન થઈ શકે એમ નથી. એક હદીસ આ વિષય પરની સુન્ની હદીસવેત્તાઓથી વિશાળ પ્રમાણમાં નકલ થઈ છે તે કાફી છે.

જ્યારે ઈમામ સાદિક (અ.સ.) ને આ આયતમાં બારામાં પુછવામાં આવ્યું:

અને અમોએ મરિયમના પુત્ર તથા તેની માને (અમારી કુદરતની) નિશાનીઓ બનાવી, અને તે બન્નેને એક ઉંચા ટેકરા પર કે જે વિશ્રાંતિસ્થાન

અને સ્વચ્છ પાણીવાળી જગ્યા હતી આશ્રય આપ્યો.

(સુરએ મોઅમેનુન-૨૩, આયત નં. ૫૦)

ઈમામ (અ.સ.) એ સ્પષ્ટતા કરી કે શ્રેષ્ઠ જમીનથી મુરાદ નજફ અને આરામદાયક જગ્યા ઝાતુલ કરારથી મુરાદ મસ્જીદ અને ઝરણા મઈનથી મુરાફ ફુરાત છે.

પછી ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: યકીનન કુફામાં એક દિરહમનો ખર્ચ કરવો એ બીજી જગ્યાએ ૧૦૦ દિરહમ ખર્ચ કરવા બરાબર છે અને કુફામાં એક રકઅત નમાઝ પઢવી એ બીજી જગ્યાએ ૧૦૦ રકઅત નમાઝ પઢવા બરાબર છે. જે કોઈ જન્નતના પાણીથી વુઝુ કરવા ઈચ્છતો હોય, જન્નતનું પાણી પીવા ઈચ્છતો હોય અને જન્નતના પાણીથી ગુસ્લ કરવા ઈચ્છતો હોત તેને ફુરાતના પાણીનો ઉપયોગ કરવો જોઈએ કેમકે બેશક તે જન્નતના ભાગોમાંથી છે. દરેક રાત્રીએ બે મીસ્કાલ કસ્તુરી ફુરાતના પાણીમાં નાખવામાં આવે છે.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) નજફમાં પ્રવેશદ્વારે ઉભા રહી ફરમાવતા: આ વાદીઉસ્સલામ છે અને એ જગ્યા છે જ્યાં મોઅમીનોની રૂહ ભેગી થાય છે અને આ મોઅમીનો માટે શ્રેષ્ઠ આરામની જગ્યા છે.

અને આ રીતે દોઆ કરતા: અય અલ્લાહ! મારી કબ્ર અહિં નજફમાં બનાવ જે.

  • (કન્ઝુલ ઉમ્માલ, હદીસ નં. ૪૫૩૫, ઈબ્ને અસાકીર)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હ. આદમ (અ.સ.) અને હ. નૂહ (અ.સ.)ની બાજુમાં દફન છે, માનવજાતના બે પિતા. આપ (અ.સ.)ની કબ્ર મુબારક હજારો વર્ષ પહેલા અલ્લાહના હુકમથી હ. નુહ (અ.સ.) દ્વારા બનાવવામાં આવી હતી. આ જમીન અને જમીનની મહાનતા સુન્ની માધ્યમો દ્વારા વિષાળ પ્રમાણમાં નકલ થઈ છે.

Be the first to comment

Leave a Reply