માહે મોહર્રમ – માહે અઝા

વાંચવાનો સમય: 3 મિનિટ

અન્ય મઝહબો પોતાના વર્ષની શરૂઆતમાં ખુશી  સાથે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે, નવા કપડાં પહેરે છે વગેરે, પરંતુ મુસ્લિમોમાં આ રિવાજ નથી. આનું કારણ શું છે??

ચર્ચાની બાબત એ નથી ઇસ્લામિક વર્ષનો પ્રથમ મહિનો મોહર્રમ અલ-હરામ છે કે રબીઉલઅવ્વલ છે તેમજ મોહર્રમ મહિનાથી વર્ષ શરૂ થાય કે ન થાય, પરંતુ એટલું ચોક્કસ છે કે આ મોહર્રમ મહિનો પયગમ્બર (સ.અ.વ)ના પરિવાર માટે દુઃખનો મહિનો છે. આ મહિનામાં કરબલાનો બનાવ  બન્યો  હતો, જેની યાદ એહલેબેતે અત્હાર(અ.મુ.સ) અને તેમના શિયાઓના હૃદયને દુઃખથી ભરી દે છે. એક મોઅતબર અને ભરોસાપાત્ર રિવાયત જે શિયાઓની હદીસોની કિતાબમાં વર્ણવવામાં આવેલી છે જેમાં ઇમામ રેઝા (અ.સ.) કહે છે: “મોહર્રમનો મહિનો શરૂ થતાની સાથે જ મારા પિતાને કોઈ હસતા ન જોતા હતા, અને આશુરાના દિવસ સુધી તેઓના ચહેરા પર ઉદાસી અને ચિંતા પ્રવર્તી રહેતી હતી, અને આશુરાનો દિવસ આપના માટે દુ:ખ અને રડવાનો દિવસ રહેતો હતો.”

આપ(અ.સ.) ફરમાવતા: “આજે તે દિવસ છે કે જે દિવસે ઈમામ હુસૈન (અ.સ.) શહીદ થયા હતા.”

(મુન્તહા અલ-આમાલ, ભાગ ૧, પેજ. ૫૪૦)

આ રિવાયતમાં ઈમામ રેઝા (અ.સ.)એ પોતાના પિતા ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની હાલતને વર્ણવી છે. આવી જ રીતે મોહર્રમ મહિનાનો ચાંદ જોઇને એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક વ્યક્તિ પર ગમના અસરાત જોવા મળતા હતા.

હિજરીસન ૧૦ પછી, અહલેબૈતે નબી (સ.અ.વ.)એ સિબ્તે અસગર, સૈય્યદુશોહદા ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતનો ગમ મનાવ્યો છે, આ જ મહિનાની ૨૫મી  તારીખે ઈમામ હુસૈન(અ.સ)ના પુત્ર ઈમામ ઝૈયનુલ-આબેદીન (અ.સ.)ની શહાદત પણ થઈ હતી, મોહરમ મહિનામાં કરબલાના શહીદો અને કરબલાના અસીરોની યાદ મનાવવામાં આવે છે અને તેમના પર પડેલા મસાએબ અને દુઃખોને યાદ કરીને રડવામાં આવે છે અને તેમનો ગમ મનાવવામાં આવે છે.

શેખ સદુક(અ.ર.)ની કિતાબ ‘અલ-આમાલી’માં, આ માહે અઝાના  (ગમના મહિના) બાબતે એક હદીસ વર્ણવી છે, જેમાં ઇમામ અલી ઇબ્ને મુસા (અ.સ.) એ ઇબ્ને શબીબને કહ્યું: “મોહર્રમ એ મહિનો છે જેમાં જાહેલીય્ય્તના  લોકો(મક્કાના કુફફારો) જંગ કરવાને હરામ સમજતા હતા, પરંતુ અફસોસ, મુસલમાનોએ આ મહિનામાં અમારું લોહી વહાવ્યું, અમારી હુરમતને પાયમાલ કરી, અમારી સ્ત્રીઓ અને બાળકોને બંદી બનાવ્યા …

(આમાલી શેખ સદુક: પેજ ૧૧૧ બેહારૂલ-અનવાર ભાગ ૪૪ પેજ.૨૮૩)

 

ખરેખર, આ મહિનો અહલેબૈત અતહાર (અ.મુ.સ) માટે મુસીબતોનો મહિનો રહ્યો છે. આ મહિનાના બીજા દિવસે ઇમામ હુસૈન (અ.સ.)નો કાફલો કરબલાની જમીન પર પહોંચ્યો. તે અફસોસની વાત છે કે ખયામે હુસૈનીને દરિયાએ ફૂરાતના કીનારા પાસે સ્થાપિત કરવા દેવામાં ન આવ્યા. દુશ્મનોના સૈનીકોની  સંખ્યા દિવસે દિવસે વધતી ગઈ. મોહર્રમની સાતમી તારીખથી ઇમામે મઝલૂમ અને તેમના સાથીઓ પર પાણી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. બચ્ચાઓની ‘અલ-અતશ અલ-અતશ’ ની સદાઓથી  દુશ્મનોના દિલો ઉપર કોઈ અસર ન થઈ હતી, ત્યાંસુધી કે મોહર્રમની ૧૦મી તારીખે ઇમામ હુસૈન (અ.સ.) અને તેમના પરિવારના તમામ સભ્યો અને તેમના તમામ સાથીઓને ભુખ્યા પ્યાસા શહીદ કરવામાં આવ્યા. અસ્રે આશુરના પંજેતનેપાકની આખરી વ્યક્તિને (ઈમામ હુસૈન (અ.સ)ને) ઝુલ્મો સિતમથી  શહીદ કરવામાં આવ્યા.

ત્યારપછી જે બન્યું તે વધુ દુ:ખદ અને દર્દનાક છે. સૈયદ મઝલૂમોના ખયમાઓને લૂંટી લેવામાં આવ્યા અને તેમની ઔરતો અને બાળકોને બંદી બનાવી દેવામાં આવ્યા. આ સંપૂર્ણ બનાવને કરબલાની ઝમીન પર મોહર્રમના સુરજ અને ચાંદે જોયો.

આ બધા મસાએબો ઈમામ અલી ઈબ્ને મુસા અલ-રેઝા (અ.સ.) દ્વારા તેમના સહાબી પાસેથી નીચે મુજબ વર્ણવવામાં આવી છે…

قال:” یا ابن شبیب إنّ المحرّم هو الشهر الّذی کان أهل الجاهلیّة فیما مضی یحرّمون فیه الظلم و  لقتال لحرمته،

 فما عرفت هذه الامّة حرمة شهرها، و لا حرمة نبیّهاصلّی اللّه علیه و آله،

لقد قتلوا فی هذا الشهر ذرّیّته و سبوا نساءه، و انتهبوا ثقله فلا غفر اللّه لهم ذلک أبدا

 

અય શબીબના પુત્ર! મોહર્રમ મહિનાની પવિત્રતાને અજ્ઞાન જાહેલીય્યત (કાફિર) લોકો પણ માનતા હતા અને મહિનાની પવિત્રતાને ધ્યાનમાં રાખીને, તેઓએ મહિનામાં કોઈની ઉપર ઝુલ્મ કે કોઈની સાથે લડાઈ નથી કરી. પરંતુ અફસોસ, ઉમ્મતે તો મહિનાની પવિત્રતા વિશે વિચાર્યું અને તો પોતાના પયગમ્બર (...)ની પવિત્રતા વિશે વિચાર્યું. તેઓએ આજ મહિનામાં રસુલ(સ.અ.વ)ના વંશજોને મારી નાખ્યા અને તેમની પુત્રીઓ (ઔરતો)ને બંદી બનાવી અને તેમની હુરમતને પાયમાલ કરી નાખી. અલ્લાહ તેમના ગુનાહોને ક્યારેય માફ નહીં કરે.

(અવાલેમ ભાગ. ૧૭ પેજ. ૫૩૮-૫૩૯)

 

ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી આ મહિનો ચાહવાવાળાઓ અને શિયાઓ માટે ગમ અને શોકનો અને અઝાદારીનો મહિનો કરાર થયો. તેજ ઝમાનાથી, અઇમ્માહ માઅસૂમીન (અ.સ.) અને શિયાઓ આ મહિનામાં અઝાદારી મનાવવાનુ આયોજન કરતા હતા. શિયાઓની ઓળખ એ છે કે તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ની ખુશીમાં ખુશી અને એહલેબૈત (અ.મુ.સ.)ના ગમમાં ગમ મનાવે છે.

 

આ જ કારણ છે કે શિયાઓ મોહર્રમ મહિનાને દુઃખના મહિના તરીકે મનાવે છે, જે મોઅતબર કિતાબો અને રિવાયતોના આધારે આજ સીરત પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની છે. અલ્લાહ (સુ.વ.ત.) તમામ મુસ્લિમોને આ પયગમ્બરની સીરતને અનુસરવાની તૌફીક અતા કરે.

આમીન

Be the first to comment

Leave a Reply