શા માટે ઇમામ અલી(અ.સ) જ અમીરુલ મોઅમેનીન માટે યોગ્ય છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ

ઘણા ખીલાફતના દાવેદરોએ શીર્ષકો પચાવ્યા હતા જે ખાસ કરીને ઇમામ અલી(અ.સ) માટે જ હતા જેમકે અમીરુલ મોઅમેનીનનું શીર્ષક.

આ શીર્ષક નું મૂળ શું છે, કોણે આપ્યુ અને કોને આપવામાં આવ્યું?

આ બધા સવાલોના જવાબ ગદીરના ખુત્બામાં આપેલા છે. અગર  મુસલમાનોએ આ ખુત્બા પર ધ્યાન આપ્યું હોતે તો તેઓ ૧૪૦૦ વર્ષથી  મુંજવણમાં ભટકતા ના હોતે.

રસુલે ખુદા(સ.અ.વ)  હ.અલી(અ.સ)ને અમીરુલ મોઅમેનીન તરીકે નિયુક્ત કરે છે. બીજું કોઈ નહી બલ્કે રસુલે ખુદા(સ.અ.વ) પોતે અલ્લાહના હુકમથી હ.અલી(અ.સ) ને અમીરુલ મોઅમેનીન તરીકે નિયુક્ત કરે છે.

રસુલે ખુદા(...) ગદિર ના ખુત્બામાં:

બેશક, મારા ભાઈ અલી (અસ.) સિવાય મોમીનોનો કોઈ સરદાર (અમીર) નથી અને કોઈને પણ મંજુરી નથી કે તેઓ અલી .. સિવાય બીજા માટેઅમીરુલ મોઅમેનીનના લકબનો ઉપયોગ કરે.”

અલ-એહતેજાજ ભાગ 2 પાના 56-66.

આ અને બીજા ઘણા બધા અહેવાલો સાબિત કરે છે કે હ.અલી(અ.સ) જ માત્ર અમીરુલ મોઅમેનીન લક્બને  પ્રાપ્ત કરનાર છે. તેઓ કે જે પોતાના માટે આ લક્બને યોગ્ય ઠેરવ્યું તેઓ ગાસીબ (કોઈના હકને પચાવી પાડનાર ) છે અને દેખીતી રીતે ગાસીબ અને તે કે જે તેઓને અમીરુલ મોઅમેનીન તરીકે સંબોધે છે તેઓ બધાએ અલ્લાહ અને રસુલને ગુસ્સે કર્યા છે.

Be the first to comment

Leave a Reply